SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણા ૬૦૫ ( સમકાલીન શાસનદીપક સૂવિશે શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોક્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જવલંત જ્યોત હજુ ૧૦૫00 વર્ષ ઝળહળતી રહેશે. આ પરમપાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનદીપક સૂરિવરોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અષ્ટવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મર્મોને સ્પર્શેલા એ પૂજ્યવર્યોએ જગતને સાચી દિશા ચીંધી. તીર્થકર દેવની જિનજિનકર્મના અચિજ્ય પથ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન સરિવારોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાનજૈન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે. ભગવાન મહાવીરે ધર્મશાસન ચલાવવા માટે ચતુવિધસંઘની સ્થાપના કરીને શ્રીસંઘને તીર્થ જેટલું કે તીર્થકર જેટલું ગૌરવ આપ્યું છે. ખૂદ ભગવાન સમવસરણમાં જ્યારે દેશના આપે ત્યારે “નમો સંઘસ્સ”, “નમો તીથ્થસ્સ” કહીને શ્રીસંઘને નમસ્કાર કરીને પછી જ પોતાની દેશના ચાલુ કરે છે. તીર્થકરદેવોના પુણ્યવંતા સમયગાળામાં શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓના પ્રકાશપુંજ રેલાયા એ સૌના જીવન-કવન ભવ્ય હતા. આપણું અહોભાગ્ય છે કે વર્તમાનમાં પણ આપણને શ્રમણસંઘમાં અસંખ્ય વ્યાકરણ વિદ્યાવારિધિઓ, આ સૂરિમંત્રના વિશિષ્ટ આરાધકો, યોગ અને ન્યાયગ્રંથના રચનાકારો, અવધૂત યોગીઓ અને ધર્મસંસ્કૃતિના રક્ષકો મળ્યા છે. એ સૌના જે જે ચરિત્રો ઉપલબ્ધ બન્યા છે તે અત્રે રજૂ કરવામાં આવ્યા છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy