________________
જૈન શ્રમણ
થયેલા ચાતુર્માસમાં તેઓશ્રીના સરળ સ્વભાવના કારણે આરાધનાઓ અતિ સુંદર થવા પામી.
વિ.સં. ૨૦૬૧માં અમદાવાદનિવાસી જિતુભાઈએ પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી જયશીલ વિજયજી
બન્યા.
વિ. સં. ૨૦૬૧માં જ અમદાવાદ શાંતિવન કૃપાસાગર સોસાયટીનાં આંગણે કોઠાડા (કચ્છ) નિવાસી માતુશ્રી ચંદનબેન દામજી કાનજી ધરમશી પરિવાર નિર્મિત વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી આરાધનાલયમાં પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પૂ. પંન્યાસજી ભદ્રશીલ વિજયજી મ. ની સ્મૃતિ અર્થે નિર્મિત થયેલ સ્થાનમાં પૂજ્યશ્રીના સુંદર માર્ગદર્શનના પરિણામે જ ટૂંક સમયમાં ભવ્ય કલાત્મક, દર્શનીય જિનાલય, ગુરુમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, સાધનાખંડ આદિનું નિર્માણ સંભવિત બની શક્યું. મુંબઈ, વિક્રોલી, થાનગઢ, અમદાવાદ આદિ સ્થાનોમાં પૂજ્યશ્રીનાં માર્ગદર્શન મુજબ જ્ઞાનભંડારોનું સુંદર નિર્માણ થયું.
વિ. સં. ૨૦૬૨ માં અમદાવાદ, શાંતિવન, પી. પી. સી. સી. ગ્રાઉન્ડના આંગણે આયોજિત પૂજ્યશ્રીની ગણિ પંન્યાસ પદવીનો પ્રસંગ અતિ ભવ્યતાથી ઉજવાયેલ.
પૂજ્યશ્રીજી શીઘ્રાતિશીઘ્ર તૃતીયપદના ધારક બની શાસનની સુંદર પ્રભાવના કરે એ જ અભિલાષા.
સૌજન્ય : શ્રી માણેકજીભાઈ નેણશીભાઈ ઠંડ ઘાટકોપર-મુંબઈ તરફથી પ્રવચનપ્રભાવક, વિદ્વાન, બંધુ બેલડી ૫.પૂ.પં. શ્રી મુક્તિચંદ્રવિજયજી મહારાજ ૫.પૂ.પં. શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ સંકલન : મુનિ મુક્તિશ્રમણવિજય
કચ્છની
કામણગારી ધરતીના પૂર્વ વિભાગમાં
આવેલા વાગડ
પ્રાન્તના મનફરા
નામના મનોહર ગામમાં આ પૂ.
Jain Education International
૬૫૧
બંધુ બેલડીનો જન્મ થયો હતો. તપાગચ્છાધિપતિ, ૨૦૦૦ સાધુઓના અધિપતિ પૂ. આ.શ્રી વિજયપ્રભસૂરિજી (વિક્રમના ૧૭માં સૈકાના ઉત્તરાર્ધમાં જન્મેલા), પૂ. દાદાશ્રી જિતવિજયજી વગેરે અનેક સર્વવિરતિધર નરરત્નો આ ભૂમિએ આપેલા છે. ૭૦ જેટલા સર્વવિરતિધરો આ ગામમાંથી નીકળેલા છે.
આ નગરની સરળ, ભદ્રિક પરિણામી, વીસા ઓશવાળ વંશના દેઢિયા ગોત્રના ભચુભાઈ તથા ભચીબેન નામના દંપતિ રહે. વંશ પરંપરાથી ચાલ્યા આવતા ખેતીના વ્યવસાયથી આજીવિકા ચલાવે. કચ્છ વાગડ દેશોદ્ધારક પૂ.આ. શ્રીવિદય કનકસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન નિસ્પૃહમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના અતિ પરીશ્રમથી ઓસવાળો પોતાના મૂળ જૈન ધર્મના માર્ગે વળેલા. એમના ઉપદેશથી દર્શન, પૂજા વગેરે કરવાનું શીખ્યા. (વ્યાવહારિક જ્ઞાન બિલકુલ નહીં. ખેતી પર જ આજીવિકાનો આધાર ને વરસાદ પર ખેતીનો આધાર!) આવા વાતાવરણમાં ભચુભાઈ અને ભમીબેન પણ કંઈક ધર્મમાર્ગે વળેલા.
એમને ત્યાં વિ.સં. ૨૦૦૨, શ્રા.વ. ૩૦ સોમવારના (સોમવતી અમાવસ્યાનો દિવસ શુભ ગણાય છે. યોગીઓના જન્મ મોટા ભાગે અમાવસ્યાની આસપાસ થતા જોવા મળે છે. કારણ કે તે દિવસે સૂર્ય અને ચંદ્ર બન્ને સાથે હોય. સૂર્ય આત્માનો ને ચંદ્ર મનનો કારક મનાયો છે. આના કારણે જાતકના આત્મા અને મન જોડાયેલા રહે છે). પવિત્ર દિવસે સવારે ૮-૩૦ની આસપાસ એક પવિત્ર આત્માનો જન્મ થયો. સંભવિત પાંચ વર્ષની વયે ગામમાંની સ્કૂલમાં ભણવા દાખલ થયેલા મેઘજીભાઈ કાયમી પ્રથમ નંબરે જ આવતા. પિતાનો શાંત તથા માતાની સરળતા તેમને વારસામાં મળી હતી. (માતુશ્રી ભમીબેનને જોઈએ પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.એ અનેક વખત વાચના-વ્યાખ્યાનાદિમાં કહ્યું હતું કે
મુક્તિચંદ્ર વિ.ની બા ભમીબેનને જોઉ ને મારી માતા ખમાબેન
મને અવશ્ય યાદ આવે. આકૃતિ અને પ્રકૃતિથી મળતા આવે. ક્ષમા, સરળતા, ભદ્રિકતા વગેરે ગુણો પણ એવા જ. જુઓ, કહે કલાપૂર્ણસૂરિ-૧, અષા. સુ. ૫)
વિ.સં. ૨૦૧૧ની સાલમાં પ.પૂ.શ્રી દીપવિજયજી (પૂ. દેવેન્દ્રસૂરિજી મ.)નું ચાતુર્માસ મનફરા થયેલું. ત્યારે પર્યુષણ પછી તેઓ ઉપાશ્રયમાં સૂતા હતા. પર્યુષણમાં પ્રથમ વખત ચોસઠ પ્રહરી પૌષધ કર્યા હતા. બે પ્રતિક્રમણનો અભ્યાસ પણ ત્યારે જ કર્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org