________________
વિશ્વ અજાયબી :
વૈરાગ્યભાવના જાગૃત થવામાં વિવિધ નિમિત્તો વિચિત્ર ભાગ ભજવે છે અને વૈરાગ્યવાસિત જીવને સંસારના કોઈ બંધનો રોકી શકતા નથી. તેઓ મહાભિનિષ્ક્રમણ માટે મહાપરાક્રમ કે મહાપ્રયાણ કરે તે તેમની સ્વાભાવિક જીવન ઘટમાળ બની જાય છે. તો ચાલો અમુક વૈરાગીઓની આત્મકથા અલગ અલગ પાના ઉપર અલ્પાક્ષરમાં આવકારીએ.
પ્રસ્તુત લેખમાળામાં મર્યાદિત વિરલ વિરક્તોની વાર્તા રજૂ કરાઈ છે, બાકી તો વર્તમાનમાં વિહરતા-વિચરતા તમામ સાધુ-સાધ્વી ભગવંતોની વૈરાગ્ય વાસના વિશે પૃચ્છના કે અનુપ્રેક્ષા કરવા જેવી છે. પૂર્વભવોના સુંદર સંસ્કારો કે વર્તમાનની વિરાટ છલાંગ વગર સંસારસમુદ્ર ઓળંગવાનું પરાક્રમ દુકર છે. કદાચ સંયમ પણ શ્રીવિજયલક્ષ્મી સૂરિજી વિરચિત ઉપદેશપ્રસાદના ભાગ-૪ પ્રવચન નં. ૨૭૧ પ્રમાણે મોહગર્ભિત કે દુ:ખગર્ભિત વૈરાગ્યબળે સુલભ બની જાય છે, છતાંય સંયમધારાની ગુણશ્રેણીએ આરોહણ ફક્ત જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી થાય છે, તે માટે સુવિશુદ્ધ સંયમીઓના જીવન-કવન વાંચવા જેવા છે.
સંસારમાં રહીને ધર્મ આદરવો અનુકૂળતાઓ વચ્ચે અધૂરો ધર્માચાર છે, જ્યારે સંસારત્યાગી ધર્મપુરુષાર્થ કરવામાં મોક્ષપુરુષાર્થના મહામાર્ગ સુધી સફળ સફર ને મહાનંદ મળે છે, ભલે સંયમસાધનાઓ પ્રતિકૂળતા-ઉપસર્ગો કે પરિસહીથી પત્થરસમી કઠોર લાગે. માટે જ શાસ્ત્રો જણાવે છે કે લાખોના દાન આપવા સહેલા છે, શાસનની પ્રભાવનાઓ કરવી પણ સુગમ છે, નિતનવી શોધખોળો અને સંશોધનો વચ્ચે જિનશાસનની અસ્મિતા અને પ્રભાવના દેશ-વિદેશ સુધી વિસ્તારવી પણ સુલભ છે તથા મહામેદનીને સંબોધી મહાસંમેલન દ્વારા પ્રભુશાસનનો મહાયજ્ઞ પ્રસારવો એ પણ સરળ છે, બાકી દુર્લભ અને અતિદુર્લભ છે આત્મકલ્યાણ હેતુ સંયમ સંપ્રાપ્ત કરવું, ગામ-નગર અને વનવિહારો વચ્ચે પણ સમભાવે આત્મરણ કરવું, વિષય-કપાયો ઉપર વિજય મેળવવા આત્મામાં જ ઠરવું અને ફક્ત અધ્યાત્મ માટે જ જીવવું કે મરવું. - વિશુદ્ધકોટિના સંયમીઓ થકી જ વસુંધરા બહુરત્ના છે, પ્રકૃતિ પણ સંસ્કૃતિ બની સત્યં-શિવં-સુંદરમ સ્વરૂપે સોહાય છે અને આત્મામાંથી મહાત્મા બની પરમાત્મા સુધીની પ્રગતિ પામવાનો મહામાર્ગ હોય તો તે છે ભાગવતી પ્રવ્રજ્યા.
ઇતિહાસના સુવર્ણ પાનાઓ સંયમી સાધકોના જીવનવૈભવની પ્રશસ્તિ કરે છે, પણ તે ઝાકઝમાળ વચ્ચે પણ વિરક્તાત્માઓ અનાસક્ત હોય છે. ચરમાવર્તમાં પ્રવેશેલા નિકટભવી જીવોને જેવું ભાવચારિત્ર લબ્ધિસ્વરૂપે લાધે છે તેની શ્લાઘા પણ સંપૂર્ણ કરવી દુષ્કર છે.
લાખ્ખોની ઉથલપાથલ કરનારા નબીરાઓની જીવનચર્યા તેમની રહેણી-કરણીથી પારખી શકવી સહેલી છે, પણ ક્રોડ સાગરોપમના કર્મો ખપાવી રહેલા સંયમપૂતોની ખરી પહેચાન તેમની રહેણીકરણીથી કરવી ખૂબ મુશ્કેલ છે. તેમને પારખવા ઝવેરી જેવી ઝીણી દૃષ્ટિ કે જ્ઞાનપ્રજ્ઞાનો પ્રકાશ અત્યાવશ્યક છે.
તપસ્યાના તારલિયાઓ : એક વિશિષ્ટગ્રંથની સમાલોચના) માનવજીવનનો આજસુધીનો ઇતિહાસ એમ બોલે છે કે જીવનમાં કોઈપણ કામ, કોઈપણ સુંદર વિચાર કે કોઈપણ મંત્ર અને કોઈ પણ શુભપ્રવૃત્તિ કઠોર તપસ્યા વગર સિદ્ધ થતી નથી. તપ માનવીની ક્ષણભંગુર સ્થિતિને અમરતાની ટોચ ઉપર મૂકે છે. અને તપ દ્વારા જ માનવી ક્ષણજીવી પ્રવૃત્તિને શાશ્વતરૂપ આપી શકે છે.
હજારો લાખો તારાઓમાં કોઈ કોઈ એક તારાને ધ્રુવ એવું નામ મળે છે તેની પાછળ યુગોનું અખંડ તપ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org