________________
જૈન શ્રમણ
અઢારેય દેશોમાં માછીમારી, કતલખાનાં, હિંસાખોરીનું શક્ય તેટલું નિવારણ રાજા કુમારપાળના માધ્યમથી કરાવ્યું. સામદામ-દંડ અને ભેદનીતિથી ચોતરફ અહિંસાવાદ પ્રસરાવ્યો. તેમનાથી પ્રતિબોધિત કુમારપાળે તો પોતાના સૈન્યના અઢી લાખ ઘોડાઓને ગાળેલું પાણી પિવડાવવું ચાલુ કરેલ ઉપરાંત ઘોડાઓના અસ્વાર પણ પૂંજણીથી પલાણને પૂંજી પછી જ સવારી કરવા લાગ્યા. મારી શબ્દ બોલનારને પણ સજા થવા લાગી. ફક્ત અહિંસા જ નહીં સાતેય વ્યસનોની હકાલપટ્ટી દેશ-નગરોમાં થવા લાગી અને ચારેય તરફ શાંતિ-સમાધિનું વાતાવરણ ફેલાવા લાગ્યું. કંટકેશ્વરી દેવીએ જ્યારે ગુરુદેવની મનાઈથી રાજા કુમારપાળ પાસેથી નવરાત્રિના દિવસોમાં ૨૪૦૦ બકરાં તથા ૨૪ પાડાનું બલિદાન ન મળવાથી ક્રોધાવેશમાં રાત્રિના સમયે રાજવીને ત્રિશૂળ મારી કોઢ રોગથી બિમાર બનાવી દીધા ત્યારે પણ પશુહિંસાને ટાળી આત્મહત્યા કરવા સુધી તૈયાર થઈ જનાર રાજા કુમારપાળને અભિમંત્રિત જળ છંટાવી પળવારમાં ગુરુદેવે નીરોગી બનાવી દીધા હતા, જે અહિંસા ધર્મની પરીક્ષામાં એક મોટી સફળતા સ્વરૂપ ઘટના હતી.
(૧૨) સચોટ ભવિષ્યવેત્તા : દેવી સરસ્વતીની કૃપામાત્રથી બહુશ્રુત બનેલા આચાર્ય હેમચંદ્રાચાર્યજી જે જે આગાહીઓ કરતા તે સત્ય પડતી હતી, જેમ કે ઉત્તમ વ્યાકરણ ગ્રંથ બનાવી આપવાનું આપેલ વચન સિદ્ધરાજ જયસિંહને સાર્થક થયું, પુત્રયોગ નથી તે વાત પણ સિદ્ધરાજને સ્પષ્ટ કરી તે સત્ય ઠરી. આગાહી પ્રમાણે જે વિ.સં. ૧૧૯૯ માગશર વદ ચોથના દિવસે જ રાજા કુમારપાળને રાજગાદી મળી. ઉદયનમંત્રી મારફત રાણીના મહેલમાં સૂવા ન જવા માટે કુમારપાળને મોકલ્યો, તેનું પાલન કરતાં કુમારપાળ બચી ગયા. રાત્રે રાણી મહેલ ઉપર વીજળી પડવાથી મૃત્યુ પામી ગઈ. ભરૂચમાં મંત્રી આદ્મભટ્ટને નર્મદા દેવી થકી જે ઉપદ્રવ થયો તે દેવી પદ્માવતીના કહેવા પ્રમાણે દૂર તો થયો જ અને આચાર્યભગવંતે જ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરાવી તે પછીની સંઘવી દેવીની બદચાલથી થયેલ નવા ઉપસર્ગને નાથવા હેમચંદ્રાચાર્યજી લબ્ધિપ્રયોગ કરી આદ્મભટ્ટને દૈવી ઉપદ્રવથી બચાવવા આકાશમાર્ગથી ઊડી ક્ષણવારમાં ભરૂચ સુધી આવી ગયા અને પોતાના સિદ્ધ વચનોથી જ સૈઘવી દેવીને નાથી લીધી, જ્યારે પાલિતાણાના છ'રી પાલિતસંઘના શુભ પ્રસ્થાન સમયે જ કર્ણ નામનો બળવાન રાજા ગુજરાતને ધમરોળવા
Jain Education International
૧૯૭
સસૈન્ય પાટણ તરફ આવવા લાગ્યો ત્યારે પણ આચાર્ય ભગવંતની આગાહી પ્રમાણે જ રાજા કર્ણ પોતાનો હાર ઝાડમાં ફસાઈ જવાથી મૃત્યુ પામી ગયો અને સિદ્ધગિરિ તથા ગિરનારની જાત્રા નિર્વિઘ્ન પૂર્ણતા પામી.
તેથી પણ વધુ દેવી ત્રિભુવન સ્વામીએ ત્રણ ઉપવાસથી પ્રગટ કરી રાજા કુમારપાળનો ભૂતકાળ-ભવિષ્યકાળ જાણી લીધો. રાજા સિદ્ધરાજ જયસિંહ તથા પોતાની સાથેનો પૂર્વભવથી ચાલી આવતો સંબંધ કહી આપ્યો. ભાવિમાં આગામી ચોવીશીના પ્રથમ તીર્થંકર પદ્મનાભના અગિયારમા ગણધર શતબળ નામથી તેમની મુક્તિ થશે તેવી સચોટ આગાહીઓ કરી. તે બધીય ઘટના પછી રાજા કુમારપાળે ગુરુદેવને ભરચક રાજસભામાં કલિકાલસર્વજ્ઞની મહાપદવી આપી હતી; તેથી જ આજેય પણ આ. ભગવંતના નામ આગળ તે વિશેષણ ઉમેરાય છે.
જ્ઞાનયોગી હેમચંદ્રાચાર્યજીએ પોતાના કાળધર્મનો સમય નિકટ જાણી સકળ સંઘ સાથે કુમારપાળને પણ આમંત્રી સૌને ખમાવ્યાં. પોતાના અંતિમ સમયની સચોટ ભવિષ્યવાણી કરી. પોતાના મરણ પછી કુમારપાળ રાજાનો પણ સ્વર્ગવાસ નિકટમાં જાણી તેમને ચેતવ્યા, એટલું જ નહીં પોતાના સ્વર્ગગમન પછી બાલચન્દ્ર મુનિના કાવાદાવા અજયપાળના ઉપદ્રવોની સંભાવના જાણી પોતાના ઉત્તરાધિકારી તરીકે રામચન્દ્રસૂરિજીને નિયુક્ત કર્યા.
તથા
રાજા કુમારપાળના માધ્યમથી ફક્ત અહિંસાધર્મનો જ જયજયકાર નહીં, બલ્કે જ્ઞાનમાર્ગથી પણ ચિરંજીવ બની જનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની જીવંતઅવસ્થામાં સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન ઉપરાંત નવકારની આરાધના ખૂબ ફૂલીફાલી હતી. જેમની જીવંતાવસ્થામાં કોઈ ઈર્ષ્યાળુ પણ ટકી ન શક્યા તથા પ્રભુ વીરે દિવાળી કલ્પમાં ભાખેલ તે પ્રમાણે પ્રભુવીરના શાસનકાળમાં મહાપ્રભાવક સૂરિભગવંત જગત ઉપર ઉપકારની હેલી વરસાવી અંત સમયે અણસણ કરી જ્યારે દેવલોકે સિધાવ્યા ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ ગમગીન બની ગયેલ, છતાંય આશ્ચર્ય એ છે કે અણગારી તેમની મુક્તિ આગારી છેલ્લા ત્રણ ભવ પછી થશે. આજેય પણ કુમારપાળના પ્રભુશાસનના વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષની ગૌરવગાથા ગગનમાં ગુંજે છે, તેવા શાસનપ્રભાવક સૂરિદેવને ભાવભરી
વંદના.
For Private & Personal Use Only
www.jainelibrary.org