SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ 812 તપાગચ્છાધિષ્ઠાયક (૧) ગતિ અને પ્રગતિ મહાન શક્તિવાળા બાવન વીરો જેમની સેવામાં સદા રહે છે તથા ચોઠસ યોગિનીઓ જેમની પાસે નિત્ય નાટારંભ કરતી રહે છે; વ્યંતરદેવોની આઠ નિકાયમાં યક્ષેન્દ્ર માણિભદ્ર તરીકે જેઓનાં નામ-કામ ખ્યાતનામ છે, ક્ષેત્રપાલ દેવોના જેઓ અધિપતિ છે. દેવતાઈ વૈક્રિય શરીર શ્યામ વર્ણનું છે પણ સુંદરતા સૌને આકર્ષે તેવી છે. મસ્તકે રક્તવર્ણ મુગટ શોભે છે. ભૂજાઓ છે છે, જેમાં ક્રમથી ત્રિશૂળ, ડમરૂ, અગર, અંકુશ, નાગ, ખગ્ન શોભી રહ્યાં છે. પોતે શ્યામવર્ણ પણ વાહન છે શ્વેતવર્ણ ઐરાવણ હાથી. મુખનો આકાર વિલક્ષણ છે અને તેમાંય જેમની મૂર્તિઓમાં મુખ ઉપર જ મંદિરનો આકાર છે, જે ઉપર તેમની પડી રહેલી સતત દષ્ટિ–સૃષ્ટિના શ્રેષ્ઠ સ્થાન સિદ્ધાચલજીના પ્રતીક રૂપે યાદ દેવડાવી રહી છે. સામાનિક દેવો વીસ હજાર છે, છતાંય પ્રભાવ અને પ્રતાપનો તાપ તેમનો જ તગતગી રહ્યો છે. એકાવતારી સમ્યગુષ્ટિ દેવેન્દ્ર તરીકે જેઓ વિખ્યાત છે અને દબદબા તથા ઠાઠમાઠથી જેઓ રત્નજડિત સુવર્ણ સિંહાસન ઉપર બિરાજી રહ્યા છે તેવા અલૌકિક, અનોખી અને અદ્ભુત આલમના આલયમાં લયલીન બની જ્યારે એક દિવસ તેઓ દેવીઓના નાટારંભ અને દેવોના સંગીત-સંગમાં રંગ માણી રહ્યા હતા, ત્યાં તો.... અચાનક તેમનું સિંહાસન કંપી ઊઠ્ય, કોઈ અકસ્માત થવાનો હોય તેવી નાજુક ક્ષણોમાં માણિભદ્રજીની કાયા પણ કંપનનો આંચકો ખાઈ ગઈ. ધરા ધ્રુજી ન હતી પણ ફક્ત પોતાનું સુખાસન જ ડગી ઊઠ્યું હતું. કંઈક અજુગતું થયું તેવા ભય સાથે જ સેનાપતિ તથા અંગરક્ષકદેવો સાવધાન થઈ ગયા, દોડી આવ્યા ને પોતાના અધિપતિને ઘેરી લીધા. ક્ષણમાં જ અસ્વસ્થતા અને અકળામણથી સ્વસ્થ થઈ દેવેન્દ્ર જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને અવધિજ્ઞાનના બળે એક અપૂર્વ દશ્ય દેખી તેઓએ સ્વયં સિંહાસનનો ત્યાગ કર્યો અને તેમની મુખમુદ્રાના ભાવો ઝપાટાભેર પલટાવા લાગ્યા. સૌ સાથી દેવો વિસ્મયાનુભવ કરી રહ્યા હતા ત્યાં જ સ્વયંના શ્રીમુખે ખુલાસો કર્યો : " હે મિત્રદેવો! સિંહાસન-કંપનનું મૂળ કારણે મારા ભવોપકારી ગુરુવરની અઠ્ઠમ તપની ધ્યાનસાધના છે. તેમની કૃપાથી જ હું માનવી માણેક મટી માણિભદ્ર બન્યો છું. અપૂર્વ જો કે તેઓ હજુ મને ઓળખતા નથી, છતાંય શ્રીમદ્ હેમવિમલસૂરિજી નામના આચાર્ય, તેઓએ સંકલ્પ સાથે સાધના કરી છે અને તેમની આ મૌન અખંડ અન્નપાનત્યાગ સાથેની અનુસાધનામાં સ્વાર્થ નહિ પણ પરમાર્થ છે. તેઓ પગપાળો વિહાર કરી મારા મૂળ મૃત્યુસ્થાને આવી ગયા છે અને કોઈ અગમ ચિંતાથી વ્યગ્ર છે. મારે તેમની પાસે તત્કાળ પહોંચવું ખૂબ જરૂરી છે." બસ, આટલું કહી તેઓએ દેવતાઈશક્તિ ઉપયોગમાં લીધી અને ક્ષણના આંતરે જ પોતાના ગુરુવર આચાર્યશ્રીની અડોઅડ આવી પહોંચ્યા, વિનમ્ર ભાવે વિનંતિ કરી અને તેમની પ્રેમાળ પ્રાર્થનાથી શ્રી હેમવિમલસૂરિજીએ પણ ધ્યાન ત્યાગ કરી પ્રાર્થના ઉપર પ્રેમાળ દષ્ટિનો પાત કર્યો. સામે તેજપુંજનો અંબાર કોઈદેવ જ ઊભો છે, તેવું અનુમાનથી જાણી લીધું અને ધર્મલાભના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy