________________
જૈન શ્રમણ
ભરાયેલા મુનિસંમેલનના તેઓશ્રી સફળ સૂત્રધાર હતા. સમગ્ર શ્રીસંઘોની એકતાનું સંવર્ધન-પોષણ કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. એવા એ પૂજ્ય આચાર્યદેવ વર્તમાનમાં પણ ચારિત્રના કડક પાલનના આગ્રહી હતા. આટલી ઉંમરે પણ જરા પણ શિથિલતાને સ્થાન નહોતું. મક્કમ મનોબળ ધરાવતા પૂજ્યશ્રીજીનું જીવનકવન અનોખું હતું. એવા એ મહાન સૂરિવર સં. ૨૦૬૧ના ફાગણ વદ ૯ના દિને તા. ૩-૪૦૫ની ઢળતી સંધ્યાએ ૫ કલાક અને ૦૫ મિનિટે કાળધર્મ પામ્યા. કોટિ કોટિ વંદના!!
સં. ૨૦૬૨ની ફાગણ વદ ૯ની વાર્ષિક તિથિએ દેહભક્તિ નહિ ગુણસ્મૃતિ દ્વારા યાદ કરીને હૃદયથી ભાવાંજલિ અર્પિશું. દેહથી ખાખ બનેલી ભક્તો માટે લાખેણી ગુરુરામ પાવનભૂમિમાં ગુરુની નજરમાં કાયમ વસેલા શિષ્યાચાર્ય શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.ની સાનિધ્યતામાં ગુરુરામની અમર કહાનીનું વાગોળવા જેવું ગુંજન થશે અને શુભમંગલ ફાઉન્ડેશનની સેવા સવાઈ બનશે.
અંતે મહાન જૈઆચાર્યશ્રીએ પોતાના જ્ઞાન-ધ્યાન શુદ્ધ આચારનો વારસો સમુદાયના આચાર્યો પદસ્થો-સાધુ-સાધ્વીજી સહિત ૩૫૦માં મૂકીને ગયા છે. જેનો અહેસાસ આજે પણ થઈ રહ્યો છે.
વર્તમાને પોતાના જ પટ્ટધર શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ. ગુરુના પગલે પગલે એજ આચાર પાલન સહિત તપ-ત્યાગ અનુભૂતિમાં અભિભૂત થઈ ગુરુકૃપાએ યાવચંદ્ર દિવાકરૌ જેવા શાસનપ્રભાવનાના મહાન કાર્યો કરી ગુરુના ગૌરવમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
સમસ્ત સુરત જૈન સંઘના ચારે ફિરકાઓ દ્વારા આ એક મહાપુરુષની વાર્ષિક તિથિએ અનેક આચાર્યો–શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી. શુભ મંગલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત પાવનભૂમિના વિશાળ સંકુલમાં ગુણાનુવાદ સભામાં ગુણવૈભવનું દર્શન કરાવ્યું.
ભૂમિની પ્રભાવકતા પણ ત્યારે જોવા મળે છે દર રવિસોમવારે હજારો ભાવિકો દર્શન કરવા આવી ગુરુચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. ગુરુગુણસ્મૃતિમાં તપ-જપ સાથે જીવદયા મેડિકલ કેમ્પ અનુકંપાદિ સેવના કાર્યો પણ ભક્તો ઉદાર હાથે કરી રહ્યા છે.
Jain Education International
૪૦૫
મરુધરદેશોદ્ધારક, રાજસ્થાનદીપક, જૈન ધર્મદિવાકર, તીર્થપ્રભાવક, શાસ્ત્રવિશારદ, સાહિત્યરત્ન, કવિકુલભૂષણ, ગચ્છાધિપતિ
પૂ. આ.શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં
દાદા ભટેવાજીની ઘેઘૂર છાયામાં
વસેલા
ચાણસ્મા ગામમાં સં.
૧૯૭૩ના ભાદ્રપદ શુક્લદ્વાદશીના સુવર્ણ
પ્રભાતે એક તેજપુંજનું અવતરણ થયું. પિતા ચતુરભાઈ અને માતા ચંચળબહેનના આ લાડલા પુત્રરત્નનું ધાર્મિક સંસ્કારોથી લાલનપાલન થતું રહ્યું. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’—એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા-સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. એમાં માતાપિતાના સુસંસ્કારોના ફળસ્વરૂપ માત્ર ૧૦ વર્ષની કુમળી વયે જ ચારિત્રના પાવન પંથે પ્રયાણ કરવાની ભાવના જાગી.
અંતરની આ ભાવનાને યોગાનુયોગ વેગ મળતો ગયો. સં. ૧૯૮૮માં ૧૫ વર્ષની કુમળી વયમાં અગારનો ત્યાગ કરી, મેવાડની રાજધાની ઉદયપુરની પાવન ધરતી પર અણગાર જીવનને સ્વીકાર્યું. પૂ. શાસનસમ્રાટશ્રીના પાવનતમ નામથી કોણ અજાણ્યું હોય! તેઓશ્રીના સાહિત્યસમ્રાટ શિષ્ય પૂ. પ્રવર્તક શ્રી લાવણ્યવિજયજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું. સંસારી ગોદડભાઈ શ્રી સુશીલવિજયજી બન્યા. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વરદ્ હસ્તે વડી દીક્ષા અપાઈ. સમય જતાં જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ થઈ, ક્રિયાની શ્રેષ્ઠતા વધી. યોગોદ્દહન બાદ સં. ૨૦૦૭માં વેરાવળમાં પૂજ્યશ્રીને ગણિ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. એ જ વર્ષે વૈશાખ સુદ-ત્રીજ અક્ષયતૃતીયાને દિવસે અમદાવાદ-રાજનગરમાં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
પૂજ્યશ્રી પ્રખર વિદ્વાન, સુંદર વક્તા, સમર્થ કવિ અને શાંતમૂર્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમ જ આગમાદિના તત્ત્વવેત્તા છે. સંયમનું સુંદર આરાધન, સમુદાયનું સંચાલન તેમ જ ગ્રંથરચના અને ગ્રંથસંપાદનનાં કાર્યોમાં તેઓશ્રીની પ્રતિભા ઝળકી રહી છે. ૪૫ આગમોના યોગોદ્દહન સવિધિ–સાવધાનીપૂર્વક અને ક્રિયારક્તતાએ કર્યાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org