SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ 822 તપાગચ્છાધિષ્ઠાયક ભગવાન મહાવીરે કહ્યું કે, સત્ય એ જ ઈશ્વર છે. સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતો નથી અને પાણી ડુબાડી શકતું નથી. ભગવાન મહાવીરે સત્યની વ્યાપક વિચારણા કરીને અહિંસા પછી બીજા મહાવ્રત તરીકે એની પ્રતિષ્ઠા કરી. સત્યની શોધ માટેના અવિરત પ્રયાસમાંથી એકાત્તવાદની વિચારસરણી નીપજી આવી. આ એકાત્તવાદ એટલે મારું જ સાચું એમ નહીં પરંતુ સાચું તે મારું-ની ભાવના. આમ, ભગવાન મહાવીરે એકાન્તવાદથી માનવીને બીજાની દૃષ્ટિથી વિચારવાનો નૂતન સંદેશ આપ્યો. પોતાનો મત, વાદ, વિચાર કે માન્યતાને કોઈપણ ભોગે સાચી ઠેરવવાનો પ્રચાર કરવા જતાં જગતમાં ઘર્ષણો, આગ્રહો અને વિવાદોનું યુદ્ધ મચ્યું હતું ત્યાં એકાન્તની વિચારસરણી સમન્વય અને વિરોધ પરિહારની ભાવના દર્શાવે છે. આઈનસ્ટાઈને ભૌતિક જગતમાં સાપેક્ષવાદની શોધ કરી. ભગવાન મહાવીરે પચીસસો વર્ષ પહેલાં વ્યવહારજગતનો સાપેક્ષવાદ બતાવ્યો. આમ એક બાજુ વિચારોના સમન્વયની વાત અને બીજી બાજુ અન્ય ધર્મો પ્રત્યે આદરની વાત પણ મળે છે. ભગવાન મહાવીરે માનવ ગૌરવની વાત કરી. એમણે કહ્યું કે તું જ તારો ભાગ્યવિધાતા છે.' પોતાના સમયની અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ સામે એમણે જેહાદ ચલાવી. જડ પરંપરાનો ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર હોય તો જ નિગ્રંથ થવાય. વર્ધમાન એટલે પ્રગતિશીલ. એ પ્રગતિશીલનું પૂર્વગ્રહથી મુક્ત એવું ખુલ્લી કિતાબ જેવું જીવન એ જ નિગ્રંથનો સાચો અનુયાયી; અને આથી જ જીવનને ધર્મભાવનાની પ્રયોગભૂમિ બનાવવાનું કહ્યું. મહાવીરની પાસે હતો માત્ર પ્રકાશ. આજે ધર્મની આસપાસ લાગેલાં માન્યતા, અંધશ્રદ્ધા અને ચમત્કારોનાં આવરણ દૂર થવા લાગ્યાં છે અને માત્ર પ્રકાશની શોધ અને પ્રાપ્તિના માર્ગ તરીકે ધર્મ રહ્યો છે. ભગવાન મહાવીરના સંદેશામાં વિજ્ઞાન સમાહિત છે. ડૉ. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી પાનારો મળી આવતાં વૃક્ષ હસે છે અને કઠિયારો આવતાં ધૃજે પણ છે! ભગવાન મહાવીર અને પહેલા ભગવાન ઋષભદેવે આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના માઈક્રોસ્કોપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય જીવો વિષેનું જ્ઞાન હતું. હકીકતમાં ધર્મ પોતે જ વિજ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. વિજ્ઞાન પાસે તર્ક અને પ્રયોગનું સત્ય છે. આવી વિજ્ઞાનની દષ્ટિએ ધર્મની શૈલી પારખવામાં આવે તો ઘણા અનુભવનાં સત્યોને તર્કનું પીઠબળ મળે. નારી પ્રતિષ્ઠાનો પ્રબળ ઉદ્યોષ આ ધર્મમાં સતત સંભળાય છે. ભગવાન મહાવીરે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી. ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ બનાવી. મલ્લિનાથ સ્વામી સ્ત્રી હોવા છતાં તીર્થકર થયાં. શ્રેણિક રાજાની પત્ની ચલ્લણા ઠંડીમાં તપ કરતા મુનિને જોઈને એનું શું થશે?' એવા શબ્દો બોલ્યાં. શ્રેણિકને પત્નીના ચારિત્ર વિષે શંકા થઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું સમાધાન કરીને કહ્યું, ' તમને ચેલ્લણા જેવી પતિવ્રતા સ્ત્રી તરફ ખોટી શંકા છે. આથી ચેલ્લણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy