________________
જૈન શ્રમણ
૧૧૯
ચૌદ પૂર્વધારીઓની સામુદ્રિક જ્ઞાળ-સંપદા
રજૂકર્તા : પ. પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)
આજે ભૌતિકજ્ઞાનના ક્ષેત્રમાં ઝડપી વિકાસ જોવા મળે છે, જ્યારે બીજી તરફ આધ્યાત્મિક, ધાર્મિક અથવા સંસ્કારલક્ષી જ્ઞાનક્ષેત્રો સિદાવાં લાગ્યાં છે. સુખનાં સાધનો વધ્યાં પણ સુખના બદલે દુઃખ વધ્યું છે, માનવગતિની આ તે પ્રગતિ કહેવાય કે અવનતિ તે સુજ્ઞ અને પ્રાજ્ઞનો વિષય બને તેમ છે.
બીજી તરફ અનાદિકાળથી વિવેકવિહીન દશાને કારણે જે ગતિમાં ઉન્નતિની અપેક્ષા જ રાખી ન શકાય, તેવાં પશુ-પંખીનો પૂર્વકાળ જેવો નૈસર્ગિક હતો તેવો જ આજેય પણ છે.
છતાંય માનવજાતિને ઉપયોગી પશુ-પ્રાણીઓ માટે જે હમદર્દી ધર્મવેત્તાઓના દિલમાં હતી તેવી કરુણા કતલખાનાના કાળમાં કોના કાળજામાં બચવા પામી હશે તે પ્રશ્ન છે. ખાસ જીવદયાના ભાવથી તુચ્છ ગણાતી તિર્યંચગતિના અહિંસક જીવોને સમજવા ચૌદપૂર્વધારીઓએ જે રીતે શાસ્ત્રોમાં પ્રાણીમાત્રની વિશેષતાઓ દર્શાવી છે, તેમાંથી અલ્પાંશને પ્રસ્તુત કરતો આ લેખ સામુદ્રિક શાસ્ત્રની ઉપાદેયતા તરફ આંગળી ચીંધણું કરે છે. ગુરુગમથી અવધારી સૌ એક-બીજા જીવમાત્રનો આદર કરે તેવી ભાવના સાથે પીરસાયેલ પદાર્થોને સૌ વાંચે-વાગોળે અને વિમર્શના કરે તેવી શુભાપેક્ષા અસ્થાને નથી. લેખમાં જ બધુંય વ્યવસ્થિત જણાવવા લેખકશ્રીએ જહેમત ઉઠાવી છે, માટે વિસ્તારની આવશ્યકતા નથી.
–સંપાદક
અરિહંત
સિદ્ધ
'આચાર્ય
'ઉપાધ્યાય
સE
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org