________________
જૈન શ્રમણ
૧૪૧
સંયમ કબ હી મિલે
પૂ. પ્રવચનપ્રભાવક આ. શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા.
ગુરુજી અમારો અંતનદિ, અમને આપો સંયમનું દાન.
હજારો વર્ષોથી છે. મહર્ષિઓ અને
તત્ત્વચિંતકો દ્વારા માનવ અવતારનો ભારે મોટો
મહિમા ગવાયો છે. માનવભવને મંગલમુક્તિનું પરમ દ્વાર ગણાવ્યું છે. તો શુદ્ધ ચારિત્રને મંગલદ્વારના ઉદ્ઘાટનની શ્રેષ્ઠ ચાવી ગણાવી છે. કલ્યાણવાંછું આત્માઓને સંબોધીને મહાપુરુષો દ્વારા પોકારી પોકારીને વારંવાર કહેવામાં આવ્યું છે કે સંસાર છોડવા જેવો છે તો સંયમ જલ્દીથી લેવા જેવું છે. કહે છે કે સંયમ મળતાં જ પુણ્ય જાગતું થઈ જાય છે. ભવભ્રમણ ઘટાડવા, અવિરતિમય જીવન સુધારવા, સ્વચ્છંદીપણાનો ત્યાગ કરવા, ઇન્દ્રિયો ઉપર કાબૂ લાવવા ભાગ્યશાળીનો આતમ સાધુવેષ લેવા થનગની રહ્યો હોય છે. સંયમ લેનાર કોઈ જુદી જ દુનિયામાં રાચતો હોય છે.
મૂકી જગતની માયા, યુવાન છે હજી તારી કાયા,
આતમ ઉઠ્યો છે જાગી, ચાલ્યો જા હે વૈરાગી. - પૂ. તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમભુવનભાનુ સમુદાયના ૨૭૫ જેટલી દીક્ષાના દાનેશ્વરી પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક આ.શ્રી રસિમરત્નસૂરિજી મહારાજશ્રીએ આ ટૂંકા લેખમાં ઘણી બધી વાત સ્પષ્ટ કરી દીધી છે. લેખક આચાર્યશ્રી બહુ જ કાચી ઉંમરમાં જ સાધુ ભગવંતોનો સહવાસ મેળવવા સદ્ભાગી બની શક્યા છે. ૪00 જેટલા વિવિધ ગ્રંથોનો પૂજ્યશ્રીએ અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની કવિત્વશક્તિ અને તર્કશક્તિ અજોડ મનાય છે. હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં ૫૫ જેટલા પુસ્તકોનું આલેખન કર્યું. રાત્રી પ્રવચનો અને યુવાશિબિરોમાં હજારો યુવાનોના જીવન પરિવર્તન કરી ધર્મમાર્ગે વાળ્યા. પોતાના ગુરુદેવની નિશ્રામાં આજ સુધીમાં થયેલા ઐતિહાસિક આયોજનોમાં તેઓ સફળ માર્ગદર્શક રહ્યાં. પૂજ્યશ્રી ૩૨ વર્ષના દીક્ષાપર્યાયમાં ૩૨ જેટલા શિષ્યો ધરાવે છે. જેઓ જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયમાં સતત મગ્ન હોય છે. પૂજ્યશ્રી જગતની બાર ભાષાના અચ્છા જાણકાર છે. વીશ હજારની માનવ મેદની વચ્ચે અમદાવાદમાં વર્ષો પહેલાં ભુવનભાનુસ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે સંસ્કૃતમાં અપાયેલું પૂજ્યશ્રીનું પ્રવચન કાયમ માટે યાદગાર બની ગયું. કોલેજો આદિમાં અંગ્રેજીમાં પ્રવચનો આપે છે. રામાયણ અને મહાભારત ઉપરના પૂજ્યશ્રીના જાહેર પ્રવચનોએ ભારે મોટું આકર્ષણ જમાવ્યું છે. સ્કૂલ કૉલેજો અને જેલોમાં પૂજ્યશ્રીના પ્રવચનોથી અનેકોના જીવનમાં પરિવર્તનના શ્રીગણેશ થયા છે. સુરત-અમદાવાદમાં સમૂહ રાત્રિભોજનત્યાગના ઠરાવો કરાવ્યા છે. પાંચ પાંચ હજાર અર્જનબંધઓ પૂજ્યશ્રીના ચાહક બ મહામેઘાવી ગુરુશિષ્યની આ જોડીએ આ ગ્રંથના સંપાદક ઉપર મંગલ કૃપા વરસાવી છે. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ.
– સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org