________________
826
કરતા; પરંતુ મારા પિતાશ્રીએ રાત્રે દાદાનું સ્મરણ કર્યું. દાદા તો આવ્યા નહીં, પરંતુ વિચાર મૂકયો – પહેલાંની જેમ જ ફરીથી દાદાની પૂજા કરી, માફી માગી દાદાની મૂર્તિને એ જ પૂજારી --શ્રાવકોએ ત્યાંથી લીધી અને બાજુમાં પધરાવી. બધું કાર્ય સુગમતાથી પૂર્ણ થયું.
ત્રીજો બનાવ તો તેથી પણ અદ્ભુત છે. દેરાસરની સામે શ્રી છોટુભાઈ વાણંદની દુકાન હતી. તેને વારંવાર દાદા વિષે પૂછવાની ટેવ. મારા બાપુજીને કાયમ આ બાબત પૂછે. છોટુભાઈને મનમાં એવું થાય કે દાદાના મને દર્શન કેમ થતા નથી ? અને દાદાએ તેની ઇચ્છા કેવી રીતે પૂરી કરી તે વાંચો.
એકવાર સાંજે મોડેથી છોટુભાઈ દુકાન બંધ કરી, પોતાના ઘેર જવા નીકળ્યા. દેરાસરના પગથિયા પર એક નાનો છોકરો બેઠો હતો. છોટુભાઈએ તેને પૂછ્યું, એ છોકરા ! તું કોનો દિકરો છે? કયાં રહે છે ? જો અંધારું થઈ ગયું; હવે ઘેર જા. છોકરો તો છોટુભાઈ સાથે ઘેર જવા નીકળ્યો. છોટુભાઈ રસ્તામાં શિખામણ આપે છે કે અંધારામાં બહાર ન નીકળવું. છોટુભાઈને ઘર તરફ વળવાનું આવ્યું એટલે છોકરાને પૂછવા જાય છે; પરંતુ નાનો બાળ તો ગાયબ. છોટુભાઈને દર્શન દેવા શ્રી માણિભદ્ર આવ્યા હતા. વર્ષોની તેની ઇચ્છાને માનીને દાદા આવ્યા હતા. છોટુભાઈએ તો હરખના માર્યા સમાજને વાત કરી અને દાદાનો જય જયકાર કર્યો.
આવા નાનામોટા અસંખ્ય પરચા છે. માણિભદ્ર તો હાજરાહજૂર છે. કોઈપણ સંકટ આવ્યે દાદાનું સ્મરણ કરો, દાદા હાજર થશે.
નામ :
પિતા :માતા :
ધર્મ :વ્યાપાર :
જન્મ :
જન્મ સમય :
પત્ની :
પત્નીના પિતા :–
પત્નીનું ગામ :– ગુરુ :
ગુરુના ગુરુ –
:
Jain Education International
શ્રી માણિભદ્રનો પૂર્વ જન્મ
તપાગચ્છાધિષ્ઠાયક
શ્રી માણેકશાહ
શ્રી ધર્મપ્રિય
જિનપ્રિયા
વિશા—ઓસવાળ
પાલી (મારવાડ)
ઉજ્જૈન
વિ. સં. ૧૫૪૧, મહા સુદ ૫, વસંત પંચમી.
આનંદરિત
શ્રી ભીમશેઠ
ધારાનગરી
તપાગચ્છ શાખાના ૫મા આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી
મહારાજ. વિ.સં. ૧૫૪૭ થી ૧૫૯૬
તપાગચ્છ શાખાના ૫૫મા આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ. વિ. સં. ૧૫૫૨ થી ૧૫૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org