________________
જૈન શ્રમણ
૩૧૯
છે તેજસ્વી તપ-પuસના સમર્થ સંયમધશે
| શ્રમણ જીવન એટલે તપોમય જીવન, બારેય પ્રકારનાં તપની છોળો શ્રમણધર્મમાં સહેજે ઊડતી હોય છે. આમ તો સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે ઊંચા દરજ્જાનાં તપ છે, પણ વિશેષ કરીને ઉપવાસઆયંબિલ આદિ માટે તપ શબ્દ વિશેષ રૂઢ થયેલો છે. ચતુર્વિધ સંઘમાં તપધર્મનો જયડંકો ખૂબ વાગી રહ્યો છે અને એમાંય સંયમવર્ગ તો કમાલ કરી રહ્યો છે. વર્ધમાનતપની ૨૦૦ ઓળીને પણ વટાવી ગયેલા તપસ્વીઓ જૈન સંઘનું આભૂષણ છે. વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર તપસ્વીઓની સંખ્યાનો આંક તો ઘણો મોટો છે. ૫૦૦ આયંબિલ કે વરસીતપ જેવી તપશ્ચર્યાઓ આજે ખૂબ સહજ બનેલી જણાય છે. આ બધા ઉગ્ર તપસ્વીઓથી જૈન શાસન જયવંતુ છે.
સિદ્ધિતપ વગેરેના તપારાધકો જૈન સંઘની જાજ્વલ્યમાન તપસ્વી-પરંપરા અવિચ્છિન્નપણે આજ દિન સુધી પ્રવર્તમાન છે. ચતુર્વિધ સંઘમાં તપધર્મનો પ્રભાવ ખૂબ છવાયેલો છે. શ્રાવક-શ્રાવિકાસંધ વિશેષરૂપે ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપઅનુષ્ઠાનોમાં જોડાય છે. શ્રમણ-શ્રમણી વૃંદમાં તપધર્મનો મહિમા વિશેષરૂપે જોવા મળે છે. વરસીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, મહાભદ્રતપ, ધર્મચક્રતપ, સમવસરણતપ, સિંહાસનતપ, માસક્ષમણતપ આદિ વિવિધ તપશ્ચર્યાઓને આરાધતાં શ્રમણ-શ્રમણીઓ જૈનશાસનની તેજસ્વી તા–પરંપરાના સમર્થ વાહકો છે. નિર્દોષ ભિક્ષાવૃત્તિને જાળવીને અને કઠોર સંયમચર્ચાઓના પાલનની સાથે આવા ઉગ્ર તપાનુષ્ઠાનોનું વહન અતિ દુષ્કર છે. અષ્ટવિધ પ્રભાવકમાં તપસ્વીનું પણ સ્થાન છે. આ તપસ્વી સંયમધરો સાચા અર્થમાં તપ-પ્રભાવક બની જૈન શાસનનો પ્રભાવ વધારી રહ્યા છે.
આવા વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂર્વપુરુષોની હરોળમાં બેસી શકે એવા મહાપુરુષ હતા અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દીર્ઘ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરતાં તો કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પોતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય
હશે!
બાહ્ય- અત્યંતર તપના અખંડ આરાધક, વયોવૃદ્ધ-
જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રદ્ધય
પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ
વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરો અને આચાર્યદેવો થઈ ગયા, તેમાં સૌથી વયોવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા.
પૂજ્ય બાપજી મહારાજ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષાપર્યાયને ધારણ કરનાર
પૂ. આચાર્ય મહારાજનો જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫-રક્ષાબંધનના પુનીત પર્વને દિવસે મોસાળ વળાદમાં થયો હતો. એમનું પોતાનું વતન અમદાવાદખેતરપાળની પોળમાં હતું. હાલ પણ એમનાં કુટુંબીજનો ત્યાં જ રહે છે. આ પોળ અમદાવાદની મધ્યમાં માણેકચોકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પોળની નજીકમાંથી ભદ્રનો કિલ્લો અને એનો ટાવર તે કાળે જોઈ શકાતા હતા! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબહેન હતું. બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનોમાં ધર્મનાં સંસ્કારો પડે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org