SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ જૈન શ્રમણ પેઢીમાં ધર્મસંસ્કાર માટે બાલઇન્દ્ર ધાર્મિક શિબિરનું આયોજન કર્યું અને ચાતુર્માસમાં એમણે અનેક સ્તવનો અને ભજનોનાં બે સંકલનો “ઇન્દ્રસૌરભ' નામે પ્રકાશિત કરાવ્યાં. આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિજી મહારાજના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષમાં ચાતુર્માસમાં એમના સાન્નિધ્યમાં અનેક રચનાત્મક કાર્યક્રમોના આયોજનમાં સમગ્ર સમાજમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો. ગુરુભક્તોના સૌજન્યથી ૨૦૧૧ના વૈશાખ સુદ-૬ સંગમરમાં પૂ.આ. શ્રી ભુવનતિલક સૂરીશ્વરજી મ.ના હસ્તે પૂ.આ. વિક્રમ સૂરીશ્વરજી, પૂ. આ. જયંતસૂરીજી મ.ની આચાર્યપદવી પ્રસંગે થયેલ. ગણિ પદવી પન્યાસ પદ મહા વદી-૩ ૨૦૧૧ના ૐકાર તીર્થમાં, અંજનપ્રતિષ્ઠા પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીજી, પૂ.આ. વારિષેણ સૂરી મ.સા.ના હસ્તે થયેલ. પૂજ્ય વારિણ સૂરીજી મ.સા. કરકમલો દ્વારા મહાવીરધામ કર્નલ આંધ પ્રદેશ અંજનપ્રતિષ્ઠા પ્રસંગે આચાર્યપદથી વિભૂષિત કરેલ. ગુજરાત, મહારાષ્ટ્ર, આ, કર્નાટક, બંગાળ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ આદિ દેશોમાં વિચરેલ. ૪૪ ચાતુર્માસ કરેલ છે. અનેક શાસનપ્રભાવના સાથે વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, ૬૬ અટ્ટમ, અઠ્ઠાઈ, વર્ધમાન ઓળી, નવપદ ઓળી આદિ તપસ્યા કરેલ છે. પૂજ્યશ્રીના શિષ્ય પ્રવર્તક શ્રી વજસેન વિ. પ્રશિષ્ય પ્રવચનકાર મુનિશ્રી વલ્લભસેન વિ.મ.સા. (સંસારીભાઈ) સાથે ઉગ્ર વિહાર કરે છે. તેઓશ્રીની ૧ ભત્રીજીએ દીક્ષા ગ્રહણ કરેલ છે, જે સાધ્વી પાવનયશાશ્રીજી મ. નામે શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્ય મુનિશ્રી વિરાગસેન વિજયજી મ.સા. તેઓશ્રીના સંસારીભાઈ હતા. તપ, ત્યાગ, જાપધ્યાન આદિ દ્વારા આરાધના કરી રહ્યા છે. સળંગ ચોવિહારા ૪૦ વર્ષીતપ કરનારા મહા તપસ્વીરત્ન પૂ.આ.ભ. શ્રી વિજય વસંતસૂરીશ્વરજી મ. મહાન શાસનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ઉપરોક્ત પૂજ્યશ્રી છેલ્લાં ૪૦ વર્ષોથી સળંગ ચોવિહારા ઉપવાસથી વર્ષીતપની મહાન તપશ્ચર્યા કરી રહ્યા છે. તેમાં પણ ૧૦ વર્ષીતપ ચોવિહાર છઠ્ઠા દ્વારા કર્યા. ૧ વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે આયંબિલથી કર્યું અને એક વર્ષીતપ ચોવિહાર અટ્ટમના પારણે અટ્ટમથી કર્યું છે. ૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત થયેલા આ મહાત્માએ ૨૮ વર્ષની ઉંમરથી સળંગ વર્ષીતપનો પ્રારંભ કર્યો છે. તેઓ અનેકવાર હસ્તિનાપુરમાં ધ્યાન શિબિરો ચલાવે છે. મહા તપસ્વી સૂરિજીના ચરણોમાં ભાવભરી વંદના. સૌજન્ય : શ્રી આત્માનંદ જૈન સભા, દિલ્હી તરફથી પ.પૂ. આ.શ્રી વિનયસેન સૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રી ગુજરાતના દીક્ષાની ખાણી સમા વડોદરા નજીકના છાણી તીર્થના સુશ્રાવક પિતાશ્રી સોમચંદભાઈ ગિરધરદાસ શાહના લાડકવાયા, માતા કમલાબહેનના દુલારા કિરીટભાઈ નામથી પ્રસિદ્ધ પૂ.આ. શ્રી ભદ્રંકરસૂરીજી મ.સા. તથા (સંસારી મામા) પૂ. આ. શ્રી પુણ્યાનંદ સૂરીજી મ.સા.નું સાંનિધ્ય મળતાં વૈરાગ્ય ભાવ પ્રગટ થયા અને મહારાષ્ટ્રના નાગપુર નગરે ઉપધાન તપ માલારોપણ પ્રસંગે ૨૦૨૧ પોષ સુદ-૧૫ના દીક્ષા ગ્રહણ કરેલ અને પૂ. મરાઠાવાડા દેશોદ્ધારક પૂ.આ. શ્રી વારિષેણ સૂરીશ્વરજી મ.ના પટ્ટધર શિષ્ય રત્ન તરીકે પ્રસિદ્ધ થયેલ, જેઓશ્રીના સંસારીબંધ છે. વડી દીક્ષા સૌજન્ય : શ્રી જૈન છે. મૂ. સંઘ-મુ. અકલેરા | (જિ. ઝાલાવાડ-રાજસ્થાન) પ.પૂ.આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. બેંગ્લોર (કર્ણાટક) સ્થિત કંકુબહેન જેવંતરાજ પોરવાલ માતુશ્રીની પવિત્ર કુક્ષિએ દિવ્ય સ્વપ્ન અને દિવ્ય સંકેતના અનુસાર ફાગણ વદ૪, ગુરુવારે તા. ૧૪-૩૧૯૬૩ના શુભ દિને સવારે ૯=૩૦ વાગે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો તે બાળકનું નામ રમેશકુમાર પાડવામાં આવ્યું. નાનપણથી જ માતાના અને ફઈબા તથા બહેનના સંસ્કારો હેઠળ નિર્માણ પામેલ આ બાળકને ધર્મના સુસંસ્કારો આપવામાં આવ્યા. નાનપણથી જ અતિ સરલ, નમ્ર, વિનયી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy