________________
જૈન શ્રમણ
૧૯૯
જળ શ્રમણદર્શનની પ્રાચીનતા
(પૌરાણિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં)
પ્રા. હંસાબહેન એન. હિંડોચા
જૈનધર્મ (શ્રમણદર્શન) પ્રાચીનકાળમાં ઉદ્ભવ્યો હોવા છતાં તે ધર્મ સંબંધે મુખ્ય ત્રણ બ્રાન્ત ખ્યાલો પ્રવર્તે છે. આમ છતાં વૈદિક સાહિત્ય, જૈન આગમો અને બૌદ્ધગ્રંથોમાં મળતાં કેટલાંક નવાં સંશોધનો દર્શાવે છે કે જૈન (શ્રમણ) ધર્મદર્શનનાં મૂળ અતિ પ્રાચીનકાળમાં જ જણાય છે.
ભારતીય સંસ્કૃતિની ધારા બે પ્રવાહમાં વિભક્ત છે. શ્રમણપરંપરા અને બ્રાહ્મણપરંપરા. આ બન્ને પરંપરાઓ ઋગ્વદ પરંપરાથી પ્રભાવિત છે. ઋગ્વદ અને પુરાણો મહાકાવ્યોમાં નિવૃત્તિપ્રધાન અને પ્રવૃત્તિપ્રધાન પરંપરાઓનો નિર્દેશ છે. બ્રહ્માના સનકાદિ પુત્રો જંગલમાં જઈ નિવૃત્તમાર્ગી થયા પછી બ્રહ્માએ અન્ય પુત્રો ઉત્પન્ન કર્યા જેમણે પ્રજા સંતતિનો વિસ્તાર કર્યો.
ભાગવત શિવપુરાણનાં તપસ્યાનાં વર્ણનો જૈન ગ્રંથોના વર્ણન સાથે લગભગ સામ્ય ધરાવે છે.
ભગવાન ઋષભદેવ જે પરંપરામાં થયા તે શ્રમણ મુનિઓની પરંપરાનો ઉલ્લેખ ઋગ્યેદ અને અથર્વવેદમાં જોવા મળે છે. મનુસ્મૃતિમાં નાથ લિચ્છવીઓ, મલ્લ વગેરે ક્ષત્રિયોને નૃત્ય એટલે કે બિનબ્રાહ્મણ કહેવાય છે. બાવીસમા તીર્થંકર નેમિનાથ કૃષ્ણના કાકાના પુત્ર હતા, જ્યારે ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ કાશી નરેશ અશ્વસેન અને વામાદેવીના પુત્ર હતા. ટૂંકમાં સિંધુ સંસ્કૃતિની દ્રવિડ પ્રજાનો ધર્મ જૈનધર્મ હતો તેવું પુરાતત્ત્વવિદો માને છે.
જૈન ધર્મના ઉદ્ભવ તેમજ શ્રમણ-પરંપરા અંગે વિદ્વતુ-જગતમાં કેટલાંક ભ્રામક મતો પ્રવર્તે છે, જેવા કે જૈન ધર્મ વૈદિકી-બ્રાહ્મણ ધર્મમાંથી જન્મ્યો છે, જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો જ એક ફાંટો છે, જૈન ધર્મ મહાવીર ભગવાને સ્થાપ્યો છે વગેરે..
પ્રસ્તુત લેખમાં લેખિકાબહેને અનેક ગ્રંથોનાં અવલોકન તેમજ પરામર્શના અંતે પ્રવર્તમાન ભ્રાન્ત ખ્યાલોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ જૈન ધર્મ પ્રાચીનતમ ધર્મોમાંનો એક છે, વૈદિક સાહિત્યથી પણ પૂર્વેનો છે. મહાવીર સ્વામીની પૂર્વે શ્રમણપરંપરાના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવનું નામ મળે છે; આમ જૈનશ્રમણ દર્શનની પ્રાચીનતા સિદ્ધ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
આ અભ્યાસપૂર્ણ લેખમાળાના લેખિકાબહેન ડૉ. હંસાબેન હિંડોચા સંસ્કૃત વિષયમાં એમ.એ., પીએચડી. થયા છે અને સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટના સંસ્કૃત ભવનના અધ્યક્ષ તરીકે અને પ્રોફેસર તરીકે વર્ષોથી સેવા આપી છે. તેમણે પોરબંદર ગુરુકુળ મહિલા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે સાત વર્ષ સુધી અને સંસ્કૃત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org