________________
૫૩૮
વિશ્વ અજાયબી :
જિનશાસન પ્રભાવક : ગુરુઆજ્ઞાધારક પ.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરીશ્વરજી
જન્મ : વિ.સં. ૨00૯
ચૈત્ર વદ ૯, સોમવાર તા. ૯૩-૧૯૫૩ દારદા
મોતીબાગ માતા : તુલસીબાઈ (સા.
તીર્થશ્રીજી મ.સા.) પિતા : બળવંતરાજજી
ધનરાજજી કોઠારી (પૂ. મુનિ વીરસેન
વિજયજી મ.). દીક્ષા વિગત : વિ.સં. ૨૦૨૯, વૈશાખ સુદ-૫, તા. ૭-૫
૧૯૭૩ આચાર્યપદ : વિ.સં. ૨૦૫૬, ફાગણ સુદ-૭ તા. ૧૨-૩. ૨૦૦૦, શ્રી ૧૦૮ શંખેશ્વર કાળધર્મ : વિ.સં. ૨૦૬૪ પોષ સુદ ૬ તા. ૧૪-૧-૨૦0૮,
ગુંદેચા ગાર્ડન, લાલબાગ, મુંબઈ એ દિવસે મકર સંક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી.
પ.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમના મોટા દીકરા પ.પૂ.આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરિજી મ.સા. જેઓ સરલહૃદયી, મિલનસાર સ્વભાવ, દરેક જીવપ્રત્યે અંતરની લાગણી, હંમેશા હસતું મુખડું એમના જીવનમાં અમીરગરીબનો ભેદ ન હતો. પરદુઃખભંજન, વ્યવહારદક્ષ, જિનશાસન પ્રભાવક, સહુના વહાલા, ગુરુઆજ્ઞાધારક, તેઓએ પણ દેશોદેશમાં વિચરી ખૂબ શાસન પ્રભાવના કરી છે.
સ્નેહભરી આત્મીયતા વાણીની મીઠાશ, પુષ્પપાંખડી જેવું કોમળ હૈયુ હતું. નિરાભિમાન અને નિર્લેપતાના ગુણોને વિકસાવ્યા હતા.
જ્ઞાનોપાસના જોરદાર હતી. સંસ્કૃત-પ્રાકૃત-ન્યાયશાસ્ત્ર આદિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. છેલ્લે મુંબઈ પ.પૂ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની સાથે વાલકેશ્વરમાં ચાતુર્માસ રહ્યા અને ગુંદેચા ગાર્ડનની પ્રતિષ્ઠા નિમિત્તે ત્યાં પ્રવેશ કર્યો અને મહોત્સવની શરુઆત થઈ
કુંભસ્થાપન દિપક સ્થાપન કરાવી અને બીજે દિવસે રાત્રે ૧૧ વાગે મુમુક્ષુ આત્માને સંયમની અસારતા સમજાવતાસમજાવતાં, સમાધિપૂર્વક આ પાર્થિવદેહનો ત્યાગ કર્યો. ફૂલની જેમ ખીલી અચાનક કરમાઈ ગયા. જીવન એવું જીવી મૃત્યુને શરમાવી ગયા. કાયમ માટે રડાવી સૌના આંસુમાં વણાઈ ગયા. અકાળે અસ્ત પામી, અનંતની યાત્રાએ નીકળી ગયા. પ.પૂ. વીરવિજયજી મ.સા. ૫.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરિજી મ.સા.ના ચરણોમાં શતઃ શતઃ વંદના. સદ્દગત આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુ શાંતિ અર્પે.
વિરલતા, નિસ્પૃહતા, સરલતા, સમતા એ ત્રણેનો સંગમ પૂજ્યશ્રીમાં સહજ શોભાયમાન હતો જ. પ્રેમભરી પુષ્પાંજલી. પૂ. બાલમુનિશ્રી ભાગ્યચંદ્ર વિજયજી મ., સા. અમીરસાશ્રીજી મ. (દારવ્હાવાળા) સા. રાજરત્નાશ્રી મ.ની ભાવભીની સદૈવ નતમસ્તકે અશ્રુભીની વંદના. દયા-દર્શન-વિધુત-ધર્મ-તીર્થ પરિવારની વંદના
સૌજન્ય : પ. પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી યોગેશભાઈ જયસુખલાલ સંઘવી, મોરબીનિવાસી--હાલ મદ્રાસ શાસન શણગાર : ધ્યાનયોગના પ્રખર અભ્યાસી પ.પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
માનવભાવ એટલે મોક્ષમાં જવાનું એકમેવ જંકશન..આવો માનવભાવ મળવો અતિ દુર્લભ છે. પરંતુ પૂર્વ પુણ્યોદય હોય તોજ માનવભવ મળે. એમાંયે આર્ય દેશ, આર્યવંશ, જૈન ધર્મ, જૈન ધર્મનિષ્ઠ માતા-પિતાનું કુટુંબ તો પૂર્વભવના કરેલા મહાન પુણ્યપ્રભાવે જ મળે. તેમાં પણ સંસાર છોડવાનો વિચાર આવે, સાધુ થવાનું મન થાય તે તો અતિદુર્લભ કહેવાય...પરંતુ આ આચાર્યપદ ધારક આત્મા માટે આવું જ
કંઈક બન્યું.
જે શંખેશ્વર મહાતીર્થની પરમપાવનીય ભૂમિ ઉપર આચાર્ય પદવી સમારોહ થયો તે ભૂમિ સાથે જોગાનુજોગ કેવું લેણું નીકળ્યું છે તે આપણે જોઈએ. જ્યાં ૨૨માં શ્રી નેમિનાથજી અને ભાવી તીર્થકર શ્રી કૃષ્ણજી જે મથુરાના યાદવ વંશના કહેવાય, તે શુભ આત્માઓ આ ધરતી ઉપર પધારી, પાવનીય ભૂમિ બનાવી તેજ મથુરાથી અને યાદવવંશથી જેમનાં પૂર્વજો રાજસ્થાનના રાજાઓના રાજપાટમાં કોઠારી તરીકે શુભપદ પામ્યા, તેવા પૂર્વજોને આ. ધર્મઘોષસૂરિજીએ વિ.સં. ૧૧૦૦ની સાલમાં ઋષભદેવના દરબારે જૈન ધર્મનો સ્વીકાર કરાવ્યો.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org