________________
૪૦
વિશ્વ અજાયબી :
પોતાને માટે જે ભિક્ષા તૈયાર ન હોય. પોતે જે ભિક્ષા તૈયાર કરાવી ન હોય અને જે ભિક્ષાની ઉત્પત્તિને પોતે અનુમોદી ન હોય, એવી ભિક્ષા જ જૈન સાધુઓના ઉપયોગમાં આવે છે. આવી ભિક્ષા ગ્રહણ કરવાની પદ્ધતિને ગોચરી નામ અપાય છે. આ રીતે સાધુઓ અનેક ઘરોમાં ફરીને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી આહાર મેળવી લે છે. સામી વ્યક્તિને તકલીફ પહોંચાડ્યા વિના તેમ જ કોઈપણ જાતના સાવદ્ય કે આરંભ વિના પોતાની જરૂરિયાત મુજબનો આહાર મેળવવો એ ગોચરીનું મુખ્ય લક્ષણ છે. આ ગોચરી જૈનશાસનનું એક અપૂર્વ પ્રદાન છે તેથી જ આજે પણ જૈનમુનિઓ જ્યાં જાય ત્યાં જેનોની વસતી ન હોય તો પણ સૌ એમને “પધારો પધારો” કહીને સત્કારે છે. સાધુઓ બીજાને ભારરૂપ ન થાય તે રીતે ૪૭ દોષોથી રહિત ગોચરીધર્મ કીધો છે. કોઈપણ જાતની હિંસા કે પાપ વિના સાધુ પોતાના સંયમજીવનનો નિર્વાહ કરે તે એનો સાર છે.
મુનિજીવનમાં લોચનો મહિમા : મુનિજીવન સ્વાવલંબી, આત્માભિમુખ અને સહનશીલતાના પાયા ઉપર છે. જે શરીર દ્વારા ચીકણાં કર્મો બાંધ્યાં છે તે શરીરને કષ્ટ આપી કર્મ ખપાવવાં. સકામ નિર્જરા કરી કર્મ રહિત થવા ગોચરી, લોચ અને વિહારત્રણ મુખ્ય છે. વિહાર દ્વારા કોઈ એક ઘર-મકાન-ગામ કે શ્રાવક પ્રત્યે ગાઢ મમત્વ કે રાગ-દશા બંધાતી નથી. લોચ પણ છ મહિને અથવા પર્યુષણ પહેલાં તો અવશ્ય કરાવે જ. લોચ કરનારને અઠમનું અને કરાવનારને છઠનું ફળ મળે છે. મરણ સમયે, વ્યાધિઓના વાવંટોળ વચ્ચે, સમાધિની જ્યોત જાળવી રાખવી એ સહેલી વાત નથી. જીવતે જીવ સામેથી કષ્ટોને આમંત્રણ આપીને એને વેઠવાની ટેવ પાડવામાં આવે તો જ શાંતિથી મૃત્યુ પામી શકાય. સામેથી દુઃખને બોલાવી એને સહર્ષ ભેટી લેવાની તૈયારી એટલે જ લોચ! શરીરની શોભા જૈન સાધુ માટે વર્યું છે. કેમ કે આ શોભા જ બ્રહ્મચર્યની ઘાતક છે. વાળ એ શરીરની શોભા ગણાય છે, માટે દર ચાર મહિને કે છ મહિને વાળને હાથથી ઉખેડવાની પ્રક્રિયાને જૈન સાધુઓએ જીવંત રાખી છે, જે લોચના નામે ઓળખાય છે. લોચ એક માત્ર જૈન સાધુઓના જીવનમાં જ જોવા મળે છે. જે પ્રક્રિયાને માત્ર સાંભળવાથી કે એકાદ વાળ ખેંચવાથી ભલભલા માનવીનું મન ધ્રૂજી ઊઠે છે એ પ્રક્રિયા ૯-૧૦ વર્ષના બાલમુનિથી માંડીને ૯૦ વર્ષના વૃદ્ધ સાધુઓ હસતા મોંએ કરાવતા હોય છે.
(સાધુ જીવનની પ્રેરક આચારસંહિતા) જૈન સાધુનું જીવન સાવ સાદું અને સીધું છે. એમના જીવનમાં જે આચાર-વિચારનાં દર્શન આપોઆપ થાય છે તે તેના જીવનમાંથી સીધો ઉપદેશ છે. પાંચ મહાવ્રતો એમનાં જીવન-કવનની મુખ્ય ચાવી છે. એ દ્વારા જ તેઓ સમકિતી, ભવભીરુ, મોક્ષના અનુગામી અપરિગ્રહી તરીકે પ્રસિદ્ધિ પામે છે. કહે છે કે સાધુવેશ અને સાધુપણું એ બન્નેનો સુભગ સમન્વય સધાઈ જાય તો દુનિયા જોતી રહે અને આત્મા મુક્તિ તરફના ઉર્યાનમાં સૌથી આગળ નીકળી જાય. જૈન સાધુ માટે માત્ર ભારતમાં જ નહીં, પણ પરદેશોમાં પણ ખૂબ ઊંચું માન છે. સાધુજીવનના તમામ આચારો પ્રેરક છે; પણ તેમાં યે વિહાર, ગોચરી અને લોચ આદિ વિશેષ પ્રેરક છે. ખુલ્લા પગે અને ખુલ્લા માથે સદાકાળ વિચરનાર આ મુનિભગવંતો શાસનના કીર્તિસ્તંભો છે. આ શ્રમણોએ સંસારી જીવોની ધર્મશ્રદ્ધાને અવિચળ રાખી છે.
તંત્રવિધાના બળની પરંપરા અને શ્રમણ-સાધકો :) એમ કહેવાય છે કે મંત્રશક્તિથી, સંયમ અને તપના બળથી શ્રમણોમાં અપૂર્વ લબ્ધિ હોય છે. પણ તેનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org