________________
જૈન શ્રમણ
પૂજ્ય ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્રસાગર
મ.સા.
મહામંત્ર નવકાર સદાય જૈમના હૈયે વસે છે એવા પ.પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્રસાગર મ.સા. હૃદયથી શાસનપ્રભાવક રહ્યા છે. શાસન-હિતની મનીષા જેમના રોમેરોમમાં વસેલી છે. એવા અમારા પરમોપકારક પ.પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્રસાગર મ.સા.ની જીવન ઝરમર જાણવા-માણવા યોગ્ય છે.
જે ભૂમિ પર ૧૪૦થીય વધારે દીક્ષાઓ થયેલી છે એવા છાણી મુકામે (વડોદરા પાસે) રહેતા ધર્મપરાયણ શ્રી બિપિનચંદ્ર શાંતિલાલ શાહ અને તેમનાં પત્ની શ્રીમતિ ચંદ્રિકાબહેન શાહનો પરિવાર રહે.
શ્રીમતી ચંદ્રિકાબહેનની કૂખે તા. ૨૯-૯-૧૯૬૯ના શુભ દિને એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું લીનેશભાઈ. લીનેશભાઈ બચપણથી જ ધર્મપ્રેમી હતા. જન્મસ્થળ એ જ એમનું દીક્ષાસ્થળ બન્યું. વિ.સં. ૨૦૪૦ના વૈશાખ વદ-૬ અને તા. ૧૦-૫-૧૯૮૪ના શુભ દિને શ્રી લીનેશભાઈની દીક્ષા થઈ. દીક્ષાદાતા હતા ગુરુજી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચંદ્રસાગર મ.સા., એમના દાદાગુરુ ૫.પૂ. બંધુબેલડી શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ.સા. તથા શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.સા. આજ્ઞાદાતા અને આશીર્વાદદાતા હતા પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.
ગુજરાત, એમ.પી. (મધ્યપ્રદેશ), મહારાષ્ટ્ર, સમેતશિખર (કોલકાત્તા) ગણિવર્ય શ્રી લબ્ધિસાગર મ.સા.ના મુખ્યત્વે વિહારમાર્ગો રહ્યા છે.
એમણે ૧૪ સામૂહિક ચાતુર્માસ કર્યાં છે, તેમ જ નવજીવન (મુંબઈ), ઊંઝા, આદિનાથ (પૂના), ગોરેગાંવ (મુંબઈ), પાટણ, ભાવનગર, બોટાદ, જામનગર, પાલિતાણા, મુલુંડ તથા ગોડિજી (પૂના) તેમણે શિષ્ય પરિવાર સાથે વ્યક્તિગત ચાતુર્માસ કર્યાં છે.
પૂ. શ્રી પૂર્વેશચંદ્રસાગર મ.સા. (સ્વ.) શ્રી મૃગેન્દ્ર વિજય મ.સા. અને પૂ. શ્રી સર્વેશચંદ્ર સાગર મ.સા. એમનાં શિષ્યરત્નો
છે.
વિ.સં. ૨૦૬૪માં ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસેના અયોધ્યાપુરમમાં તેઓશ્રીને ગણિ પદવી પ્રદાન કરવામાં આવી.
Jain Education International
૬૬૯
ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્ર સાગર મ.સા.ના મર્ગદર્શન તળે કેટલાંક વિશિષ્ટ આયોજનો પણ થયેલાં છે.
(૧) શ્રી મંગલવાસ કુંભ નવકાર યાત્રા : યાત્રા પ્રારંભ તા. ૨૮-૭-૨૦૦૨ થી અવિરત ચાલુ છે. શેષકાળ + ચાતુર્માસ સહિત આ યાત્રાનું સફળ સંચાલન નવકાર પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેમની સન્મુખ ૨૮ કરોડથી વધુ નવકાર જાપનું આરાધન થયેલ છે.
નવકાર જાપ દ્વારા વિશ્વશાંતિ, પારિવારિક શાંતિ, આત્મકલ્યાણ તથા ઊર્જાશક્તિ દ્વારા ઘરમાં વાસ્તુદોષ આદિનું નિવારણ થાય એ આયોજન પાછળનો હેતુ-આશય રહેલ છે.
(૨) ૧૦૮ અબજ નવકાર જાપ સંકલ્પ અભિયાન અંતર્ગત દસ વર્ષીય આયોજન : આ આયોજન હેઠળ પ્રત્યેક વર્ષે ૧૦,૦૦૦ આરાધકોને ૯ લાખ નવકાર મંત્રના જાપસંકલ્પ દ્વારા આરધક-કીટ અર્પણ કરવામાં આવે છે.
આ આયોજન અંતર્ગત પ્રથમ આયોજન વિ.સં. ૨૦૬૪માં શ્રી સર્વોદયનગર જૈન સંઘ (મુલુંડ) દ્વારા થયું અને દ્વિતીય આયોજન વિ.સં. ૨૦૬૫માં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન સંઘ (પૂના) દ્વારા કરવામાં આવ્યું હતું.
પૂજ્યશ્રીનાં આયોજનોના પ્રેરક બળ તથા આશીર્વાદ દાતા પ.પૂ. પંન્યાસપ્રવર, નવકાર મંત્રના પ્રખર આરાધક શ્રી અભયસાગરજી મ.સા.ને સાદર વંદના સાથે...
સૌજન્ય : શ્રી નવકાર પરિવાર ટ્રસ્ટ, સુરત. नासिकाग्रे अनाहतध्यानम्
કર
અશુભ ધ્યાનની જેટલી તાકાત પાપ કર્મોને સર્જન કરવાની છે, તેનાથી કેટલીયે ગણી અધિક તાકાત શુભ ધ્યાનની જન્મ જન્માંતરના સંચિત સર્વ પાપોને સમૂળ ખતમ કરી દેવાની છે
For Private & Personal Use Only
www.jainelibrary.org