________________
જૈન શ્રમણ
મહાવીર જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે ચોથા આરાના ફક્ત ૮૯ પક્ષો બાકી હતા. બીજી રીતે વિચારતાં ૧૦ કોટાકોટિ સાગરોપમની એક અવસર્પિણી કે ઉત્સર્પિણી જેવો વિરાટ કાળ, તેમાં ફક્ત ૪૨ હજાર વરસ ઓછાં, એક કોટાકોટિ સાગરોપમ કાળ સુધી જ તીર્થંકર ભગવંતનું શાસન અને મોક્ષમાર્ગ ચાલે છે. બાકી વીસ કોટાકોટિ સાગરોપમના વિરાટ કાળચક્રમાં ૧૮ કોટાકોટિથી વધુ સમયકાળ કરુણાવંત તીર્થંકર ભગવાન વિનાનો ભરત અને ઐરાવતક્ષેત્રમાં વીતે છે. ફક્ત મહાવિદેહમાં સદાય માટે ચોથા આરા જેવું વાતાવરણ હોવાથી ત્યાં જન્મ લેનાર તે જ ભવમાં કોઈ પણ સમયે મુક્તિ પામી શકે છે, જો તે આત્મા ચરમભવી હોય તો. ઉપરોક્ત વિગતોથી ધર્મ અને મોક્ષ પુરુષાર્થની દુષ્કરતાનો પરિચય મળી શકે છે.
(૪) ગુણસ્થાનક વિચાર : ગુણવિકાસમાં શું પ્રગતિ સાધી છે તેનો તાત્ત્વિક વિચાર ફક્ત જૈનદર્શનમાં જોવા મળે છે. જીવની આંતરિક કે આધ્યાત્મિક પ્રગતિને ૧૪ વિભાગમાં વિભાજિત કરતાં સંયમી આત્મા ચારિત્ર લીધા પછી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે ચઢાવ-ઉતાર કર્યા કરે છે. પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત તરીકે ઓળખાય છે, જ્યારે પ્રગતિ પામી ૧૧મે ગુણઠાણે પહોંચે તો અવશ્ય પતન પામે અને જો દસમા ગુણઠાણાથી સીધા ૧૨મા ગુણસ્થાનકે જાય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાની બની ૧૩ ગુણસ્થાનકે પહોંચે છે. કેવળજ્ઞાન થયા પછી નિદ્રા નથી હોતી અને તે જ ભવમાં મુક્તિ મળે છે. કેવળીઓ પણ તીર્થંકર, ગણધર, સામાન્યકેવળી, અંતકૃતકેવળી, મૂકકેવળી વગેરે પ્રકારોથી વ્યવહારમાં અલગ રીતે ઓળખાય છે, પણ જ્ઞાન તેઓનું એક સમાન હોય છે. ગૃહસ્થોને દેશવિરતિ સંયમ સ્વીકારે ત્યારે માંડ-માંડ પાંચમા ગુણઠાણાની સ્પર્શના હોય છે. તેથી સંયમી આત્માઓ સંસારીઓ કરતાં સદાય પૂજનીય રહ્યા અને રહેવાના.
(૫) પાંચ મહાવ્રતધારીઓ : શ્રમણપણું ત્યારે જ મળે છે જ્યારે પૃથ્વી વગેરે છ કાય જીવોની હિંસા ટાળવાના મનોરથ થાય. સદા માટે સત્ય બોલવા જીભ પ્રેરાય, અનીતિચોરી વગેરેના વિચારો પણ ન આવે, વિજાતીય સ્ત્રી કે પુરુષ સાથેના વિકારી કાયાદિક સંબંધો અને ભૌતિક સુખ પ્રતિ વૈરાગ્ય જાગે, ઉપરાંત આહાર-ઔષધ અને ઉપધિ જેવાં ઉપકરણો છોડી ઘર જેવાં મકાન-દુકાનની માયાજાળથી જીવ જ્યારે પર બને. જીવનાંત સુધી રાત્રિભોજન, જે નરકગતિનો
Jain Education Intemational
૫૦૩
દરવાજો છે તેનો ત્યાગ થાય, સાધુ-સાધ્વીઓને કાચાપાણી, અગ્નિ અને વિજાતીય સ્ત્રી-પુરુષનો સ્પર્શ પણ હોતો નથી. રાજગૃહીમાં એક કઠિયારાની દીક્ષા પછી લોકસમાજમાં ચાલેલ નિંદા-કુથલીનો ત્યાગ કરાવવા અભયકુમાર મંત્રીએ તે બાબત ટુચકો કરી લોકોમાં સાધુધર્મની શ્રેષ્ઠતા સાબિત કરી હતી અને સુધર્માસ્વામીનો જયજયકાર કરાવ્યો હતો. જ્યાંસુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ ધર્મ અને ધર્મીઓ ન ઓળખાય. આ પાંચ વ્રતોને મહાવ્રત કહેવાય છે, કારણ કે બ્રહ્મચર્ય છોડી બાકીનાં ચાર મહાવ્રતો પણ અપવાદ ત્યાગી ઉત્સર્ગથી આજીવન પાળી માનવભવને કસોટીએ ચઢાવવા માટે ગ્રહણ કરાય છે, આદરથી પળાય છે. જ્યારે ચોથાવ્રતના પાલનમાં તો અપવાદ પણ નથી.
(૬) લોકોત્તર સંબંધો ઃ સાંસારિક માતા-પિતા, દાદા-દાદી, મામા-મામી કે કાકા-કાકીના સંબંધોનો સંસાર ત્યાગી જે ભવ્યાત્મા મહાભિનિષ્ક્રમણ કરે છે, તેના સંબંધો પિતા-પુત્રની જેમ ગુરુ-શિષ્ય અને ભાઈની જેમ ગુરુભાઈઓ સાથે હોય છે. અહીં લોહીના અને લાગણીના લૌકિક સંબંધો નથી હોતા, પણ પારમાર્થિક પરત્થકરણનાં જોડાણો હોય છે. ગણધરશ્રેષ્ઠ જેઓ ઊભડક પગે બેસી દેશના શ્રવણનો વિનય જાળવતા હતા, તેમને પણ પરમગુરુ મહાવીર પ્રભુ ઉપર પ્રશસ્ત રાગ હતો ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપસ્યું ન હતું. પ્રભુશાસનની સાધુજીવનની દવિધ ચક્રવાલ સામાચારીઓ, જયણાઓ, ભિક્ષા, લોચ, યોગોદ્દહન, પઠનપાઠનાદિની વ્યવસ્થા જ એવી છે તે તેના સમ્યક્ આચરણથી અશુભકર્મોની સ્વયંભૂ નિર્જરા થાય અથવા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન, કારણ કે અહીં એક પણ જીવનો તિરસ્કાર નથી હોતો. જ્યારે સાંસારિકોને સ્વાભાવિક જડનો રાગ અને જીવનો દ્વેષ સતાવતો હોય છે.
(૭) ભિક્ષાચર્યા : એક કરોડ બાણું લાખ સ્ત્રીઓનો પરિવાર છોડી સંયમ લેનાર ચક્રવર્તીઓ કે સ્વયં તીર્થંકરો પણ જ્યારે પોતાની ગોચરી માટે ભ્રમણ કરે છે ત્યારે દેવોનાં મસ્તક પણ ઝૂકી પડે છે. જ્યાં પાણી માગતાં દૂધ મળે તેવી જાહોજલાલી છોડી જંગલને મંગલ બનાવનાર એક સાધુ ક્ષુધા-તૃષા શમાવવા ઘેર-ઘેર અને ઠેર-ઠેર ભિક્ષા માટે વિચરે છે ત્યારે આદરથી વહોરાવનાર ચારિત્ર મોહનીય કર્મો ખપાવે છે. કોઈક વળી ભોગવાંછિત પૂજા કરી સ્વાર્થ સાધે છે. ક્યાંક માનાપમાનની ઘટનાઓ પણ બને છે. જ્યારે,
For Private & Personal Use Only
www.jainelibrary.org