SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સર્જન થયું. ત્રણ વરસ પહેલાં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર ૪૦ દિવસમાં ભીનમાલ- રાજસ્થાન અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૩માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પોષ વદ ૧૩ના દિવસે ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૩ના મહા વદ ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ (રાજસ્થાન) માં પ્રતિષ્ઠા પ્રસંગે નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારોથી–પ્રેરણાથી રાજસ્થાન- મેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી ‘રાજસ્થાન-દીપક તરીકે પણ ઓળખાય છે. સં. ૨૦૪૪માં મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ.આ. શ્રી ગુણસાગર- સુરીશ્વરજી મહારાજની તબિયત એકાએક કથળતાં નૂતન યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરી મુંબઈ પધાર્યા અને અંતિમ મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિનો અપૂર્વ લહાવો લીધો. આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે તેઓશ્રી ૫૧ વર્ષની યુવાવયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘો, અજોડ ૯૯ યાત્રાસંપ તેમ જ રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણાથી દંતાણી તીર્થ અને ગુરુ ગુણની જન્મદીક્ષા ભૂમિએ ગુણપાર્થતી પામ નિર્માણ પામ્યાં છે. મુંબઈ આદિ સ્થળોમાં ઉપાશ્રયોનાં નિર્માણ, શંખેશ્વર તીર્થમાં અચલગચ્છ ભવન ધર્મશાળા, ડોંબીવલીમાં સાધારણ ખાતાની સદ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ યોજના અમલી બની છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટી કોટિ વંદના. સૌજન્ય : શ્રી અગાશી અચલગચ્છ જૈન સંઘ જયેશભુવન, અગાશી | (જિ. થાણા) મહારાષ્ટ્ર. સુમધુર પ્રવચનકાર પ.પૂ. આ. શ્રીમદ્ વિજયજિનોત્તમસૂરીશ્વજી મ.સા. [ મિતાક્ષરી પરિચય]. * માતા : શ્રી દાડમીબાઈ (વર્તમાનમાં સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.). વિશ્વ અજાયબી : * પિતા : શ્રી ઉત્તમચંદજી અમીચંદજી મરડિયા. * જન્મ : જાવાલ, સં. ૨૦૧૮, ચૈત્ર વદ ૬ શનિવાર, ૨૭ માર્ચ ૧૯૬૨. * સાંસારિક નામ : જયંતીલાલ. * શ્રમણનામ : પૂ. મુનિરાજશ્રી જિનોત્તમવિજયજી મ.સા. * ગુરુદેવ : પ.પૂ.આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ.સા. * દીક્ષા : જાવાલ, સં. ૨૦૨૮, જયેષ્ઠ વદ ૫, રવિવાર. કે વડી દીક્ષા : ઉદયપુર, સં. ૨૦૨૮, અષાઢ શુકુલ ૧૦. ૪ ગણિ પદ : સોજતસીટી સં. ૨૦૪૬, માગશર શુક્લ ૧૦ સોમવાર, ૪ ડિસેમ્બર, ૧૯૮૬. કે પંન્યાસ પદ : જાવાલ, સં. ૨૦૪૬, જયેષ્ઠ શુક્લ ૧૦, શનિવાર, ૨ જૂન, ૧૯૯૦. કે ઉપાધ્યાય ૫દ : કોસતાવ, વિ.સં. ૨૦૫૩, મૃગશીર્ષ વદ ૨, બુધવાર, ૨૭ નવેમ્બર, ૧૯૯૬. * આચાર્ય પદ લાટાડા, વિ.સં. ૨૦૫૩, વૈશાખ શુક્લ ૬. ઘરનું વાતાવરણ જિનેન્દ્રભક્તિમય હતું, શાસન પ્રત્યે અનુરાગ અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળું હતું. વાતાવરણની અસર બાળ જયંતીલાલ પર પણ થવા લાગી. પૂર્વ ભવના સંસ્કાર અને કુટુંબના વાતાવરણનો સુમેળ જામ્યો. વિરાગતાને પ્રોત્સાહિત કરનારાં એક પછી એક નિમિત્તો મળતાં ગયાં. એમાં મોટાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી). ત્યાર બાદ દાદીમા અને નાનાં ફઈબાની દીક્ષા થઈ (પૂ.સા. શ્રી ભાગ્યલતાશ્રીજી અને પૂ.સા. શ્રી ભવ્યગુણાશ્રીજી). આ સર્વ નિમિત્તોએ જયંતીલાલનો વૈરાગ્ય દઢ બનતો ચાલ્યો. સંયમનાં ઉપકરણો જોઈ નાચી ઊઠતાં અને સંસારનાં અધિકરણો જોઈ ઉદાસીન બની જતાં જયંતીલાલને સં. ૨૦૧૮ની એક મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નાનુસાર સં. ૨૦૧૮ના વૈશાખ વદ પાંચમના શુભ દિને બીકાનેરમાં, દાદા અમીચંદજીની અનુમતિથી, જૈનધર્મદિવાકર, મરુધર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું, પરમ તારક ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, જાવાલના બાળ જયંતીલાલ બાળમુનિ શ્રી જિનોત્તમવિજયજી બન્યા. માતા દાડમીબાઈની દીક્ષા પણ સાથે જ થઈ. તેઓ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, યોગોદ્ધહન કરાવી પૂજ્યશ્રીની વડી દીક્ષા સં. ૨૦૧૮ના અષાઢ સુદ ૧૦ને દિવસે મેવાડની રાજધાની ઉદયપુરમાં થઈ. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy