SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છાધિષ્ઠાયક 'શ્રી માણિભદ્રજી : યક્ષરાજ કે વીર ... ? – પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી માણિભદ્રજીનું ખરેખર વાસ્તવિક સ્વરૂપ શું છે, વીર કે યક્ષરાજ? તેની જાણકારી પ્રસ્તુત લેખમાં રજૂ કરવામાં આવી છે. શ્રી માણિભદ્રજીનો જે જાતનો રુઆબ અને પ્રચંડ પ્રભાવ પ્રવર્તે છે, જે રીતે તેમની બાહ્ય અને આંતરિક સમૃદ્ધિ પ્રકાશે છે, જે રીતે એમનું વિરાટ વ્યક્તિત્વ ખીલી ઊયું છે અને જેમનામાં સૂર્ય જેવું સમ્યગુદર્શન ઝળહળી રહ્યું છે એ શક્તિને આપણે સાચી રીતે ઓળખીએ તે આ લેખનો સારાંશ છે. આ સંશોધનાત્મક લેખના લેખક પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજશ્રી હમણાં થોડા રામય પહેલાં સુરતમાં આચાર્ય પદવીથી વિભૂષિત થયા. તેમની સાથે તેમના વડીલ બંધુ પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજશ્રીની પણ આચાર્ય પદવી ભવ્ય મહોત્સવ પૂર્વક સંપન્ન થઈ. આ બંને પૂજ્યો (બંધુ બેલડી) રામલક્ષ્મણની જોડી તરીકે જૈન જગતમાં પ્રસિદ્ધ છે. સ્કૂલમાં ભણવાનું સાથે, રમવાનું પણ સાથે, જમવાનું પણ સાથે, દીક્ષા પ્રસંગ પણ બનેનો સાથે જ, ગણિ પદવી અને પંન્યાસ પદવી પણ બન્નેની સાથે જ. છેલ્લે આચાર્ય પદવી પણ બન્નેની સાથે જ. આ બતાવે છે કે બન્ને વચ્ચે કેવો સ્નેહ છે. પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજ સંગીતના પ્રખર જ્ઞાતા અને અચ્છા ગાયક છે તો પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજ પ્રખર વ્યાખ્યાનકાર છે, જેમની વાણીમાં વૈરાગ્યનો અને વીરતાનો અનુપમ સુમેળ જોવા મળે છે. પૂજ્યશ્રી સમર્થ લેખક પણ છે. વીશેક પુસ્તકો પૂજ્યશ્રીની તેજસ્વી કલમે આલેખાયાં છે. તેમાં વિશેષ પૂજા કરીએ સાચી સાચી, સમજવા જેવું સામાયિક, વિરાગના દર્પણમાં વગેરે પ્રકાશનોમાં પૂજ્યશ્રીની મૌલિકતા અને દક્ષતાનાં દર્શન થાય છે. સંસ્કૃતિના પણ એવા જ દઢ આગ્રહી રહ્યા છે. ઉપધાન અને ચારિત્ર્યધર્મના વિશેષ અનુરાગી પણ છે. થોડાં વર્ષો પહેલાં ઈદોરમાં તેમના ચાતુર્માસ દરમ્યાન જીવદયા માટે તેમણે આપેલ ઉપદેશ પ્રમાણે દશેક હજારથી વધુ જીવોની હિંસા થતી અટકાવી અને તીર્થરક્ષા માટે પણ હરહમેશ જંગ ખેલતા રહ્યા છે. – સંપાદક 'છી માણિભદ્રજીને શી રીતે ઓળખવા? ઘણાને સમસ્યા છે ! કેમકે ભિન્ન ભિન્ન સ્થાને ભિન્ન ભિન્ન ઓળખાણ મળે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy