________________
૫૬૪
(૫૧) દૂધનો સાર ઘી : ઘી મેળવવા માખણ, છાશ દહીં અને મૂળમાં દૂધની જરૂર પડે છે તેમ સફેદ દૂધ જેવા શ્રુતજ્ઞાનનો સરવાળો જે ચૌદપૂર્વ છે, તેનો સાર શ્રી નવકાર છે. સંક્ષેપચિ જીવો માટે નવકાર જેવું કોઈ સ્મરણ નથી, જ્યારે વિસ્તારરૂચિ જીવો માટે તે ઉપર ચિંતન-મનન જરૂરી છે.
(૫૨) કુવિકલ્પો સહેવા : કદાચ બધાય અભિગમો સાચવ્યા પછી કરેલ જાપમાં અધવચ્ચે જો મન ભટકવા નીકળે તો મનના વિચારોને સાચવવા સાલંબન ધ્યાન કરવું અને કુવિકલ્પો પ્રતિ લક્ષ ન દેવું. તિરસ્કાર પામેલ વિચિત્ર વિકલ્પો સ્વયં ઘટતા જશે.
(૫૩) વર્ણનાતીત મંત્ર : પ્રથમ પાંચ પદો જગતવંદ્યતીર્થની જાત્રા છે અને ૬૮ અક્ષર તેટલા જ સ્થાવર તીર્થોનાં નામથી સંકળાયેલા છે, તેવા મહામંત્રનો મહિમા તીર્થંકરો વદે છે ખરા, પણ સંપૂર્ણ વર્ણન કરવામાં આયુબળ, વચનબળ અને લોકોની સમજશક્તિ ખૂટતાં વાતો અધૂરી રહે છે.
(૫૪) એક નવકારવાળીનું ફળ : પૂરા નવકારના ૬૮ અક્ષર x ૭ સાગરોપમ = ૪૭૬ સાગરોપમ તેમાં નવપદના ૯, આઠ સંપદાના ૮ અને સાત ગુરુ અક્ષરના ૭ સાગરોપમ= ૨૪ ઉમેરતાં ૫૦૦ સાગરોપમનાં કર્મો વિલય પામે છે. તેથી ૧૦૮ નવકાર=૧૦૮×૫૦૦=૫૪૦૦૦ સાગરોપમ થાય છે.
(૫૫) મનનાત ત્રાયતે ઃ મનન કરવાથી ત્રાણ આપે તેને મંત્ર કહેવાય પણ મંત્ર શબ્દ મૂળ મંતૃધાતુથી બન્યો છે, જેનો ભાવાર્થ છે ગુપ્ત મંત્રણા કે ગુપ્તાનુભવ. તેમ મહામંત્ર નવકારના શબ્દોમાં પણ ગુપ્ત શક્તિઓ ધરબાયેલી છે, જેમ જેમ જપાય તેમ તેમ આત્માનુભવ વધે છે.
(૫૬) જગત્પ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ : જેને અરિહંત ગમ્યા તેને દુનિયાની શ્રેષ્ઠ ધર્મસામગ્રી ગમી, તેથી ધર્મારાધના જ વધવાની અને ફળરૂપે દુન્યવી શ્રેષ્ઠતમ વસ્તુઓ જ સામે ચડી મળવાની, ફક્ત નમો અરિહંતાણંના જાપમાં બધાય જાપ મળી જાય છે.
(૫૭) ઊંડાણમાં ખેડાણ : અકસ્માત, ભય, અંતિમ સમય અથવા કટોકટીમાં કે ઉપસર્ગો સમયે જે રીતે નવકાર એકતાન થઈ ગણતાં તાત્કાલિક ફળ આપે છે, તેમ પ્રસંગે-પ્રસંગે તે નવકારને અંત સમયનો કે અતિદુર્લભ ગણી જપવાથી શીઘ્ર ફળદાયી બને છે.
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
(૫૮) આગમિક પ્રમાણભૂત : નવકારનો દ્રવ્યાનુયોગ અનેક આગમોમાં, ચરણાનુયોગ આવશ્યક નિર્યુક્તિ તથા મહાનિશિથ સૂત્રમાં, ગણિતાનુયોગ જ્યોતિષિક આગમોમાં તથા ધર્મકથાનુયોગ જ્ઞાતા-ધર્મકથા આગમ ગ્રંથોમાં છે. બાકી વર્તમાન બધાય આગમ નવકારનો જ વિસ્તાર છે.
(૫૯) પરહિત ચિંતાકારી : નવકારના પ્રથમ પદના અધિષ્ઠાતા સવીજીવને શાસનના રસિયા બનાવવાની ખેવનાવાળા હતા. તેથી ફક્ત પરહિતભાવનાથી તીર્થંકર થઈ ગયા હતા. તેવા અરિહંતને નવકારથી ભજવાથી ભવ્ય ભાવનાઓ જાગે અને પોતાનું જ હિત થાય.
(૬૦) ફલાધિકારી : મહામંત્રના જાપનું ફળ શુભાનુગમન તે જાપકનું કર્તવ્ય છે, જેમાં તેનો અધિકાર છે, પણ તેના પછીના ફળમાં તેનો અધિકાર નથી. કદાચ બાહ્ય રિદ્ધિ-સિદ્ધિનાં ભૌતિક ફળો ન જણાય તો પણ કર્મવિગમરૂપી આંતરિક ફળની પ્રાપ્તિ તે તો જ્ઞાનીનું સત્ય વચન સનાતન છે.
(૬૧) શુભાશુભ અપેક્ષાઓ : આરાધના કરી નવકાર પાસેથી પૌદ્ગલિક સુખ કે દુઃખમુક્તિની પ્રત્યક્ષતા કરવી મિથ્યાત્વ ગણાય, પણ નવકારથી તાત્કાલિક કશુંય ન મળે તેવી અસત્ય પ્રરૂપણા કરવી તે પણ મિથ્યાત્વ છે. શ્રી નવકાર શું ન આપે તે પ્રશ્ન છે, પણ કંઈ જ ન માંગવું તે જવાબ છે.
(૬૨) પાપવિપાકનું સ્વરૂપ : સોહામણો સંસાર પાપોથી ભરપૂર છે છતાંય આકર્ષક લાગે છે, જ્યારે પાપનું ફળ દુઃખ બિહામણું હોવાથી ભયંકર લાગે છે, પ્રતિપક્ષે જેણે નવકારને ભદ્રંકર માન્યો તેને ભયંકર સંસાર પણ નવકારના પુણ્યથી ભદ્રંકર થઈ પરિણમે છે.
(૬૩) જ્ઞાન-ખજાનો : મંત્રરાજ-રહસ્ય, નમસ્કારાવલિ, નમસ્કાર લઘુ પંજિકા, લઘુ અવસૂરિ, નમસ્કાર નિર્યુક્તિ વગેરે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી અને વર્તમાનકાળે તો અંગ્રેજીમાં પણ ઠીક સારો વિસ્તાર જ્ઞાનભંડારોમાં જોવા મળે છે તે નવકારનો જ્ઞાનખજાનો છે.
(૬૪) ઘર્ષણાગ્નિ ન્યાય : બે અરણિના કાષ્ઠ કે નદીના બે પત્થર, ઘોડાના ડાબલા કે રેલગાડીનાં પૈડાં જેમ સ્વજાતીય વસ્તુના ઘર્ષણથી ચમકે છે તેમ પૌદ્ગલિક મન નવકારના પૌદ્ગલિક અક્ષરના ઘર્ષણથી જાગૃત થાય છે, તેવા સમયે આત્માએ કામ કાઢી લેવાનું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org