SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ 776 તપાગચ્છાધિષ્ઠાયક તેઓ આરાધના કરતા. કાળી ચૌદસની રાતે મોટો ઉત્સવ થતો. થાળ ધરાવવામાં આવતા. ભક્તિ થતી, પૂજન થતું. આ સ્થાનકને સાચવનારા એ છેલ્લા યતિ હતા. એમના સ્વર્ગવાસ પછી સ્થાનકનો ઓરડો સંઘની માલિકીનો થયો. આ સ્થાનક જ્યારે સ્થપાયું હશે એનો સવિગત ઇતિહાસ મળતો નથી; પરંતુ અઢારમા–ઓગણીસમા સૈકામાં જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુસાધ્વીઓની અવરજવર વધુ હતી અને જ્યારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હશે ત્યારે આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું એ વાતની સાબિતીરૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય પછી રોજ સવારસાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. વીજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ થતો. ઉત્સવ પ્રસંગે ઘણા દીવા થતા કે જેથી ચારે બાજુ પ્રકાશ પથરાયેલા રહેતો. હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી એટલે અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે અંદર ઘોર અંધારું થઈ જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય. રાત્રે તથા દિવસે ઘણુંખરું બંધ રહેવાને કારણે અંધારાને લીધે એમાં ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ચામાચીડિયાંની બીક લાગતી નહિ. જે કોઈને શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવાં હોય તે બારણું ખોલી દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ લગાડેલા હોય. પાસે નીચે બાજોઠ ઉપર ધૂપ, દીપ વગેરે હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહીં, એટલે કશું ચોરાઈ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો. સાંકળ વાસવી રહી ગઈ હોય તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય. સ્થાનકના બારણાને તાળું કયારેય મારવામાં આવતું નહિ. એવી જરૂર પડતી નહિ. શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રૉનક હતી તેટલી પછી રહી નહોતી, તો પણ શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો હતો. પાદરામાં કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે. ગોરજી ભક્તજનોને પ્રસાદી તરીકે ધૂપદાનીમાંથી રાખ આપતા જે તેઓ માથે ચડાવતા. અમારું વતન પાદરા ગાયકવાડી રાજયના તાબાનું ગામ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દીર્ધદષ્ટિવાળા, પ્રગતિશીલ રાજવી હતા. એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy