SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ વિશ્વ અજાયબી : સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક–પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને અનેક શાસનોપયોગી માંગલિક કાર્યોમાં જેમના યશસ્વી હાથે હંમેશાં વિક્રમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાકા હોય કે તે વિવિધ તપશ્ચર્યા હોય, પણ આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયકશક્તિ, અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક અને વચનસિદ્ધ ૫. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ. જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યા છે ત્યાં ત્યાં તપધર્મની હંમેશાં વસંત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મંગલ સાનિધ્યમાં નમસ્કાર મહામંત્રના કરોડોની સંખ્યામાં જાપ થયા છે. જૈનશાસનની એકતાના સ્તંભ સમાં પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજનું સં. ૨૦૪૪નું ભાવનગરનું ચોમાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વ રેકોર્ડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચર્યા થઈ–200 આરાધકોનો ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠ્યો. આ સમય દરમિયાન પાંજરાપોળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપા, અભયદાન અને સાધર્મિકના ક્ષેત્રોને પણ યાદ કર્યો. સંઘજમણો અને મોટી સંખ્યામાં સંધપૂજનો થયાં. ધર્મધ્વજ લહેરાવીને વિનાવિદને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી. પુણ્યવંતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર (સુરત)ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિષ્ઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચિમનભાઈ તથા ચૂનીભાઈ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. શ્રી ચિમનભાઈનાં ધર્મપત્ની કમળબહેન ધર્મલક્ષ્મીનાં સાક્ષાતુ અવતાર. એમની કુક્ષિએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ ૬ ના પુણ્યદિને એક પુત્રરત્નનો જન્મ થયો. ‘પુત્રનાં લક્ષણ પારણામાં' એ લોકોક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું “સુરવિંદચંદ.” જાણે ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનો સંકેત ન આપતું હોય! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ “લાલા' તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરત-વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલા'નો આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠ્યો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાશ્રયે-અને જ્યાં રજાનો ડંકો સંભળાય એટલે ઉપાશ્રયથી બાળકો સાથે બાળસહજ તોફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય, જેથી કોઈને ખ્યાલ ન આવે કે લાલો નિશાળે જાય છે કે ઉપાશ્રયે! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાનો ખ્યાલ આવતો ગયો. પછી તો મરણાંતકષ્ટ જેવી ટાઇફોઇડની ભયંકર બિમારી પ્રબળ અશાતાવેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહીં. આવા કાળમાં તેમણે મનોમન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવતુ સારી થઈ જતાં કોઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની! “લાલા’ બને છે “લાલા મહારાજ’ : માતા કમળાબહેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નક્કી થવા છતાં ય કેટલાંક સગાં-સ્નેહીજનો સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા, પણ શાશ્વત સુખનો અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખોમાં અટવાય કાંઈ! સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘોડો માગશર વદ ૧ના દિવસે એક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષા પ્રસંગ સંપન્ન થયો. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજય-કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા, છતાં ય લોકો તો તેઓશ્રીને “લાલા મહારાજ તરીકે જ ઓળખતા. આજે પણ સુરતનાં લોકો તેમને એ જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy