________________
જૈન શ્રમણ
જૈન શ્રમણોને મળેલાં માનવંતાં બિરુદો
—પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદી
છેક પ્રાચીન સમયથી આજ સુધીમાં જૈન શ્રમણોને મળેલાં માનવંતાં બિરુદો, પદો, લાડકવાયાં નામો એ રાજસત્તા–સિંહાસન અને શ્રીસંઘોથી માંડીને જનહૃદયમાંથી ઊંડા આદર અને સમ્માનની સરવાણીરૂપે વહેતાં રહ્યાં છે.
આ બિરુદો અને પદોના પાયામાં શ્રમણવર્યોનો ગજબનો પ્રભાવ, યશકીર્તિ તેમ જ સેવાની સુવાસ, તપનું તેજ, કાર્યક્ષેત્ર અને જ્ઞાનવિદ્યાની વ્યાપકતા દર્શાવે છે.
જે તે સમયે તે તે શ્રમણોનાં મહાન કાર્યોની ગવાહી અને તેઓના વિરાટ વ્યક્તિત્વનો પરિચય-પમરાટ સૂચવે છે, જેની આ લેખમાળામાં માત્ર નાનકડી ઝાંખી નમ્રભાવે કરાવી છે. પૂરો સંભવ છે કે કેટલાંક નામો રહી પણ ગયાં હોય.
લૌકિક દુન્યવી વ્યવહારમાં જેમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર અથવા પ્રેસિડેન્ટ કે પ્રોમોટર વગેરે પદવીઓ પ્રખ્યાત છે, જેમ લાયન્સ કે રોટરી ક્લબ જેવી સમાજસેવી સંસ્થાઓ તરફથી પ્રસંગે પ્રસંગે વિશિષ્ટ વ્યક્તિઓને વિવિધ સ્વરૂપે વિવિધ એવોર્ડોથી નવાજવામાં આવે છે તેમ જિનશાસનના વ્યવહારો પણ આચાર્ય, ઉપાધ્યાયૅ, સાધુપદથી ચાલે છે. અરિહંતની પદવી ફક્ત દેવપૂજિત તીર્થંકરો માટે જ છે, જ્યારે સિદ્ધો નિરંજનનિરાકાર અને પદાતીત દશામાં સંસારમુક્ત દશામાં સ્થિર છે.
૩૪૧
ગુણાનુરાગથી ભરપૂર જિનશાસનના શ્રમણોને તેમની વિવિધ કાર્યકુશળતા દેખી શ્રીસંઘો કે ગૃહસ્થો પદ પદવી કે બિરુદોથી નવાજે એમાં આશ્ચર્ય નથી. પ્રસ્તુત લેખમાળામાં મર્યાદિત ઉલ્લેખો સાથે એક જૈનેતર વિદ્વાન લેખક અનેક માનવંતા પદધારકોનું સુરેખ ચિત્ર રજૂ કરી રહ્યા છે, પણ વિશેષતા તો એ છે કે પદવીની સ્પૃહા વિનાના શ્રમણોથી જ પદસ્થાન શોભે છે. બીજી તરફ અમુક મહાત્માઓ તો પોતાની યોગ્યતા છતાંય પદ બિરુદોનો સ્વીકાર માટે ઠેઠ સુધી સ્પષ્ટ ઇનકાર કરતા રહ્યા છે અને તેથીયે વધીને અનેક સાધુ-સાધ્વી ભગવંતો ફક્ત સાધુ-પદથી સાધના કરી મુક્તિને વરી ગયાના અસંખ્ય દાખલા ઇતિહાસના પાને નોંધાયેલા છે છતાંય શારીરિક કે અન્ય પ્રતિકૂળતાઓ રહિત સંવેગી અને ચારિત્રવાન સાધુ-સંતો જો પદસ્થ બને તો તે થકી શાસનની સુંદર પ્રભાવનાઓ અને ઉદ્યોત થાય તે નિશંક છે. હકીકતમાં પદ અને બિરુદોનો સ્વીકાર એટલે ગંભીરતા સાથે અમુક–અમુક પ્રકારની જિમ્મેદારીઓ સાથે મળતો અમુક પ્રકારનો અધિકાર. તે બધાંય પદ પરિણતિથી અને બિરુદો બાહોશીથી શોભાયમાન થાય ત્યાર પછીની શાસનપ્રભાવનાઓ ચિરંજીવી બની ઊઠે છે.
સૂચિત શ્રમણગ્રંથમાં મોડેથી પણ આવનાર આ વિશિષ્ટ લેખનો સાદર સ્વીકાર કરી માનવંતા અને ગૌરવવંતા શ્રમણોને અભિવંદના કરીએ છીએ. પદના ક્રમ વગેરે વિશે વીશ સ્થાનક તપ આરાધના વિધિ સમજવા જેવી છે કારણ કે અનામી સિદ્ધપદના આરાધકોને ખરેખર પદ કે પદવીઓના વ્યામોહ હોતા નથી. અહી બિરુદોને કક્કાવાર, સમયવાર, ગચ્છવાર ગોઠવવાનો કે સંપૂર્ણ યાદીનો નહીં પણ બિરુદોની નમૂનારૂપ આપવાનો નમ્ર હેતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org