SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ (૩૯) લલ્લિગ શ્રાવક : ઉપાશ્રયમાં સામાયિકપ્રતિક્રમણ-પૌષધ કરવા આવનારો અને એ હેતુ આખાય ઉપાશ્રયનો કાજો જયણાપૂર્વક કાઢનારો આ સાધારણ ગણાતો આરાધક આ. હિરભદ્રસૂરિજીના દૃષ્ટિપથે આવ્યો. તેના ગુણોને નવાજવા આ. ભગવંતે તેને ગુપ્ત સહાયતાઓ અપાવી સદ્ધર કર્યો. તે જ શ્રાવકે ગુરુદેવની ગ્રંથરચના માટે તાડપત્રો અને રાત્રિ લખાણ માટે સાચાં રત્નોની વ્યવસ્થા કરેલ હતી. કેવી અનુપમ શ્રુતભક્તિ! (૪૦) ચાચિંગ શ્રાવક ઃ જેમની પત્નીનું નામ હતું પાહિની અને બાળકનું નામ પડ્યું ચેંગદેવ. પરિસ્થિતિ નબળી હતી પણ જ્યારે ઉપકારી ગુરુદેવે માતાપિતાને આમંત્રી તેજસ્વી બાળક ચંગદેવની માંગણી કરી ત્યારે લાગણી તંતુઓ છંછેડાયા છતાંય પોતાનો વહાલો દીકરો વહોરાવી આ. દેવેન્દ્રસૂરિજીને સોંપી દીધો. તે બન્યા મહાજ્ઞાની હેમચંદ્રાચાર્યજી, (૪૧) ભક્તિયોગી જાવડશા : યુગપ્રધાન આ. ભ. વજસ્વામીના જમણા હાથ જેવા શ્રમણોપાસક મિથ્યાર્દષ્ટિ બનેલ શત્રુંજયતીર્થના અધિષ્ઠાયકની સામે પડી જે પતિ-પત્નીએ વીસ-વીસ વાર પ્રભુ પ્રતિમા ચઢાવ્યા છતાંય અટકેલી પ્રતિષ્ઠાને ૨૧મી વાર હાર્યા વગર પ્રતિષ્ઠા કરાવી, તેઓ બેઉ ધજા ફરકાવતાં જ દેવલોક પામી ગયા અને તરત પછી ગુરુદેવને દેવ-દેવીરૂપે દર્શન દીધાં હતાં. (૪૨) દાનેશ્વરી જગડૂશાહ : ઉપકારી ગુરુદેવ પરમદેવસૂરિજીના પડતા બોલ ઝીલનારા જગડૂશાએ વિ.સં. ૧૩૧૩ થી ૧૩૧૫ એમ ત્રિવર્ષીય દુકાળમાં પોતાના ખર્ચે ૧૧૨ દાનશાળાઓ ખોલી. જે રીતે જૈન જૈનેત્તરો માટે આઠ અબજ સાડા છ કરોડ મણ ધાન્ય દાનમાં આપ્યું છે, તે કારણથી જિનશાસનના ગગને તે સમયે ચાર ચાંદ લાગી ગયેલ તે સત્ય હકીકત છે. (૪૩) બ્રહ્મવ્રતધારી દેદાશા : ફક્ત પર્યુષણ મહાપર્વમાં ગુરુમુખે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીના અલગ-અલગ શયનખંડની વાતો સાંભળી તે જ દિવસથી આજીવનના સંપૂર્ણ ચતુર્થવ્રતની ધારણા કરનારા અને માંડવગઢમાં આખોય નવો ઉપાશ્રય પોતાના ખર્ચે સોનાની ઈંટથી ખડો કરવા સંઘ પાસે આદેશ માંગનારા તેઓ શાસનપ્રભાવક પેથડમંત્રીના પિતા હતા. (૪૪) નવકાર આરાધક પેથડશા : બત્રીસ Jain Education International વિશ્વ અજાયબી : વરસની ભર યુવાવસ્થામાં ૨૮ વર્ષની પત્ની સાથે આજીવનનાં ચોથા વ્રત લેનારા, રાજદરબારે જતાં પણ સ્વાધ્યાય પાલખીમાં બેસી કરનારા, નવકારના પરમ રાગી, શ્રુતસમુદ્ધારક અને સાધર્મિક ભક્તિથી પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન કરનારા તેમની યશોગાથા ત્યાંના રાજા અને રાણી લીલાવતીએ પણ ગાઈ હતી. (૪૫) સાધર્મિક વાત્સલ્યપૂર્ણ ઝાંઝણશા : અઢી લાખ યાત્રાળુઓ સાથે સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢી, કર્ણાવતીના રાજાના હઠાગ્રહ સામે આખાય ગુજરાતને પાંચ-પાંચ દિવસ જમાડી સાધર્મિક ભક્તિનો લાભ લેનારા તેઓ પેથડશાના સુપુત્ર હતા. સાથે પોતાના દાદા અને પિતાનો વારસો ઉજવતા જિનશાસનસેવાનાં અનેક કાર્યો કરી સ્વર્ગગમન કર્યું. (૪૬) સજ્જન મંત્રી : પાટણાધિપતિ સિદ્ધરાજ જયસિંહના મહેસૂલ ખાતાના મંત્રી, જેમણે રાજાને પૂછ્યા વગર જ ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર માટે સાડા બાર કરોડ સોનૈયા ખર્ચી નાખ્યા, પાછળથી રાજાનો કોપ ઉતારવા સાકરિયા શ્રેષ્ઠીએ તે જ રકમ ભરી આપવા તૈયારી દર્શાવી ત્યારે વિચક્ષણ આ મંત્રીએ સિદ્ધરાજને પૈસાનો મોહ ત્યાગી પુણ્યકમાણી કરી લેવા જે સમજ આપી હતી તે ઐતિહાસિક છે. (૪૭) વિમલ મંત્રી ઃ અંબિકાદેવીના કૃપાપાત્ર બનેલ યુવાન વિમલમંત્રીએ શાસનપ્રભાવના અને રક્ષાહેતુ આબુના પહાડ ઉપર જિનમંદિર નિર્માણહેતુ બ્રાહ્મણો પાસે જમીન ખરીદતી વખતે ગોળ સોનામહોરના બદલે ચોરસ સોનામહોર વાપરી નીતિમત્તા દાખવેલ. લગભગ જમીન લેવામાં જ ચાર કરોડ ત્રેપન લાખ, સાઠ હજાર રૂ।. જેવો ખર્ચ કરેલ. ગિરનાર તીર્થ સુધીનાં પગથિયાં બનાવવા પણ જે પુરુષાર્થ કરેલ તે અનુમોદનીય છે. ધર્મપરાયણ પતિ-પત્ની બેઉ દેવલોકે સિધાવ્યા હતાં. (૪૮) શાન્તનુ મંત્રી : પીઢ, સદાચારી, શાંત અને ઉદાર મંત્રીશ્વરે પોતાના પગાર રકમની બચત થકી ઊભું કરેલ નવું મકાન ફક્ત ગુરુદેવ વાદિદેવસૂરિજીની પ્રસન્નતાહેતુ ઉપાશ્રયરૂપે દાનમાં જાહેર કરી દીધેલ અને આ જ મંત્રીશ્વર થકી પતન પામેલા એક જૈનમુનિ પાછા સંયમમાર્ગમાં સ્થિર થઈ ગયેલ, જેમણે વરસો પછી પાલિતાણામાં તેમનો ઉપકારસ્વીકાર જાહેર કરેલ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy