________________
જૈન શ્રમણ
૪૮/૫
(પ્રકાશપૂંજ સમી મહાન ક્રાંતિદર્શ આયરત્નો) કોમળતા અને લાલિત્યના કુદરતી વૈભવી વાતાવરણના કોચલા ભેદીને આ અસિધારાવ્રત સ્વીકારવા, પાળવા, નિભાવવા અને સંસારના સુંવાળા સુખોને લાત મારી નૂતન આદર્શોની એક નવી જ દુનિયા ઉભી કરવી એ એક બહુ જ મોટું ક્રાંતિકારી દર્શન જિનશાસનમાં પરાપૂર્વથી પ્રવર્તતું જોવા મળે છે.
વર્તમાન જગતમાં સુધારાના વહેતા પવનમાં “સમાન હક્ક આપો’, ‘સ્ત્રીઓને સમાન બનાવો’ વગેરે વિચારોમાં જ પાયાની ભૂલ છે. ખરેખર તો પુરુષ કરતા સ્ત્રી ક્યારેય નાની નહોતી, છે પણ નહીં, માત્ર એણે એની મર્યાદામાં રહીને જગતના દરેક ક્ષેત્રે આગવું પ્રદાન નોંધાવ્યું છે.
* જુઓ, રૂપસેનના હાથીના આત્માને સાધ્વીજીએ નગરની બહાર જઈ પ્રતિબોધ હોતો કર્યો?
* સંપ્રતિ રાજાના પૂર્વભવે ભિક્ષુકપણામાં દીક્ષા લેનાર આત્માને કૃપા કરીને એના આત્મામાં શું અનુમોદનાનો ચમત્કાર હોતો કર્યો?
ક તરંગવતી તરંગલોલાના ચરિત્રમાં એક જ્ઞાની સાધ્વીજી મહારાજે શ્રાવક વર્ગને સમજાવીને શું પ્રતિબોધ હોતા કર્યા?
* કુબેરદત્તા સાધ્વીજીએ વેશ્યાના ઘરે ઉતારો લઈને પારણે ઝુલતાં બાળકને અઢાર નાતરાની સઝાય કહીને શું તેના મા-બાપને ચોટદાર રીતે પ્રતિબોધ કરી ઉપકાર નહોતો કર્યો?
* શય્યાતર શ્રાવિકાને ત્યાં મોટા થયેલા વજસ્વામી ઘોડીયામાં સૂતા સૂતા સાધ્વીજીના મુખેથી સાંભળીને શું અગિયાર અંગો હોતા ભણ્યા?
* ગિરનારની ગુફામાં મુનિ સ્થનેમિ જ્યારે ચારિત્રથી વિચલિત થયા ત્યારે સાધ્વી રાજીમતિએ તેમને સંયમમાર્ગે સ્થિર હોતા કર્યા?
જિનશાસનમાં આવા તો અનેક દાખલા સાક્ષી પૂરે છે.
કેટલાક શાસ્ત્રો તો સ્ત્રીઓમાં કામશત ગુણ છે એમ કહેતા, સ્ત્રીઓ રત્નગર્ભા છે એટલું સ્વીકારતા, સંયમનો કઠિન માર્ગ એમના માટે અકથ્ય છે એવું પણ સૂચવતાં, પરંતુ જિનશાસને એ વિચારધારામાં તુમૂલ યુદ્ધ મચાવી પરિવર્તન લાવી દીધું છે. આ ઘટના પણ ઇતિહાસમાં નોંધપાત્ર છે.
(સમર્પણ ભાવ અને સંકલ્પશક્તિ) જૈનશાસનમાં સમયે સમયે એવા સમર્થ શાસનપ્રભાવિકા સાધ્વીરત્નો નીકળ્યાં-જેઓએ પુષ્ય આચ્છાદિત શૈય્યા કે રેશમી ગાલીચાવાળી ભૂમિ ઉપર ચાલ્યા પછી એકાએક પૂર્વના કોઈ પુણ્યોદયે દોમદોમ સાહ્યબી અને શ્રીમંતાઈમાંથી બહાર નીકળી કઠીન એવાં સાધ્વીવ્રતો પાળી દુનિયાને આશ્ચર્યથી સ્તબ્ધ કરી દીધી. સમયકાળના ધસમસતા પ્રચંડ પુરની સામે હિમાલય જેવી મક્કમ તાકાતનું વિરલ દર્શન કરાવ્યું.
ભોગ, વૈભવ અને ઐશ્વર્યની અસારતાનો ખ્યાલ આવી ગયો એટલે તો ગુજરાતના એક વખતના મહામંત્રીશ્રી કપર્દિની એકની એક અત્યંત સ્વરૂપવંતી લાડકી પુત્રી જે રોજ કરોડ સોનામહોરોના દાગીના પહેરી યુવાન સખીઓ સાથે સુખ સમૃદ્ધિમાં જ હંમેશા મસ્ત રહેનારી પૂર્વભવના પાવક સંસ્કારોએ મહાન પ્રભાવકશ્રી આર્યરક્ષિતસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org