________________
૩૮૨
વિશ્વ અજાયબી :
મંદિરો નાડલાઈમાં છે. એક દુહામાં જણાવ્યું છે
સંવત દશ દહોત્તરે, વદિયા ચોરાસી વાદ, ખેડ નગરથી લાવિયો, નાડલાઈ પ્રાસાદ, (લાવણ્ય સમય રચિત યશોભદ્રસૂરિ રાસ.)
વાદવેતાલ શાંતિસૂરિ મ. સા.
થારાપદ્રગચ્છીય આ. વિજયસિંહસૂરિ રાધનપુર પાસે આવેલા ઉણ ગામમાં પધાર્યા. ધનશેઠના દીકરા ભીમે વૈરાગ્યવાસિત બની દીક્ષા લીધી. ભણી-ગણીને વિદ્વાન બન્યા. આ. શાંતિસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા.
આ બાજુ ભોજરાજાની સભાના મુખ્ય પંડિત ધનપાલે‘તિલકમંજરી' નામની અદ્ભુત સાહિત્યિક કૃતિ રચી. આ રચનાનું સંશોધન કરાવવા માટે આ. મહેન્દ્રસૂરિએ આ. શાન્તિસૂરિનું નામ સૂચવ્યું. ૫. ધનપાલની વિનંતીથી આ. શાંતિસૂરિ ધારા નગરીમાં પધાર્યા. ભોજરાજાએ ભવ્ય સ્વાગત કર્યું અને કહ્યું “મારા જેટલા વાદીને આપ જીતશો એટલા લાખ રૂા. હું ખર્ચીશ. જોતજોતામાં ૮૪ વાદીઓ જિતાઈ ગયા. ભોજે તેમને વાદીવેતાલ પદ આપ્યું. આચાર્યશ્રી તિલકમંજરીનું સંશોધન કરી પાટણ પધાર્યા.
પાટણમાં જિનદેવ શેઠના દીકરા પડાને સર્પ કરડ્યો. ઝેર કોઈ રીતે ઊતરે નહીં. આવા પ્રસંગે દર્દીને મરતો બચાવવા ખાડામાં દાટવામાં આવતો. પદ્મને જમીનમાં દાટવામાં આવ્યો.
આ. શાન્તિસૂરિ મ.ને સમાચાર મળતાં સાધુઓને મોકલ્યા. જિનદેવે પાને જમીનમાંથી બહાર કાઢ્યો. આચાર્યશ્રીએ એના દેહ પર હાથ ફેરવ્યો. પદ્મ આળસ મરડી બેઠો થયો.
આ. શાન્તિસૂરિ દર્શનશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. એક વાર શિષ્યોને બૌદ્ધદર્શનની અતિ કૂટ દલીલો અને તેના ઉત્તરો સમજાવતા હતા ત્યારે નાડોલથી પાટણ મુનિચન્દ્રસૂરિ પધારેલા. ચૈત્યપરિપાટી કરતાં સંપકચૈત્યમાં આવ્યા ત્યારે શાંતિસૂરિજી અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિચન્દ્રસૂરિએ ઉપાશ્રયની બારી પાસે ઊભા-ઊભા પાઠ સાંભળ્યો. આમ પંદર દિવસ ઊભા ઊભા પાઠ સાંભળ્યો. સોળમા દિવસે આચાર્યશ્રીએ પરીક્ષા લીધી ત્યારે એમના ૩૨ શિષ્યોમાંથી કોઈ સંતોષકારક ઉત્તર આપી ન શક્યા. શાંતિસૂરિ નારાજ થયા. ત્યારે મુનિચન્દ્રસૂરિએ કહ્યું, “હું જવાબ આપું” “હા આપો.'
મુનિચન્દ્રસૂરિના ઉત્તરથી સંતોષ થયો. ઊભા ઊભા
વગર પુસ્તકે સાંભળીને આટલો સરસ જવાબ આપ્યો એથી આશ્ચર્ય થયું. એમને પછી પાટણમાં વધારે રોકી પ્રમાણશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસ કરાવ્યો. ઘણા વાદીઓને જીત્યા.
આ. શાંતિસૂરિએ ઉત્તરાધ્યનની વિસ્તૃત ટીકા બનાવી છે. આ. વાદીદેવસૂરિએ એનો આધાર લઈ દિગંબર વાદી કુમુદચંદ્રને જીત્યો હતો.
થરાદમાં આ. શાંતિસૂરિના વ્યાખ્યાનમાં નાગિની દેવી આવતી. નૃત્ય કરતી.
ગિરનાર તીર્થ ઉપર અણસણ ૨૫ દિવસનું કરી વિ. સં. ૧૯૦૬ના જેઠ સુદ ૯ના દિવસે કાળ કરી આચાર્યશ્રી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાન મંત્રવાદી આ. જિનપ્રભસૂરિજી
ખરતરગચ્છની લઘુશાખાના આ. જિનસિંહ પાસે સુભટપાલે દીક્ષા લીધી. મુનિ શુભતિલક નામ પડ્યું. તપાગચ્છીય આ. મલ્લિષેણસૂરિ પાસે અધ્યયન કર્યું. અનેક ભાષાના જાણકાર બન્યા. વિ. સં. ૧૩૪૧માં આચાર્ય બન્યા ત્યારે જિનપ્રભસૂરિ નામ પડ્યું. એમની વિદ્વતા વિષે જાણી મહમદ તઘલખે રાજસભામાં પધારવા આમંત્રણ આપ્યું. દિલ્હીની રાજસભામાં આચાર્યશ્રીએ અનેક ચમત્કારો બતાવી બાદશાહને ખૂબ પ્રભાવિત કર્યો.
કન્યાનયનની પ્રભુ વીરની પ્રતિમા અલવંશીય પ્લેચ્છો ઉપાડી ગયેલા તે આ. જિનપ્રભસૂરિએ બાદશાહ દ્વારા પુનઃ પ્રાપ્ત કરાવી. દેવગિરિના જિનાલયનો ધ્વંસ થતો અટકાવ્યો.
આચાર્યશ્રીને રોજ સ્તોત્ર નિર્માણ કરવાનો અભિગ્રહ હતો. સંસ્કૃત, પ્રાકૃત, દેશ્ય, ફારસી... વિવિધ ભાષામાં સેંકડો સ્તોત્રો તેઓનાં મળે છે.
પાટણ–ડીસા વચ્ચે જંગરાળમાં આ. સોમતિલક સૂરિ સાથે (મતાંતરે આ. સોમપ્રભસૂરિ સાથે) આ. જિનપ્રભસૂરિનું મિલન થયેલું. બને ગુણાનુરાગી હતા. તપગચ્છીય આચાર્યું જિનપ્રભસૂરિએ કરેલી શાસન-પ્રભાવનાની અનુમોદના કરી.
જ્યારે આ. જિનપ્રભસૂરિજીએ તેમની સુવિશુદ્ધસંયમચર્યાની અનુમોદના કરી. તપગચ્છનો ભાવિ ઉદય પદ્માવતી દ્વારા જાણી પોતે રચેલાં ૭00 સ્તોત્રો આ. સોમતિલકસૂરિને અર્પણ કર્યા.
આ વખતે એક મુનિએ પોતાની પોથી ઉંદરે કરડી માધાની ફરિયાદ કરી. આ. જિનપ્રભસૂરિએ મંત્રજાપ કરતાં બધા ઉંદરો હાજર થયા. “જેણે પોથીને નુકશાન કર્યું હોય તે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org