SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકથા નં.-૨૬ - જીવહિંસાના વિપાકોની કટુતા જાણી ઉત્પન્ન નિર્વેદ પરમાત્મા પાર્શ્વનાથના કાળમાં થયેલ મારો જન્મ અને મારું નામ બંધુદત્ત, આ ભવમાં મારા સુખના દિવસોમાં અનેક પ્રકારની દુઃખદ ઘટનાઓ બનતી ચાલી, ચિત્ર-વિચિત્ર, પતન ઉત્થાનના પ્રસંગો બનવા લાગ્યા, તેથી મેં પ્રભુ પાર્શ્વનાથજીને મારા પૂર્વભવોની વાત પૂછી ત્યારે ભગવંતે સત્ય ભાખતાં ભેદ ખોલ્યો કે અનેક ભવો પૂર્વે હું વિધ્યગિરિમાં શિખાસન નામે ભિલ્લ હતો અને મારી આ ભવની પત્ની પ્રિયદર્શના તે ભવમાં શ્રીમતી નામની ભાર્યા હતી. મને હિંસા અને વિષયસુખ વહાલાં હતાં, અનેક પશુ-પંખીઓના જીવનસુખ અને સંતાનસુખમાં વિદનો નાખવાથી અમે બેઉ નારકી વગેરેના અતિથિ બન્યા. ઉપરાંત ભવભ્રમણ વધાર્યા. પતિ દ્વારા હિંસા અને પત્ની દ્વારા અનમોદનાના કારણે આ ભવમાં છ-છ પત્નીઓ પરણતા સાથે મૃત્યુ પામી. પ્રિયદર્શના બચી તો ચંદ્રસેન પલ્લિપતિ તેણીને ગર્ભાવસ્થામાં જ હરણ કરી ગયો. અગ્નિમાં આહૂતિની જેમ એકલા પડેલ બંધુદત્ત મને મારા મામા સાથે ચોરીના આક્ષેપમાં રાજપુરુષોએ કેદખાને નાખ્યા અને ત્યાંથી છૂટ્યા તેવામાં પલ્લિuપતિએ એમને બલિદાન માટે ફરીથી પકડ્યા. મૃત્યુ માથે આવ્યું ત્યારે અચાનક હરણ થયેલી પત્ની પ્રિયદર્શનાનો મેળાપ થયો. પૂર્વભવમાં સાધુ-સાધ્વીની કરેલ ભક્તિના પ્રભાવે પ્રાણ બચ્યા પણ જીવન ઉપર કંટાળો આવી ગયો પણ આગામી ભવોમાં ચારિત્ર પ્રભાવે અમે બેઉ ચક્રવર્તી અને સ્ત્રીરત્ન બની મુક્તિ પણ પામવાના છીએ તેવી અગમ ભવિષ્યવાણી સુણી ફરી ધર્મભાવના વધી અને મેં મારી પત્ની પ્રિયદર્શન સાથે સંસારત્યાગ કરી સંયમ સ્વીકાર કર્યો છે. જેવું કરશું તેવું પામશું તેવી સૈદ્ધાંતિક વાતને વારંવાર વાગોળતાં પણ વૈરાગ્યદીપ પ્રગટી શકે છે. | (સાક્ષી–બંધુદત્ત શ્રેષ્ઠી) 1 વૈરાગ્યકથા નં.-૨ ------------ રાજ્યપ્રાપ્તિની આસક્તિ ------------- હું વજજંધ રાજાની બની રાણી શ્રીમતી. મારા પિતા રાજાનું નામ વજસેન ચક્રવર્તી. છતાંય રાજસુખ છોડી દીક્ષા લઈ તીર્થકરપદને પામ્યા. મારા પતિદેવ વજકંધે મારા સગાભાઈ પુષ્કરપાળને શત્રુરાજાઓથી બચાવી મદદ કરી, પણ જ્યારે અમે ભાઈરાજાને વિજય અપાવી પાછા વળ્યા ત્યારે રાજપ્રપંચોથી વૈરાગ્ય થતાં પોતાના પુત્રને રાજ્ય ભળાવી સજોડે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. રાત્રે ચારિત્રભાવનામાં પોઢેલાં હતાં ત્યારે જ અચાનક અમારા રાજખંડમાં વિષધૂમ પ્રસર્યો. જેના કારણે હજુ તો આંખો ખૂલે તે પૂર્વે નાકથી શ્વાસ ગુંગડાવા લાગ્યો. સગા અમારા પુત્રે પતિ પાસેથી રાજ્ય પડાવી સ્વયં રાજા બની જવા મંત્રીમંડળને પૈસાથી ફોડી નાખી અમારી હત્યાનું કાવત્રુ ગોઠવ્યું હતું. સગાપુત્રે વિષધૂમ્રના પ્રયોગવડે અમારા બેઉના પ્રાણ રાજ્યલોભમાં હરી લીધા, જેના ભલાનો વિચાર અમારો હતો તેણે જ અમારું બુરું કર્યું. તીર્થકરના સાંસારિક જમાઈ અને પુત્રી શ્રીમતી એમ અમે બેઉ મરણ શરણ થયા છીએ. | (સાક્ષી-રાણી શ્રીમતી) Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy