________________
જૈન શ્રમણા
૫૫૩
શ્રમણભૂઝી વિવેચન
–ડૉ. મુકુન્દ કોટેચા જૈન ધર્મ અને શ્રમણ પરંપરા ઐતિહાસિક સંદર્ભ-શ્રમણ સૂત્રના પ્રેરક વિનોબાની મનોકામના અને વરણીજીનો અભ્યાસપૂર્ણ પુરુષાર્થ મહાવીર સ્વામીની આગમગાથાના સાગરમાંથી શ્રમણ સૂત્રની ગાગર. ભગવદ્ગીતા અને ધમ્મપદ સમું જૈનધર્મસારનું આંશિક સંકલન એટલે શ્રમણસૂત્ર.
આત્મનિષ્ઠાની પ્રતિષ્ઠા સતત પ્રસ્થાપતા શ્રમણ સૂત્રને મૂલવવાની લેખકની સાધકમાર્ગી ચતુઃસૂત્રી વિવેચના-વિવેચનના ચાર સ્તંભો; ૧ સાધક સ્વરૂપ વિચાર, ૨ સાધ્ય નિર્ણય, ૩ સાધનાની મીમાંસા અને ૪ આખરી સમાધાન અપાવતી આત્મસિદ્ધિ-નિર્વાણસ્થિતિ.
શ્રી મહાવીરસ્વામી પ્રણીત તત્ત્વદર્શન એક અનુભૂતિ અનેકાન્ત દૃષ્ટિ એ તેની અભિવ્યક્તિ. સત્યાગ્રહીનું રૂપાન્તર સત્યગ્રાહીમાં થવું ઘટે-વિનોબાની કબૂલાત.
આ લેખની રજૂઆત કરનાર મુકુન્દરાય દુર્લભજી કોટેચા, અમરેલી જિલ્લાના મોટા સમઢિયાળા ગામના વતની છે. જન્મ તા. ૨૬ જુલાઈ, ૧૯૪૫.
૧૯૬૨ એસ.એસ.સી. અને ૧૯૬૬ તત્ત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ગમાં પ્રથમ, ૧૯૬૮ એમ.એ. ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ગ સાથે ૧૯૭૮ મહર્ષિ રમણની તત્ત્વદૃષ્ટિ-શોધપ્રબંધ' ગુજ. યુનિ. દ્વારા પીએચ.ડી. એનાયત. ૧૯૬૭થી ૧૯૭૩ એમ.એન. કોલેજ વિસનગરમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૭૩થી ૨૦૦૪ એમ.પી. શાહ આર્ટ્સ-સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં વ્યાખ્યાતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એસ.વી.પી. યુનિ. મુલાકાતી પી.જી. વિભાગમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા-પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપક-બોર્ડ ઓફ સ્ટડીમાં ચેરમેન-૨૦૦૫ સુધી.
પુસ્તક પ્રકાશન :-“મહર્ષિ રમણની તત્ત્વદૃષ્ટિ-શોધપ્રબંધ' પુસ્તક ને સાહિત્ય અકાદમીના ૧૯૮૦ના વર્ષનું પારિતોષક પ્રાપ્ત. ગુજ. ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા :–ભારતીય સંસ્કૃતિની તાત્ત્વિક ભૂમિકા, બર્ટાન્ડ રસેલનું તત્ત્વજ્ઞાન, જગતના વિદ્યમાન ધર્મ; વગેરેનું પ્રકાશન.
| સ્વપ્નિલ પ્રકાશન દ્વારા : રેડિયો ટોક ને રત્નકણિકાઓનું પ્રકાશન-પ્રભાતી પારિજાત, મહર્ષિ વિનોબાની આધ્યાત્મિક જીવષ્ટિ, મનન, સ્કરણ, અધ્યાત્મના આરાધકો, તાત્ત્વિક નિબંધમાળા, પ્રારંભિક તત્ત્વચિંતન ઉપરાંત પાશ્ચાત્ય તત્ત્વચિંતનનું પ્રકાશન.
વિવિધ શોધ પેપર લેખન :-અધિવેશનમાં વાચન-પઠન નૈતિકતા વૈયકિતક અને સામાજિક-બિન સાંપ્રદાયિકતા એટલે ધર્મ વિરોધતા નહીં–બર્ટ્રાન્ડ રસેલ રહસ્યવાદ વિશેના વિચારોની ક્ષમાલોચના-જે કૃષ્ણમૂર્તિની સત્યતત્ત્વ મીમાંસા-મહર્ષિ રમણનું ભારતીય રહસ્યવાદમાં પ્રદાન-શ્રમણ બ્રાહ્મણ પરંપરા પંડિત સુખલાલજીની અધ્યાત્મ વિચારણા-શ્રીકૃષ્ણનું જીવનદર્શન.
ગુજરાત તત્ત્વજ્ઞાન પરિષદમાં ચાર વર્ષ માટે મંત્રી. તત્ત્વલોક ૨૦૦૪થી પ્રમુખ, તા. ૩૦-૯-૨૦૦૫થી સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ-આત્મ-સંશોધન.
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org