SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શ્રમણ ૩૩૫ - ૩૩૫ જળ શ્રમણ-સારસ્વતોની સાહિત્યસાધના –ડૉ. ભારતી શેલત જૈન શ્રમણ સંઘમાં ગ્રંથરચનાની એક આગવી પરંપરા છેક લાંબા સમયથી ચાલતી આવે છે, જે કામ આજસુધી ચાલુ જ છે. પૂર્વે જેમ અભયદેવસૂરિજીએ નવાંગી ટીકા, હરિભદ્રસૂરિજીએ યોગ અને ન્યાયના ગ્રંથો આપ્યા તેમ હેમચન્દ્રાચાર્યજીએ વ્યાકરણ, છંદ, અલંકાર વગેરેનું વિપુલ સાહિત્યસર્જન કર્યું, ઉપાધ્યાય યશોવિજયજીએ ન્યાયના અદ્ભુત ગ્રંથોની રચના કરી, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ગ્રંથોનું નિર્માણ કર્યું તેમ આગમ ગ્રંથોના સંપાદક અને સંશોધક આગમવિશારદ પાલિતાણાના જંબુદ્વીપના સર્જક પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીએ તેમ જ કચ્છની ભૂમિ પર રહીને મુનિશ્રી જંબૂવિજયજી, મુનિ અમરેન્દ્રવિજયજી, પં. રત્નચંદ્રવિજયજી વગેરેએ પુષ્કળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું. શ્રમણ સંઘમાં આવા અસંખ્ય શ્રમણ સારસ્વતો જોવા મળે છે. આચાર્ય જ્ઞાનવિમલસૂરિજી, પૂ. વીરવિજયજી ઇત્યાદિ સારસ્વતો પણ સ્મરણીય છે જ. હિન્દી ભાષામાં આવું નિર્માણકાર્ય પૂ. આત્મારામજી મહારાજશ્રીએ છેલ્લી સદીમાં ખૂબ જ મોટા પાયે કર્યું. એ પછી છેલ્લે કર્મસાહિત્યનું મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષામાં નવસર્જન કરવા-કરાવવાનું શ્રેય સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્યશ્રી પ્રેમસૂરિદાદાને ફાળે જાય છે. શ્રદ્ધા સહ જ્ઞાનઉપાસના કરતા સારસ્વતો પણ ભગવાન મહાવીરના શાસનની કંડારાયેલી કેડીઓ પર અવિરત મુસાફરી કરતા “પથિકગણ'ની માફક શ્રતયાત્રાર્થે સતત પ્રવાસ કરી જ રહ્યા હોય છે. આવા સમર્થ સારસ્વતો ગદ્ય કે પદ્ય સાહિત્યરચના થકી પોતાની સુવાસ મુસાફરીના પંથમાં સતત પ્રસરાવતાં માર્ગમાં ડગ માંડે છે. આવા અસંખ્ય સારસ્વતોના જીવન-કવનને વાચા આપવામાં આવે તો એકાદ દળદાર ગ્રંથ નહીં પણ ગ્રંથશ્રેણીનું સર્જન આવશ્યક બની રહે. સરસ્વતીના અખંડ આરાધકોનાં હૃદયસ્પર્શી પાત્રોના ટૂંકા પરિચયો ખરેખર પ્રેરક અને પવિત્ર છે. શ્રમણ સારસ્વતોના કાર્યને પ્રસ્તુત કરનાર ડૉ. ભારતીબહેન શેલત સાહિત્ય અને સંસ્કૃતિનાં પૂજક છે. ગુજરાતના શિક્ષણજગતમાં તેમનું નામ આગળ પડતું છે. મહેસાણા તેમની જન્મભૂમિ-શૈક્ષણિક કારકિર્દી અજોડ છે. અનેક પ્રોજેક્ટોમાં સંપાદક તરીકે યશસ્વી કામ કર્યું છે. ભારતીય લિપિશાસ્ત્ર, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં નિષ્ણાત ગણાયાં છે. ૧૫ જેટલા સંશોધન અને સંપાદનને લગતા ગ્રંથો તેમજ ૩૦૦ જેટલા સંશોધન અને માહિતીપ્રદ લેખોનું વિવિધ સામયિકોમાં પ્રકાશન, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો અને સેમિનારોમાં તેમની શક્તિનાં દર્શન થયાં છે. હજુ તેમની પાકટવયે પણ અમદાવાદમાં સ્થિર થઈને સંશોધકનું કામ ચાલુ જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy