________________
જૈન શ્રમણ
અહિંસા, મુદિતા-તા ચતુર્વિધ અમૃતસરોવરમાં ડૂબકી મારશે, તેને જ પરમ શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થશે. અપરાધો ખમાવવા એ જ મોટામાં મોટું મંગલ-દર્શન છે, અને એટલે જ જૈનદર્શનના અનુયાયીઓ જગતના સર્વ જીવોને ખમાવે છે.
આપણે પ્રાર્થના કરીએ કે, સૌને પ્રાપ્ત થજો ભગવાન મહાવીર જેવી ક્ષમા, ગૌતમસ્વામી જેવો વિનય, જંબૂસ્વામી જેવો ત્યાગ, ભરત ચક્રવર્તી જેવો વૈરાગ્ય, બાહુબલીજી જેવું બળ, સ્થૂલિભદ્રજી જેવું બ્રહ્મચર્ય, વજ્રસ્વામી જેવી શાસનપ્રભાવના, સિદ્ધસેન દિવાકરજી જેવી કવિપ્રતિભા, કાલકાચાર્ય જેવી શાસનરક્ષા, હરિભદ્રસૂરિ જેવી નમ્રતા, માનતુંગસૂરિ જેવી સ્તુતિ, હેમચંદ્રાચાર્ય જેવા ગુરુવર્ય, હીરસૂરિજી જેવું અહિંસા-પ્રવર્તન અને મહામહોપાધ્યાય યશોવિજયજી જેવી શ્રુતોપાસના!!! જૈનં જયતિ શાસનમ્!
સમાપન અને આભારદર્શન
૪૯
જૈનશાસનના પ્રભાવક સૂરિવર્યો, જ્ઞાનસંપન્ન મુનિવર્યો, આરાધકો, સાક્ષરો, લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથપ્રકાશમાંની પરિચયાત્મક લેખમાળાઓ પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા અને તેમની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાંઓને આ સર્વગ્રાહી પ્રકાશન ઠીક ઠીક રીતે ઉપકારક અને ઉપયોગી બની રહેશે. ગ્રંથનું કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરણા કરે છે એમ વાચકને જરૂર લાગશે.
ઇતિહાસ કથાઓ આલેખીએ કે વ્યક્તિપરિચયો ગ્રંથસ્થ કરીએ ત્યારે આપણું પોતાનું મૌલિક કે કોઈ આપણી સ્વતંત્ર વિચારધારા કે માન્યતા હોતી નથી, સિવાય કે ભાષામાં યોગ્ય રજૂઆત હોય. ઇતિહાસની આ સંસ્કાર ગાથામાં અત્રે જે કાંઈ પ્રગટ થયું છે તે ઘણા બધા આધારો, સંદર્ભો, રૂબરૂ મુલાકાતો, પત્રકારત્વ અને અનેક જૈનધર્મના પ્રખર અભ્યાસીઓના અભિગમો, ચિંતકો અને સારસ્વતોની સિદ્ધિઓ અને તેના જીવનનો નિષ્કર્ષ સાદર રજૂ કરવા માટેનો અમારો આ ગૌરવપૂર્ણ પુરુષાર્થ એક સત્સંકલ્પ બની રહેશે.
વિશિષ્ટ નોંધ : પ્રસ્તુત થઈ રહેલ શ્રમણગ્રંથને સાઘાંત વાંચતા સુજ્ઞજનોને અવશ્ય પ્રતીતિ થશે કે જે વિવિધ લેખકોએ શ્રમ લઈ ગ્રંથ સર્જનમાં પોતપોતાનો ફાળો નોંધાવી અમને ઉપકૃત કર્યા છે, તેથી જૈનેત્તર સમાજ તથા વિદેશમાં વસતા જૈનો પણ લાભાન્વિત થશે અને જિનશાસનની ગરિમા ગુંજશે.
'
અમારા અનેક ગ્રંથોમાં સહાયતા આપી અમને નિઃસ્વાર્થ શ્રુતપાથેય પુરું પાડનારા મહાત્મા જયદર્શનવિજયજી તરફથી સંદેશો મળેલ છે કે તેમના તમામ લેખો આ.દેવેશ હરિભદ્રસૂરિજી, ક.સ. હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય પ્રવર યશોવિજયજીની અનેક સાહિત્ય રચનાઓના આધારે તથા આગમગ્રંથોના સહારે સતત સ્વાધ્યાયના સંગે ગુરુગમથી સર્જાયા છે, જેથી પણ ગ્રંથનું ગૌરવ વધે છે. તદુપરાંત વિહાર દરમ્યાન થતી જ્ઞાનગોષ્ઠી થકી ત્રણ આચાર્ય ભગવંતો અને વિદ્વાન મહાત્માઓ સાથે મંત્રણા કરી લખાયા છે. તમામ લેખોને પ્રાજ્ઞ મુનિ ભગવંતોને દર્શાવી ગ્રંથની સુખદ સમાપ્તિ સાથે આ ભવનો વિરામ ઇચ્છેલ છે, છતાંય અવસરે શ્રુતસેવાર્થે યથાયોગ્ય વિચાર-વિનિમય સાધવા મનને મોકળું રાખી પ્રેસદોષ વગેરેની કોઈપણ રહી જતી સ્ખલનાઓ બદલ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ માંગું છું. વાચકવૃંદ ખૂબ ખુલ્લા દિલથી શ્રમણગ્રંથને વધાવશો તેવી શુભાપેક્ષાઓ અસ્થાને નથી ને?
અમે તો શ્રમણસંઘની વિશિષ્ટ પ્રતિભાઓના ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા, મહાવિરાટને જોવાનો, આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org