________________
જૈન શ્રમણ
સંવેદનાનો ધબકાર એમનું હૃદય સતત અનુભવતું હતું. એ સાધુ તરીકે, સંશોધક તરીકે અને સર્વકોઈના કલ્યાણને ઈચ્છનાર તરીકે સર્વત્ર આદર પામ્યા. ૮૭ વર્ષે પણ એમની પ્રાચીન ગ્રંથોની ઉપાસના અને એના ગહન મર્મનું નિરૂપણ એટલું જ અપ્રમત્તભાવે ચાલું રહ્યું. એમના પિતા સુશ્રાવક શ્રી ભોગીલાલભાઈ તે મુનિ ભુવનવિજયજી મહારાજ સદૈવ પોતાના જીવન પરનો અગાધ ઉપકાર કરનાર માતા-પિતા અને ભગવાન પ્રત્યેનો ઋણભાવ અભિવ્યક્ત કરતા હતા.
પ્રસિદ્ધ દાર્શનિક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ લખેલાં ‘સન્મતિપ્રકરણ ગ્રંથ’ પર પં. સુખલાલજી અને પં. બહેચરદાસ દોશીએ સાત વર્ષના અથાગ પરિશ્રમથી તૈયાર કરેલા સન્મતિપ્રકરણ ગ્રંથના ટીકા સાથેના સંપાદન વિશે જ્યારે યુવાન સાધુ જંબૂવિજયજીએ એની કેટલીક ક્ષતિઓ વિષે ધ્યાન દોર્યું, ત્યારે આ બંને મહાપંડિતોને આશ્ચર્ય થયું અને એમાંથી આનંદરૂપ ઘટનાએ સર્જાઈ કે પંડિત સુખલાલજીએ પુણ્યવિજયજી મહારાજને કહ્યું કે ‘દ્વાદશા નયચક્ર'નું સંપાદન મુનિરાજ જંબૂવિજયજી કરે.
ચોથા સૈકામાં થયેલા જૈનાચાર્ય મલ્લવાદિક્ષમણે બાર
પ્રકારના દાર્શનિક મંતવ્યોની વિશેષતા અને મર્યાદા દર્શાવીને અંતે એ સર્વને સમાવી લેતા અનેકાંતવાદની ચર્ચા કરી છે. આ ગ્રંથની મૂળ હસ્તપ્રત નહોતી મળતી, પરંતુ એના પર લખાયેલી ટીકાઓને આધારે ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને મુનિરાજ જંબૂવિજયજી પાસેથી એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ ઉપલબ્ધ થયો. વીસ-વીસ વર્ષ સુધી અખૂટ ધૈર્યથી એમમે આનું સંશોધનકાર્ય કર્યું અને જરૂર ઊભી થતાં ‘ભોટ' નામની પ્રાચીન તિબેટી ભાષા અને લિપિનો પણ અભ્યાસ કર્યો.
આમ સંશોધન જે ભાષાની પારંગતતા માગે તે ભાષામાં મુનિરાજશ્રી પારંગત થઈ જતા હતા. ફ્રેન્ચ, અંગ્રેજી. જર્મન, જાપાનીઝ, સિંહાલી, પાલી અને તિબેટીયન ભાષામાં તેઓ નિપુણ હતા. વળી જ્ઞાનોપાસના સતત ચાલતી રહે તે માટે તોઓ મુખ્યત્વે કોઈ નાના ગામમાં ચાતુર્માસ કરતા, જેથી સાધુજીવનનું નિરતિચાર સંયમજીવન ગાળવાની સાથોસાથ તેઓનું શાસ્ત્ર અધ્યયન અને સંપાદનનું કાર્ય નિર્વિઘ્ને ચાલ્યા કરે. તેઓશ્રીના દર્શને જનારને એમની આસપાસ પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતો જોવા મળે.
આવનાર વ્યક્તિ સાથે એ શ્રુતજ્ઞાનના મહિમાની વાત કરતા હોય અને ઉચ્ચ પાંડિત્યની સાથે એમના હૃદયમાં પરમ કલ્યાણની ભાવના વસતી હતી. આથી જ પાંજરાપોળના કાર્ય તરફ કે ગરીબ અને દુઃખી સાધર્મિકો તરફ પણ એમની કરુણા વહેતી હતી.
Jain Education International
૪૯૯
જાપાન, ઈંગ્લેન્ડ, જર્મનીમાં પ્રાચીન ભારતીય શાસ્ત્રો વિશે સંશોધન કરનારી ઘણી વ્યક્તિઓ એમની પાસે આવતી અને દિવસોના દિવસો સુધી એમની સાથે રહીને એમના પાંડિત્ય અને પાવનત્વ બંનેનો અનુભવ કરતી. આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે આગમ સંશોધનના મહાકાર્ય દ્વારા ઉત્તમ ગ્રંથો આપ્યા હતા, તે પરંપરાને મુનિરાજશ્રી જંબૂવિજયજીએ એક વધુ ઊંચા સોપાને પહોંચાડી. ‘અનુયોગદ્વાર’ સૂત્ર જેવો આગમનો ઉકેલવાની ચાવી સમો ગ્રંથ એમણે આપ્યો, તો હરિભદ્રસૂરિની કૃતિ ધર્મબિંદુ’નું સંપાદન કર્યું. કણાદના વૈશેષિક સૂત્રોના અર્વાચીન પાઠ સામે તેમણે પ્રાચીન પાઠ શોધી આપ્યા, સંશોધન માટેનો શ્રમ, ચીવટ, ખંત એ બધુ તો હતું, પરંતુ એમની પાસે એક ત્રીજી આંખ હતી જે સંશોધન સમયે મૂળ ગ્રંથના મર્મને કે એની ખૂટતી કડીને ઉજાગર કરી આપતી.
વિપુલ હસ્તપ્રતો ધરાવતા જૈન ગ્રંથભંડારોમાં રહેલા જ્ઞાનવારસાની સાચવણી માટે એમણે અપ્રતિમ પ્રયાસો કર્યા. વિશ્વપ્રસિદ્ધ જેસલમેરના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરવા માટે રાજસ્થાનના રણપ્રદેશની કારમી ગરમી અને ફૂંકાતી લૂ વચ્ચે આ ગ્રંથભંડારને વ્યવસ્થિત કર્યો અને એ રીતે ભારતના જ્ઞાનવારસાને
જાળવવાનું કાર્ય કર્યું. એ જ રીતે લીંમડી, ખંભાત, પાટણ, પૂર્ણ જેવાં સ્થળોએ રહીને એમણે માઈક્રો ફિલ્મીંગ કે ઝેરોક્ષ દ્વારા એ જ્ઞાનસમૃદ્ધિને જાળવી લીધી.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ બ્રિટિશ લાઈબ્રેરીમાં રહેલી ૧૫૦૦ મૂલ્યવાન હસ્તપ્રતોનું કેટલોગ કર્યું ત્યારે જૈન ધર્મની તમામ સંપ્રદાયના અગ્રણીઓએ એક અવાજે કહ્યું કે આની પ્રસ્તાવના (ફોરવર્ડ) લખવા માટે સૌથી યોગ્ય અધિકારી મુનિરાજ જંબૂવિજયજી મહારાજ છે અને તેઓએ વિદેશમાં રહેલી જૈન હસ્તપ્રતના કાર્ય માટેનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું.
તેઓ એમના હસ્તાક્ષર કરતા ત્યારે જૈન મુનિ જંબૂવિજય' એમ લખતા. પદ કે પ્રસિદ્ધિ એમને સ્પર્શી શકે એમ નહોતા અને તેથી અનેક સંઘોએ એમને ઉપાધ્યાય કે આચાર્ય જેવી પદવી આપવા માટે આગ્રહ કર્યો છતાં એનો સતત ઇન્કાર કર્યો હતો.
સાધુજીવનની પ્રત્યેક ક્રિયાનું ચૂસ્તરૂપે પાલન કરીને એમણે કરેલા શ્રુતોપાસનાના મહાભારત કાર્યો આજે અનેકને માટે પ્રેરણારૂપ છે. નવ વખત શ્રી સમેતશીખર તીર્થની ચાલચા ચાલતા યાત્રા કરી અને બદ્રીનાથથી સમેતિશખર તીર્થની બે હજાર કિલોમીટરનો એમણે કરેલો વિહાર અવિસ્મરણીય છે. તેઓ જિનભક્તિ કરતા હોય ત્યારે એમની તન્મયતા જોઈને સહુ સાધકોને ભક્તિની લીનતાનો અર્થ સમજાતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org