SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ સંયમ ધર્મ ઉજાળ્યો છે. પ્રજ્ઞાજ્યોતિસમા પ્રતિભાસંપન્ન અને કાર્યશૈલીમા જીવમાત્રના કલ્યાણ માટેની ઉદાત્તમય ભાવનાને આત્મસાત કરનાર આ લબ્ધિસંપન્ન સાધ્વીરત્નોની ઉત્કૃષ્ટ અને અમરદેન યુગો સુધી પ્રેરણાનો અક્ષય સ્તોત્ર સમી બની રહેશે. અનેકાન્ત દ્રષ્ટિકળા હસ્તગત કરનાર શાસનની આ ધ્રુવતારિકાઓને લાખ લાખ વંદના!! ૪૮/૭ ક્ષમા અને વિનમ્રતાની મૂર્તિ સમા, ક્ષમાના વિશાળ સાગર જેવા આ બધા પ્રવર્તિની પૂજ્યશ્રીઓના જીવનગાન અને આ અગાઉ શ્રમણી ભગવંતો અંગેનો અત્રે ગ્રંથ દ્વારા તેમના સંયમ જીવનના મૂલ્યો અને આદર્શો, શ્રી સંઘના નિર્માણ–વિકાસ અને તેની તેજ છાયાના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. રત્નત્રયીની સાધના પ્રતિ હંમેશા જાગૃત રહેતા એવા અસંખ્ય કષાય વિજેતાઓના સંયમ જીવનની પ્રેરક ઘટનાઓને તે ગ્રંથમાં ગ્રંથસ્થ કરાયેલ છે. શ્વે. મૂ. સંઘના તમામ ગચ્છ સમુદાયના આજ્ઞાનુવર્તી પ્રભાવક સાધ્વી ચરિત્રો પ્રત્યેક જૈનના ઘરમાં સાંસારિક જીવનને સંસ્કારમય બનાવવા, ઉચ્ચત્તમ આધ્યાત્મિક જીવન તરફ લઈ જવા ઉપયોગી નિવડશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. (જીવનસાફલ્ય શમણાંનો સાક્ષાત્કાર પ્રાચીન–અર્વાચીન મંદિરોની નગરી પાલિતાણા મારું જન્મસ્થાન. આ પવિત્ર ભૂમિનાં અન્નજળથી આ શરીર પોષાયું, પણ તે જીવન–ઉછેર સંઘર્ષ અને કાળી ગરીબી વચ્ચે થયો. ઘરમાં અનાજનો દાણો ન હોય તો પણ એકાંતરા દિવસે બે-પાંચ સાધુ-બાવાઓને ભોજન કરાવવા નિમિત્તે ઘેર તેડી લાવવાની મારા પિતાશ્રી ભગુભાઈને મનમાં એક ગજબની ધૂન હતી. મારાં ધર્મપરાયણ માતુશ્રી સંતોકબા પાછલાં બારણેથી ઘરનાં ઠામવાસણ વેચીને પણ આંગણે આવેલ અતિથિઓને પ્રેમભાવથી ભોજન કરાવતાં. એ પ્રેરણાદાયી પ્રસંગો અમારાં કુમળાં મન ઉપર ઘણી ઉમદા છાપ મૂકી ગયા છે, એ જ અમારો મૂલ્યવાન વારસો છે. જૈન ગુરુકુળ હાઈસ્કૂલમાં મારા અભ્યાસકાળ દરમિયાન તે વખતના ગુરુકુળના આદર્શ ગૃહપતિ અને સન્નિષ્ઠ સમાજસેવક શ્રી ફૂલચંદ હિરચંદ દોશીએ મારી જીવન માંડણીમાં દિલ દઈને વિવિધ રંગો પૂર્યા. મારા જીવનઘડતરમાં એમના અને ડૉ. ભાઈલાલભાઈ બાવીશીના ઘણા ઉપકારો રહ્યા છે, જેની નોંધ લેવી જ જોઈએ. વતનનાં ધાર્મિક પ્રવાહો અને સાંસ્કૃતિક વહેણોએ પણ મારી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે, જે મારા જીવનસાફલ્યમાં પરિણમી. દશ-બાર વર્ષની કુમળી વયથી જ મારા ધર્મપરાયણ પિતાશ્રી સાથે સોહામણા શત્રુંજયની અસંખ્ય વાર પ્રદક્ષિણા કરી હશે. તે વખતે ગિરિરાજનાં પગથિયાં ચડતાં ચડતાં વિમલાચલગિરિ સિદ્ધાચલગિરિ ભેટ્યા રે ધન્ય ભાગ્ય હમારા....... એવાં ભાવવાહી સ્તવનોમાં મારા કાને સતત અથડાતા રહેતા મધુર સ્વરોએ મારી જિજ્ઞાસાવૃત્તિ સતેજ કરી. જિનમંદિરોમાં રાગરાગિણીથી ભણાવાતી ભાવવાહી પૂજાઓ અને ભક્તિરસથી છલોછલ ઊજવાતા અઠ્ઠાઈ મહોત્સવો, શાંતિસ્નાત્ર જેવી પૂજાઓ અને ભવ્ય અંગરચનાઓ નજરે નિહાળી. ઉજમણાં-ઉપધાનો અને છ'રી પાળતા સંઘો જોયા. કલાકો સુધી પ્રતિભાશાળી જૈન મુનિવર્યોનાં હૃદયસ્પર્શી વ્યાખ્યાનો તેમ જ આત્માને અંતરમુખ બનાવી ઊર્ધ્વગમન કરાવે એવા શાસનના વિવિધ પ્રસંગ પ્રવાહો જોઈને હૃદયમંદિરમાં ધર્મપુરુષાર્થના અનેક ભાવોલ્લાસ જાગતા હતા. શત્રુંજય તીર્થનું એક એક પગથિયું અને તેના સ્પર્શમાત્રથી કંઈક આત્માઓ ભક્તિભીની બની બોધિબીજની સન્મુખ દશાને પામી ગયા છે. એવા આ મહિમાવંત તીર્થની ભરપૂર અંજનશલાકાથી અંજિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy