________________
જૈન શ્રમણ
અને પરિશિષ્ટમાં ૬૫ શિલાલેખના સાનુવાદ આપવામાં આવ્યા છે. બીજા વિભાગમાં આ તીર્થ સંલગ્નિત જે જે કલ્પ, સ્તોત્ર, સ્તુતિ, શ્લોક હાથવગાં થયાં છે તે અહીં પ્રસ્તુત છે. આ તીર્થવર્ણન ઇતિહાસી છે.
આબુ ભાગ ૩ (અચલગઢ) જયંતવિજયજીના આ પુસ્તકમાં (૧૯૪૬) અચલગઢના સર્વશ્રેષ્ઠ ઊંચાઈ ધરાવતા શિખરથી આરંભી તળેટી સુધીની ઐતિહાસિક માહિતી દર્શાવી છે. આ માર્ગવર્ણનની આસપાસનાં મેદાનમાં તેમ જ નજીકમાં આવેલાં જૈન-વૈષ્ણવ-શૈવ વગેરે તીર્થો તથા મંદિરો તેમ જ કુદરતી અને માનવકૃત અન્યથા સુરક્ષિત પૂર્વકાલીન દર્શનીય સ્થળવિશેષનાં વર્ણન અહીં પ્રસ્તુત છે. મુનિશ્રીએ આબુ ભાગ ૧ થી પમાં આબુ અને આસપાસના વિસ્તારમાં આવેલાં જૈન અને જૈનેતર તીર્થોનો ઐતિહાસિક પરિચય આપ્યો છે. ભાગ ૨ અને ૫માં અભિલેખોની વિશદ છણાવટ કરી છે. તેમનાં આ પુસ્તકમાં ફોટાઓનું બાહુલ્ય ધ્યાનાર્હ બની રહે છે. માત્ર પહેલા ભાગમાં જ ૫૧ ફોટા પ્રકાશિત છે. આ બધા ગ્રંથમાં મુનિશ્રીની ઊંડી સૂઝ અને સમજ વર્ણવિષય પરત્વે જોવાં પ્રાપ્ત થાય છે, તેમ જ ઇતિહાસ પ્રત્યેનાં સ્વરુચિવૃત્તિર્દષ્ટિનો પ્રત્યય થાય છે. આબુની ગિરિમાળાનાં આવાં વિસ્તૃત વર્ણન અન્યત્ર જ્વલ્લે જ જોવા મળશે.
આબુ ભાગ ૪ (અર્બુદાચલ પ્રદક્ષિણા, ૧૯૪૮) જયંતવિજયજીના આ પુસ્તકમાં ૯૭ ગામનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે. આમાંનાં ૭૧ ગામમાંથી અભિલેખ મળ્યા છે. પ્રત્યેક ગામનું સૂક્ષ્મ અવલોકન પ્રસ્તુત કર્યું છે. જૈન પરિભાષા અને અન્ય-માન્ય શબ્દોની સમજૂતી વર્ણ-વિષયને વિશેષ પ્રસ્ફુટ કરે છે. અર્બુદાચલની બૃહત્ પ્રદક્ષિણા અને લઘુ પ્રદક્ષિણાનાં કોષ્ટક આપ્યાં છે, જે અનુક્રમની ગરજ સારે છે. જયન્તવિજયજીનાં બીજાં બે પુસ્તક-ઉપરિમાલા તીર્થ (૧૯૪૮) અને આબુ ભાગ ૧ (તીર્થરાજ આબુ, ત્રીજી આવૃત્તિ ૧૯૫૦) પણ ઇતિકૃતિને
ઉપાદેયી છે.
નાકોડા તીર્થ: મુનિશ્રી વિશાલવિજયજીનું આ પુસ્તક (૧૯૫૩) આમ તો નજીકના મારવાડ વિસ્તારમાં આવેલા પૂર્વકાલીન જૈનતીર્થનો આપણને પરિચય કરાવે છે. આમ તો એક કાળે આ પ્રદેશ આપણા ભૌગોલિક વિસ્તાર અંતર્ગત હોઈ અહીં એનો નિર્દેશ આમેજ કર્યો છે. આ તીર્થનું આધુનિક નામ મહેવાનગર છે. વિશાલવિજયજી મહારાજ તીર્થોનાં વર્ણન આપણને સપડાવી આપવામાં માહેર છે. વિહાર વખતે જે જે
Jain Education International
૨૭૩
તીર્થના પરિચયમાં આવ્યા તેનો અભ્યાસ કરી મિતાક્ષરી છતાં સર્વગ્રાહી પરિચય આપતી બાર પુસ્તિકા એમણે પ્રકાશિત કરી છે. હા, એમનાં લખાણમાં ફોટાનાં પ્રમાણ બહુ ઓછાં જોવાં પ્રાપ્ત થાય છે.
ભોરોલ તીર્થ : મુનિશ્રી વિશાલવિજયજી, ૧૯૫૪. આ સ્થળવિશેષ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. આ ઉપરાંત ભીડિયા, થરાદ, ઢીમાવાવ અને ડુઆ તીર્થનો પરિચય આપણને કરાવ્યો છે. બે જૈન તીર્થ (ચારુપ જે પાટણ નજીક આવેલું છે અને મંત્રણા જે સિદ્ધપુર નજીક આવેલું છે) નામના આ પુસ્તકમાં (૧૯૫૫) આપણે સંક્ષિપ્ત માહિતીથી અવગત થઈએ છીએ. ચાર જૈન તીર્થો (૧૯૫૬)માં મુનિશ્રીએ માતર, સોજિત્રા, ધોળકા અને ખેડાથી આપણને પરિચિત કર્યા છે. ઉપરાંત એમના બીજા એક પુસ્તક—કાશી, ગાંધાર, ઝઘડિયા (ત્રણ તીર્થો)માં (૧૯૫૭) આપણને સારી માહિતીથી જાણકાર કરે છે. આ ત્રણેય તીર્થ દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે. કાવી જંબૂસર તાલુકામાં છે, ઝઘડિયા નાંદોદ તાલુકામાં આવેલું છે અને ગંધાર ભરૂચથી ઉત્તર-પશ્ચિમ એકતાલીસ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ ઉપરાંત વિશાલવિજયજીનાં અન્ય તીર્થવર્ણનમાં ઘોઘાતીર્થ (૧૯૫૮), ભીલડિયાતીર્થ (૧૯૬૦), મુંડસ્થળ મહાતીર્થ (મૂંગથલા, ૧૯૬૦), રાધનપુર એક ઐતિહાસિક પરિચય (૧૯૬૦), આરાસણ તીર્થ કુંભારિયાજી તીર્થ (૧૯૬૧), સેરિસા, ભોયણી, પાનસર અને બીજાં તીર્થો (૧૯૬૩) અને સાંડેરાવ-એક ઐતિહાસિક પરિચય (૧૯૬૩)નો સમાવેશ થાય છે. ભીડિયા તીર્થ ઉત્તર ગુજરાતમાં આવેલું છે. ઘોધાતીર્થ ભાવનગરથી એકવીસ કિલોમીટરના અંતરે આવેલું વલ્લભીપુર મૈત્રક રાજાઓના સમયમાં અગત્યનું બંદર હતું. આપણી કહેવત છે ‘લંકાની લાડી અને ઘોઘાનો વર' આ કહેવતમાંનું ઘોઘા તે આ મહાતીર્થ ઘોઘા જ છે. ભીલડિયા તીર્થ ઉત્તર ગુજરાતમાં આવેલું છે અને એનું પૂર્વકાલીન નામ ભીમપલ્લી હતું. ભીમપલ્લીનો રાજા અર્ણોરાજ વાઘેલા કુમારપાળનો સમકાલીન હતો. મુંડસ્થળ મહાતીર્થ (મૂગથલા) આબુ પર્વતની દક્ષિણે આવેલું છે. આ પુસ્તકમાં આઠ ફોટા છે, જેમાં એક અભિલેખવાળો છે, આબુની દક્ષિણપૂર્વમાં આરારુણના ડુંગર આવેલા છે. શરૂઆતમાં આઠ ચિત્ર છે, જે શિલ્પસ્થાપત્યનાં અધ્યયન-અન્વેષણ અંગે ઉપાદેયી બની રહે છે. પરિશિષ્ટમાં ૧૬૧ પ્રતિમાલેખ પ્રસ્તુત છે,જે તત્કાલીન રાજકીય ઇતિહાસ વાસ્તે ખૂબ જ ઉપયોગી છે. પુસ્તક
For Private & Personal Use Only
www.jainelibrary.org