________________
જૈન શ્રમણ
ઉપરોક્ત સત્ય પ્રસંગોના અણગાર ઘરબાર છોડી અર્થ અને કામપુરુષાર્થથી વિમુખ બની મોક્ષ અથવા ધર્મપુરુષાર્થના સથવારે દેવલોક કે માનવભવ જેવી સદ્ગતિએ અને અમુક શ્રમણ-શ્રમણીઓ તો મુક્તિના માંડવા સુધી પહોંચી જનાર થઈ ગયાં છે. તેમની પાસે ફક્ત સર્વવિરતિનો પરિવેશ જ ન હતો પણ સાથે પરિણતિનો આત્મપ્રવેશ પણ હતો, જેથી શાંત -દાંત, જ્ઞાની–ધ્યાની, તપસ્વી-ત્યાગી, યમી કે સંયમીનાં વિશેષણો પણ ઓછાં પડે તેવા મહાત્માઓ હતા. તીર્થકર ભગવંતે જે માર્ગે વિચરણ કર્યું, તે મહામાર્ગને “મહાજનો યેન ગતઃ સઃ પન્થા” ન્યાયે અનુવર્તનારા હતા. કોઈક સાધના થકી સાધુપદે હતા, કોઈક મૌન દ્વારા મુનિપદે. કેટલાય ભદંત વૈરાગી જીવન જીવી ગયા છે તો કોઈક સંત વીતરાગી બની આત્મકલ્યાણ સાધી ગયા છે.
પાંચ પ્રકારના આશ્રવનિરોધ, પાંચ ઇન્દ્રિયનિગ્રહ, ચાર કષાયોના જયકર્તા તથા ત્રણ પ્રકારના દંડથી વિરતુ એમ ૧૭ પ્રકારે સંયમને વહન કરતા તે-તે સંયમીઓ વિવિધ પ્રકારની આરાધના અને શાસનપ્રભાવનાના બળે જિનશાસનના ગૌરવને વધારનારા હતા.
ક્યાં ક્રોધ કષાયથી આવિષ્ટ સાપ ને સિંહના અવતાર, ક્યાં હસ્તિ અને શ્વાન જેવા માનયુક્ત ભવો, ક્યાં માયા ભરેલ માર્કાર અને શિયાળના જન્મો અને ક્યાં મત્સ્ય કે ભૂંડના લોભી અને ભૂંડા ભોગી ભ્રમણો! ચોરાશી લાખના ચક્કરમાં ક્યાં દુર્લભ માનવભવ પામ્યા પછી પણ જંગલના શિકારી અથવા નગરના ભિખારી જેવા ક્ષુલ્લક જન્મારા અને ક્યાં કંચનકામિનીથી લઈ કાયાની પણ માયા વસરાવી આત્મ-સાક્ષાત્કાર માટે મચી અને મથી પડનારા માનવંતા મહા-માનવીઓ, જિનશાસનના સૂરિરાજથી લઈ મુનિરાજ સુધીના અનેક સાધકો ઋષિ-મહર્ષિ કે રાજર્ષિ બનીને પણ આત્મ-રમણતા દ્વારા સંયમ ઉપવનમાં વિહરનારા વિશ્વની આઠમી અજાયબી જેવા શાસનશણગાર બની શુદ્ધ-પ્રબુદ્ધ પવિત્ર-પાવન જીવન જીવી સકળ જીવસૃષ્ટિને અભયદાન તથા સુખશાતા અર્પી સ્વયં પણ શાશ્વત સુખના સહભાગી બનવા પ્રતિભાવ પ્રગતિ કરનારા બન્યાં છે. જાણે પૂર્વભવોની અધૂરી સાધનાઓને આગળ ધપાવવા જ તેમનો જન્મ થયો હોય તેવાં સાધુ-સાધ્વી ભગવંતો ફક્ત ગત ચોવીશીમાં જ નહીં, બલ્ક આદિનાથ પ્રભુથી લઈ તીર્થકર મહાવીરદેવની પાટ-પરંપરામાં આજ સુધી જોવા મળી રહ્યાં છે, તે ગૌરવવંતા જિનશાસનની જ બલિહારી છે.
૧૧૭ અઢાર હજાર શિલાંગરથના ધારક, સવિશુદ્ધ સંયમવાહક અનેક અણગારોએ આડંબરો અને અમનચમનથી પર રહી અંતર્મુખી કે આત્મલક્ષી આરાધનાઓ કરી કાયાનો કસ કાઢી લીધો છે. ઉપસર્ગો, પરિષહો કે અંતરાયોની ફોજ વચ્ચે પણ જીવનાંત સુધી ધર્મબળે અણનમ રહી ધવલ-ધવલ બની ગયાં છે. અવિરત પાટપરંપરા તેવા સાધુ-સંતોને જન્મ આપી વસુંધરાને બહુરત્ના બનાવતી રહે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે સમુદ્રમાંથી કેટલુંય પાણી ઉલેચાય કે ટાયર-ટ્યૂબ વગેરેમાં કેટલીય હવા ભરાય કે શોષાય છતાંય પ્રકૃતિપ્રદત્ત હવાપાણી ઓછાં થતાં નથી તેમ ગમે તેવી વિષમતા વચ્ચે પણ સમતા રાખી મમતા ત્યાગી જયવંતા જિનશાસનમાં ભૂતકાળની જેમ ભાવિમાં પણ ભવ્યજીવો સાધક-આરાધકરૂપે જન્મી-જીવી જયવંતા બની જશે તે નિર્વિવાદ સત્ય છે.
પ્રસ્તુત લેખમાળા દ્વારા ફક્ત ભૂતકાલીન અને ફક્ત ૧૦૮ આરાધકોનું વર્ણન જ અતિસંક્ષેપમાં આલેખ્યું છે, તેથી તે સિવાયના અનેક સાધકોની માહિતીઓ અધૂરી જ રહેવા પામી છે, જે બદલ ક્ષમાયાચના, પણ સાથે પ્રાચીનની જેમ અર્વાચીન મહાત્માઓની પણ સંયમયાત્રાની લંબાઈ-ઊંચાઈ અવગાહવા જેવી છે, જેથી લોકોત્તર શાસનના લોકોત્તર મહાપુરુષોને પિછાણી શકાય. જૈનેતરોમાં એકાદ માર્ગાનુસારી સંત પાકે તોય કેટલાય તેમના ભક્ત બની મઠ–મંદિરો ખડાં કરી દે છે અને ચિરકાલીન નવી પરંપરાઓ ચલાવવા પ્રેરાય છે જ્યારે સાવ ખાખી-વૈરાગી અને નૈસર્ગિક જીવનનાં જીવંત પાત્રોને દુનિયાનો મોટો ભાગ નામ-કામ કે ગામઠામથી ઓળખતો પણ નથી. માન-સન્માન તો દૂર પણ અલૌકિક જીવન છતાંય જીવવાની પણ સ્પૃહા વિનાના ચારેય સંજ્ઞાઓને વશ કરવા અઢીદ્વીપની ચારેય દિશાઓની અણગારી આલમને શ્રમણોપાસક-શ્રમણોપાસિકાઓ પણ સારી રીતે ઓળખી નથી શક્યા કે નથી ઓળખી શકવાનાં કારણ કે શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુ પ્રસ્થાપિત ચતુર્વિધ શ્રીસંઘનાં ભલે સદસ્યો-સભ્યો ગણાય પણ પંચપરમેષ્ઠિમય મહામંત્ર નવકારમાં તેઓ માટે સ્થાન-સન્માન ન હોવાથી તેઓ શ્રમણોની નિકટ છતાંય જીવનચર્યાથી ઘણા દૂર રહી ગયા છે.
ક્યાં વીસ વસાની દયા અને ક્યાં ગૃહસ્થોની ફક્ત સવા વસાની દયા?
વર્તમાનના દરેક ગચ્છ-સમુદાય કે સંપ્રદાયમાં જે-જે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org