SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ સ્વાકારવાનું....હજુ જો શક્ય હોય શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાનું...હજુ જો શક્ય બને ચૌવિહાર છઠ્ઠ કરી શત્રુંજયની ૭ યાત્રા કરી સંસારને સિમિત કરવાનું...પણ....ના...ના...કંઈક તો કરવું જ જોઈએ. શું આ રીતે જ મૃત્યુના મુખમાં ચાલ્યું જવાનું. પાઠશાળામાં ગુરુજીએ શીખવાડેલું આત્મા અનંત શક્તિનો સ્વામી છે. તે શક્તિને પ્રગટ કરી મનુષ્ય ધારે તે કરી શકે...તો શું આ શક્તિ પ્રગટ કરવા હું સક્ષમ નથી? જે થવું હોય તે તે થાય અને વળતા જ દિવસે પરિવારને સહજ પણ ગંધ આવે રીતે ઘરનો ત્યાગ કરીને ગુણશી નીકળ્યો. ગાડામાં...મોટરમાં...આગબોટમાં.... સ્ટીમ્બરમાં....છેલ્લે આકાશમાં બેસીને મહામુશ્કેલીએ પાલિતાણા પહોંચ્યો પણ ખરી મુશ્કેલી તો હવે શરૂ થઈ. આ જીવિત કંકારને (તો પણ કોણ રાખે રહેવા માટેની તો વાત જ શું? છેવટે એક ઉપાશ્રયમાં પહોંચ્યો....મહાત્માને વંદન કર્યા અને સંયમ પ્રદાન માટે વિનંતી કરી. પણ આ સ્થિતિમાં સંયમ કોણ આપે. બીજા દિવસે સવારે સંયમના સેમ્પલ સ્વરૂપ પોષહ ગ્રહણ કર્યો. પણ મ.સા.એ સ્પષ્ટ મનાઈ કરી અહીં તમારે પોસહ લેવો નહીં અને આ ઉપાશ્રયમાં રહેવું નહીં”. વાત સાચી જ હતી. કોઈક અજાણ્યો વ્યક્તિ આ રીતે ઘરથી ભાગીને આવે અને અકસ્માત સ્વધામ પહોંચી જાય તો જવાબદારી કોની? વળી આ મહારોગની હવા પણ કોઈને લાગી જાય તો તે પણ રોગથી ઘેરાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના હતી. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. ગુણશીએ તે જ પોષહ ગ્રહણ કર્યો અને ઉપાશ્રયની બહાર સ્થાન ગ્રહણ કર્યું. ગુરુ મ.સા.ને વિનંતી કરી પૂજ્ય હું તળેટી જાઉં છું આશીર્વાદ આપો. ગુરુ મ.એ સશંક આશીર્વાદ તો આપ્યા પણ મનમાં વિચાર્યું આ મારો અંતિમ આશીર્વાદ તો નહીં હોય ને? એ ગુણશી ખુશાલ ભવનથી તળેટી તરફ ચાલ્યો. ઓ કર્મરાજ! સાવધાન! સાવધાન! આજ તારી સાથે ટક્કર લેનાર મહામાનવ અડગ ડગ ભરી રહ્યો છે. જોઈએ વિજય કોનો થાય છે. એક તરફ કર્મ છે અને બીજી તરફ અતુટ શ્રદ્ધાથી પરિપૂર્ણ હૃદય છે. ગુણશી તો આદીશ્વર દાદાનું...શત્રુંજય મહાતીર્થનું અને નમસ્કાર મહામંત્રનું શરણ સ્વીકારી આગળ વધી રહ્યો છે. ક્યારેક શ્વાસ ચઢી જાય છે, ક્યારેક દમ દમ તોડી નાંખેછે, ક્યારે ખાંસી માઝા મૂકે છે...તાવ મહારાજે પણ ગુણશીના શરીર પર કબજો જમાવ્યો છે. બન્ને પગ હડતાલ પર ઉતરવાની કોશીશમાં છે. આખું શરીર આ અત્યાચાર પર બંડ પોકારી રહ્યું છે. તો પણ લથડાતા પગે અથડાતો-ઠોકરો ખાતો જેમતેમ એક-સવાકલાકે તળેટી Jain Education Intemational ૪૯૩ પહોંચ્યો અને મૂર્છિત થઈ ઢળી પડ્યો. ત્યાં તો હાહાકાર મચી ગયો. મૃત્યુ એક કદમ આગળ હતું. થોડીવાર સ્વસ્થ થતા પોતાને ગિરિરાજની ગોદમાં છે એમ અનુભવ કર્યો. હવે જો મૃત્યુ આવે તો આ ક્ષણે જ સ્વીકારવા તે તૈયાર હતો. એવી ધન્યપળો ભાગ્યમાં ક્યાંથી પણ વિધિને તો કંઈ જુદું જ કરવું હતું. ગુણસીએ બાબુના દેરાસર જવા પગ ઉપાડ્યા હવે કંઈ પાછું જવાય એવું તો હતું નહીં. મૃત્યુ ઘંટના ટંકાર વધારે ઘેરા બનતા હતા. અત્યંત બેહાલદશામાં લગભગ અડધા કલાકે ગુણશી પહોંચે છે બાબુના મંદિરે ત્યાં જ યમદૂતના હાથના સ્પર્શ સમાન મૂર્છાથી પડી જાય છે એક તરફ મોંમાંથી ફીણ નીકળે છે બન્ને આંખો પહોળી થઈ ગઈ. મૃત્યુના સમાચાર ચોમેર પ્રસરી ગયા. પુજારીઓ અને માણસો ભેગા થયા સૌ પરસ્પર પૂછવા લાગ્યા ભાઈ! કોણ છે આ? શું થયું? જેટલા મોં એટલી વાત થવા લાગી. સૌના આશ્ચર્ય વચ્ચે ગુણશીએ આંખ ખોલી, થોડી સ્વસ્થતા આવી લોકો વિખરાયા. કેટલાક પરોપકારી માણસોએ સલાહ આપી...સૂચના આપી...પણ ગુણશીનું મન તે વખતે અત્યંત લીન હતું. આદીશ્વરદાદાના ચરણોમાં એ તો તૈયાર જ હતો મૃત્યુનું સ્વાગત કરવા પણ મૃત્યુ પોતે જ હાથતાળી આપી જે નડતું રહેતું. ગુણશીની શ્રદ્ધા આજ શરણે ચઢી હતી. તેણે પોતાનું સઘળું અસ્તિત્વ પ્રભુના ચરણે સમર્પિત કરી દીધું હતું. જે પણ સ્થિતિ આવે તેનો સ્વીકાર કરવો એ એક જ લક્ષ્ય રાખીને ગુણશીના પગ દાદાને ભેટવા આગળ વધ રહ્યા...જોતજોતામાં હિંગળાજનો હડો પાર કરી દાદા સન્મુખ શીઘ્રગતિએ ચાલતા ગુણશીનાં શરીરમાં એક અલોકિક શક્તિનો સંચાર થયો. કોઈક વિશિષ્ટ તત્ત્વ એના શરીરમાં રહી સુવર્ણ ઇતિહારની રચનાનું મંગલાચરણ કરી રહ્યું હતું. અને ગુણશીના ચરણ ઝડપભેર આગળ વધ્યા. માત્ર એક કલાકમાં રામપોળ પહોંચ્યો. હવે તો દાદા ક્યાં દૂર હતા...અંતરન આનંદમાં મહાસાગરનું પૂર આવ્યું હતું. પગમાં પાંખો આવી. થોડી જ પળોમાં ગુણશી અશરણ શરણ— નિષ્કારણ વત્સલ યુગાદિદેવ આદીશ્વરદાદાની સન્મુખ પહોંચ્યો...દાદાનાં અમૃતપૂર્ણ નયનોની સામે ગુણશીના અશ્રુઅમીથી પરિપૂર્ણ નેત્રોનું મિલન થયું. એક અલૌકિક તારામૈત્રક રચાણું. ભક્ત અને ભગવાન વચ્ચે એકત્વ સધાતું હોય એવું દૃશ્ય કંડારાયું. તત્કાલ એક જ ક્ષણમાં ગુણશીના શરીરમાં એક આછી ધ્રુજારી આવી અને શરીરમાંથી સમસ્ત રોગ સૃષ્ટીએ વિદાય લીધી. વ્યાધિપતિ ક્ષયરોગ, ખાંસી, સરદી, કૈફ, દમ શ્વાસ, તાવ, દુઃખ, દર્દ ત્યાં જ સમાપ્ત થયા. આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy