SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ પ્રસ્તાવના મહાવીર પછીના તેજસ્વી શ્રમણ પરંપરામાં ઉમાસ્વાતિ વાચક, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર [(આ આચાર્ય અને અએમની આખી પરંપરા રચાઈ છે. આથી વિ.સં. ૧ થી ૩૦૦ સુધી સિદ્ધસેન મનાયો છે, તેઓ જૈનધર્મના પ્રમાણશાસ્ત્રના યુગ મૂલ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા.)] આચાર્ય મલ્લવાદીસૂરિ, જિનભદ્ર ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ મલધારી, ધર્મધોષ-મહેન્દ્રસૂરિ, સિદ્ધહેમશબ્દાનુશાસન અને અનેક સંસ્કૃત ગ્રંથો, કોશગ્રન્થોના રચયિતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને વસ્તુપાલ-તેજપાલ યુગના અનેક તેજસ્વી શ્રમણોનો સમાવેશ થાય છે. આ શ્રમણો અને એમનું કાર્ય ખૂબ દીપ્તિમંત છે. પરંતુ એ પછીના એટલે કે સં. ૧૩૦૦ થી સં. ૧૭૦૦ સુધી પ્રમુખ તેજસ્વી શ્રમણો વિષે ખાસ કાંઈ લખાયું નથી. લેખ વિસ્તાર ભયે આ સમયમાં થયેલા તમામ તેજસ્વી શ્રમણો વિષે સંપૂર્ણ માહિતી આપવી શક્ય નથી. પરંતુ તેમના જીવન અને કાર્યની આછી-પાતળી રેખાઓ દ્વારા તેમનો સંક્ષિપ્ત પરિચય કરાવવાનો આ લેખ દ્વારા એક નમ્ર પ્રયાસ કરાયો છે. (૧) સં. ૧૩૦૦માં થયેલા તેજસ્વી શ્રમણો વિશલદેવે સં. ૧૩૦૦માં સોલંકી ત્રિભુવનપાલ પાસેથી ગુજરાતનું રાજ્ય લઈ સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું. આ સમયમાં જયસિંહસૂરિ થયા. એવું કહેવાય છે કે તેમણે સં. ૧૩૦૧માં મંત્રવાસિત જલથી મરૂભૂમિમાં સંઘને જીવાડ્યો હતો. ધર્મઘોષસૂરિને પેથડમંત્રી ઉપર પૂર્ણ પ્રભાવ હતો. આથી તેણે ભિન્ન ભિન્ન ૮૦ (એંસી) સ્થળોમાં જિનમંદિરો બંધાવ્યા હતા. પેથડનો પુત્ર ઝાંઝણ પણ ધર્માનુરાગી હતો. આ જ અરસામાં તપાગચ્છ સ્થાપક જગચંદ્રસૂરિના પટ્ટધર દેવેન્દ્રસૂરિ થઈ ગયા. તેમણે અનેક ટીકાગ્રંથો રચ્યા. શ્રી વસ્તુપાલ મંત્રી પણ એમના એક શ્રોતા હતા. આ અરસામાં તાડપત્ર ઉપર કેટલીક પ્રતો લખાયેલી અને તેનાથી જૈનધર્મનો વિશેષ પ્રચારપ્રસાર થયો. આમ, સં. ૧૩૦૧ થી ૧૩૫૮ સુધીમાં વિવિધ પ્રકારે જૈન સાહિત્ય અનેક ટીકા-ગ્રંથો સાથે લખાયું. જેમાં ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિ (સં. ૧૩૨૭ થી સં. ૧૩૫૭માં) ધર્મઘોષસૂરિએ, વૃદ્ધ તપાગચ્છના સ્થાપક વિજયચંદ્રસૂરિ અને તેમના શિષ્યો આચાર્ય વજ્રસેન, પદ્મચંદ્ર અને ક્ષેમકીર્તિ, સં. ૧૩૩૪માં પ્રભાચંદ્રસૂરિ [(કે જેમણે જૈનોનો પરિયાચક ગ્રન્થ Jain Education Intemational વિશ્વ અજાયબી : ‘પ્રભાવકચરિત’ રચ્યો હતો.. આ ગ્રન્થ એક પ્રબંધરિત્ર છે. જેમાં વજ્ર, આર્યરક્ષિત, આર્યનલિ, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વિજયસિંહ, જીવસૂરિ, વૃદ્ધવાદિ, હરિભદ્ર, મલ્લવાદિ, બપ્પભટ્ટ, માનતુંગ, માનદેવ, સિદ્ધર્ષિ, વીરસૂરિ, શાંતિસૂરિ, મહેન્દ્રસૂરિ, સૂરાચાર્ય, અભયદેવ, વીરસૂરિ (બીજા), અનેક ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે તેથી તે ઘણો કિમતી દેવસૂર તથા હેમચંદ્રસૂરિ ઉપર ‘પ્રબંધ-ચરિત્રો' છે. આ ‘ચરિત’ છે)] અને જિનપ્રભસૂરિ વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ગ્રન્થ છે. આ ગ્રંથ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધ્યો હતો, એમ કહેવાય ‘જિનપ્રભસૂરિ’નો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. જિનપ્રભસૂરિ : તેઓ લઘુ ખરતરગચ્છના પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય હતા. તેઓ અસાધારણ પ્રતિભાવાન અને અનેક ગ્રંથોના કર્તા હતા. તેમણે સં. ૧૩૨૭થી શરૂ કરીને ૧૩૮૯માં વિવિધ તીર્થકલ્પ–‘કલ્પપ્રદીપ’ પૂર્ણ કરેલો. તેમાં કુલ ૫૮ કલ્પો છે. તે તીર્થોની જુદે જુદે સમયે તેમણે સ્વયં યાત્રા કરેલી. ત્યારબાદ તેના કલ્પો રચેલા. જેમકે ‘અપાપા બૃહત્કલ્પ’ સં. ૧૩૨૭માં દેવગિરિમાં (અત્યારના દોલતાબાદમાં) રચેલો. ‘શત્રુંજય કલ્પ’ સં. ૧૩૮૪માં, ‘ચેલ્લણા પાર્શ્વનાથ કલ્પ' સં. ૧૩૮૬માં અને સમગ્ર ગ્રન્થ સં. ૧૩૮૯માં સંપૂર્ણ કર્યો.૧૧ આ કલ્પો અનેક ઐતિહાસિક હકીકતો દર્શાવે છે; તેમાંની કેટલીક હકીકતો તો અગાઉ ક્યાંય ઉલ્લેખાઈ ન હોય એવી છે. જિનપ્રભસૂરિનો પ્રતિદિન નવું સ્તવન રચવાનો નિયમ હતો અને નિરવદ્ય આહારગ્રહણનો અભિગ્રહ હતો. તેમણે યમક-શ્લેષ, ચિત્ર અને છંદોનો પ્રયોગ કરી, સાતસો સ્તવન તપાગચ્છના સોમતિલકસૂરિ માટે બનાવેલા એવું કહેવાય છે; તેમાંથી કેટલાંક જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પણ કેટલીક વિશિષ્ટ કહી શકાય એવી રચનાઓ કરી. સં. ૧૩૦૦ થી ૧૩૫૬નો સમય વાઘેલાવંશનો સમય કહેવાય છે. અને સં. ૧૩૫૬થી ૧૪૦૦નો સમય ‘ગુજરાત ઉપર મુસ્લિમ શાસન'નો સમય ગણાય છે.'- આ બંને સમયના સાક્ષી જિનપ્રભસૂરિ રહેલા. એટલું જ નહીં તેમણે દિલ્હીમાં સાહિ મહમ્મદને પ્રતિબોધ્યો હતો. ઉક્ત સૂરિશ્રીએ વિશાળ અપભ્રંશ સાહિત્ય પણ રચ્યું છે. સં. ૧૨૯૭માં ‘મદનરેખા સંધિ', સં. ૧૩૧૬માં વયરસ્વામી ચરિત્ર’, ‘મલ્લિચરિત્ર’, ‘નેમિનાથ રાસ’ વગેરે કૃતિઓ પણ રચેલી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy