SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ઉદાહરણ–નંદીષેણ મુનિ વેશ્યાના ઘરે ભીંત ઉપર રજોહરણ લટકાવી બાર વર્ષ રહ્યા ને નિમિત્ત મળતાં એ જ ઓઘો હાથમાં લઈ શુદ્ધ ચારિત્ર પાળવા ચાલી નીકળ્યા. પતનમાંથી ઉત્થાન થયું. પ્રમાર્જના ઓઘાથી શરીરની-જમીનની પ્રમાર્જના કરવાની હોય છે. પૂ. દેવસૂરિ મ. નિદ્રિત અવસ્થામાં પણ જાગૃત હતા. પડખું ફેરવવું પડે તો પ્રથમ રજોહરણથી ભૂમિસંથારાની પ્રમાર્જના કરી પછી પડખું ફેરવતા. એક દિવસ રાતના અંધારાનો લાભ લઈ મારાઓ ઉપાશ્રયમાં છૂપાયા. આચાર્યશ્રીની આવી અપ્રમત્ત પ્રવૃત્તિ જોઈ મારાઓના અંતરમાં - પ્રકાશ થયો. જે બીજા જીવોને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેમને મરાય જ કેમ? આમ વિચારી પાછા ચાલ્યા ગયા. પ્રશ્ન : ૩ ઊનનું જ બનેલું રજોહરણ જો હોય તો દંડાસણ અને ચરવળીની પછી જરૂર શી? ઉત્તર : રજોહરણ મુનિપાસે ચોવીસે કલાક હોય જ્યારે દંડાસણનો ઉપયોગ રાતના ગમણાગમણ કરતી વખતે જ અથવા વસ્તીમાં કાજો કાઢતી વખતે તેનો ઉપયોગ કરવાનો હોય છે, જ્યારે ચરવળી ગોચરીનાં પાત્રાદિની પડિલેહણ કરતાં જ વપરાય છે. એકંદરે ત્રણે ઉપકરણ જીવદયા પાળવા, જીવોની વિરાધનાથી બચવા માટેના છે. કાજો કાઢ્યા પછી એ નિરવઘ સ્થાને પરઠવવો પડે છે. તેથી કાજો (કચરો) લેવા પૂંજણી-સૂપડી પણ મુનિઓ પાસે હોય છે. ઉદાહરણ :—દંડાસણ પડીલેહણ કર્યા બાદ વાપરેલી જગ્યામાંથી કાજો (કચરો) દંડાસણ દ્વારા કઢાય છે. એક મુનિ ઉપયોગપૂર્વક કાજો કાઢતા હતા. પરિણામે એ મુનિને અવધિજ્ઞાનની અનુભૂતિ થઈ. તેમાં દેવલોકનો ઇન્દ્ર-ઇન્દ્રાણીની સેવા કરતો જોયો. મોહનીયકર્મની આ પ્રકારની લીલા જોવાથી મુનિ થોડું હસ્યા. ફળસ્વરૂપ જે અવધિજ્ઞાન પ્રગટ થવાનું હતું તે ચાલ્યું ગયું-ન થયું. ચરવળી દ્વારા વક્કલચિરીમુનિ જીવદયાની શુભભાવનાથી પાત્રાની પડીલેહણ કરતા હતા. પરિણામની ધારા વૃદ્ધિ પામવાના કારણે તેઓ કેવળજ્ઞાનના સ્વામી થયા. મુનિને માર્ગમાં ગમણાગમણ કરતાં ભૂમિને ૩।| હાથ (૫ ફૂટ) જોઈ જોઈને ચાલવાનું હોય છે. ખંધક મુનિ દૃષ્ટિ પડિલેહણ (ઇર્યાસમિતિ) કરી માર્ગમાં ગમણા-ગમણ કરતાં હતા. તેથી તેઓને દોષ અલ્પ લાગતો. Jain Education Intemational ૫૮૭ પ્રશ્ન-૪ =મુનિઓ લાકડાના જ બનેલા પાતરાં કેમ વાપરે છે? ઉત્તર = લાકડું દીર્ઘકાળ સુધી ટકે છે. વજનમાં સાફ સફાઈ કરવામાં એ સગવડતાભર્યું સાધન છે. સંસારી અનેક જાતનાં ધાતુનાં વાસણો રાખે તેથી અલગ પાડવા પણ લાકડાનાં પાતરા વાપરવાનો રીવાજ છે. પાતરાને ‘ગૌતમસ્વામીનું પાત્ર’ કહેવાય છે. મુનિ જીવનમાં પાત્રતાને વધારવા ટકાવવા પાતરાં એક મૂક સૂચના આત્માર્થીને આપે છે. ઉદાહરણ = અઈમુત્તા મુનિ બાલ્ય અવસ્થામાં પાણીના ખાબોચિયામાં પોતાનું પાસું તરતું મૂકી આનંદ પામ્યા, પણ વડીલ ગુરુએ બાળચેષ્ટા દ્વારા થઈ રહેલી જીવોની વિરાધનાનું જ્ઞાન આપ્યું તરત બાળમુનિ ચેતી ગયા, કરેલી વિરાધનાનું લઘુ પ્રતિક્રમણરૂપ ઇરિયાવહિયંની ક્રિયા કરતાં સૂત્ર બોલતાં તેઓ પાપથી મુક્ત થયા. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પહોંચી ગયા. પ્રશ્ન-૫ મુનિઓ વધારે ઊનનો કેમ ઉપયોગ કરે છે? ઉત્તર-મુનિઓ રજોહરણ-દંડાસણ-ચરવળી-કામળી– આસન–સંથારો વગેરે ઉનનાં બનેલાં જ વાપરે છે. તેમાં મુખ્ય કારણ જીવદયાનું પાલન છે. ઊન જીવોને શાતા આપવા માટે, જીવોને બચાવવા અને કિલામણથી મુક્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે. બાવા-જટાધારીઓ જેમ ચર્માસનનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં હિંસા પ્રગટ અપ્રગટ છે. તેમ ઊનનું આસન સાધુ વાપરે. તેના ઉપર બેસવાથી અને કામળી કાળના સમયે શરીર ઉપર ઢાંકવાથી (અપકાય, તેઉકાય, વાયુકાય આદિ) જીવોની વિરાધના, ગમણાગમણ વખતે થતી નથી. ઊનની ગરમીના કારણે વિકલેન્દ્રિય સુધીના જીવોની વિરાધનાથી બચી શકાય છે. આમ સાધુ જીવનનો મુખ્ય ઉદ્દેશ જીવ વિરાધનાથી બચવાને ઉનના સહારે પળાય છે. કામળીકાળ–એટલે પ્રાયઃ સાંજના સૂર્યાસ્ત પૂર્વે ૨-૪-૬ ઘડીથી સૂર્ય ઉગ્યા પછી ૨-૪-૬ ઘડી સુધી વાતાવરણ તેઉકાયના જીવાવાળું હોય છે. આવા સમયે બને ત્યાં સુધી ઉપાશ્રયની બહાર ન જાય અને જવું જ હોય તો કામળી ઓઢીને જાય. ઉદાહરણ : સંથારો. મેઘકુમારે દીક્ષા લીધા પછી સંથારો વડીલોએ બતાડેલા સ્થળે પાથર્યો પણ સાધુના ગમણાગમણથી સંથારામાં ઘણી રજ આવી. તેથી મુનિ આર્તધ્યાન કરી સવારે પ્રભુવીરને ઓઘો મુહપત્તિ આપવા ગયા, કરુણાળુ પ્રભુએ પૂર્વના હાથીના ભવમાં કરેલી જીવદયાને યાદ કરાવી ફળસ્વરૂપ મુનિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy