________________
જેન શ્રમણ
૪૭૩
* સૂરિમંત્રની પાંચે પીઠોની સળંગ આરાધના * સળંગ થતી હોવાથી વચ્ચે ત્રણ છઠ્ઠ * ૮૪ દિવસ સુધી સંપૂર્ણ મૌન કે સંપૂર્ણ એકાંતવાસનું સેવન * શક્ય પ્રયત્ન ઇશારાઓનો પણ અભાવ * સંપૂર્ણપણે બાહ્ય વ્યવહારોથી અલિપ્ત * જાપ સિવાયના સમયમાં ગ્રંથોના વાચન સિવાય પત્રોનું વાચન-શ્રવણ પણ નહીં કે આ દિવસો દરમિયાન લગભગ ૮૪,000- થી અધિક સંસ્કૃત શ્લોકોનું વાચન + માત્ર એક સાધુ અને ઉત્તરસાધક સિવાય એક પણ સાધુ કે શ્રાવકના પરિચયનો અભાવ કે માત્ર પાંચ વર્ષમાં જ આ આરાધના બે વાર કરવી કે છેલ્લાં 800 વર્ષ પછી આ આરાધનાનું પુનરાવર્તન કરવું. સૌજન્ય : સૌ. રશ્મિબહેન મહેન્દ્રભાઈ દોશી, કલકત્તા તરફથી
જ્યોતિવિંદ જૈનાચાર્ય પ.પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.
* વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : સાધર્મિકોના સહોદર પૂજ્યશ્રી ગુપ્ત સહાય ધારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું. દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી : તેઓશ્રીએ અનેકાનેક મુમુક્ષુઓનાં જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી
વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી. કે જન્મ : વિ.સં. ૧૯૮૯, આસો સુદ ૬, પાટણ. કે દીક્ષા : વિ.સં. ૨૦૦૬, મહા સુદ ૩, અમદાવાદ. કે વડી દીક્ષા : ૨૦૦૬, વૈશાખ સુદ ૧૦, આંતરસુબા. A ગણિ પદ : વિ.સં. ૨૦૩૦, માગસર સુદ ૫, જામનગર, કે પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૨, મહાવદી ૧૪, પૂના.
આચાર્ય પદ : વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ ૨, પૂના. કાળધર્મ : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૯, ધાકડી લબ્ધિધામ |
તીર્થની આસપાસ. અગ્નિસંસ્કાર : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૦ લબ્ધિધામમાં.
બનાસના પાણીની આજુબાજુ ઘૂમતી ઘૂમરી લેતી લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોવાણા ગામની ધન્યધરાએ વિ.સં. ૧૯૯૮ના આસો સુદ-૬ના સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંસ્કારી કંકુબહેનની રત્નકુક્ષિએ એક પુણ્યક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનીત અવતરણ થયું, જેથી કુટુંબ-પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતાપિતાએ યથા નામ તથા ગુણાઃ એવું લહેરચંદ નામ પાડ્યું.
વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી માએ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા.
કિશોરવયમાં જ દેવસંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ.આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. અને પૂ.મુ. શ્રી સુબોધવિજયજી મ.ના ગુરુગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરુષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહા સુદ-૩ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમ પદને ગ્રહણ કરવા દ્વારા પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિ શ્રી સુબોધવિજયજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું.
અસાધારણ વિદ્વત્તા અને પ્રચંડ પુરુષાર્થથી મુનિશ્રીએ ન્યાયવ્યાકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવના વિવિધ સત્કાર્યોને અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦, માગસર સુદ-૫ના શુભ દિવસે ગણિ પદવી પ્રદાન કરાઈ.
આ પદવી બાદ ગણિ લબ્ધિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨, મહા વદી ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા, સાથે સાથે વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ-૨ ના દિવસે પૂના મુકામે સૂરિપદ તેમ જ સંઘનું સુકાન સોપવામાં આવ્યું.
પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સુવર્ણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org