SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ 750. તપાગચ્છાધિષ્ઠાયક દાદાનું પૂજન કરી મંત્રજપ કરવો. શ્રી દાદાને તેલ, સિંદૂર ચઢાવી લાલ પુષ્પોથી અર્ચન કરવું. સુખડી (ગોળપાપડી), લાડુ કે લાપશીનું નૈવેદ્ય ધરાવવું. પૂ. દાદાને પ્રસન્ન કરવા તે તે કાર્યની સિદ્ધિ માટે નીચે જણાવેલા નવા મંત્રો પૈકી કામનાનુસાર તે તે મંત્રનો જપ કરવો. જપમાં સાવધાની રાખવી. ગુરુની નિશ્રામાં સાધના કરવી તે ઈષ્ટ છે. . યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રજીના મંત્રો (૧) પાપનાશ માટે गजरत्न समारूढस्तपगच्छसुरक्षकः। यक्षेन्द्रमाणिभद्रोऽयं हन्तु पापमहर्निशम् ॥ અર્થ-શ્રેષ્ઠ હાથી (ઐરાવત) ઉપર બેઠેલા તપગચ્છના રક્ષક (અધિષ્ઠાયક) આ યક્ષેન્દ્ર માણિભદ્ર (અમારા) પાપનો સદા નાશ કરો. (૨) આધિ, વ્યાધિ, વિપત્તિ અને મહાભયના નાશ માટે ॐ ह्रीं श्रीं क्लीं महावीर माणिभद्र महाबल । आधि व्याधि विपत्तिंच महाभीतिं विनाशय ॥ અત્યન્ત બળવાળા, મહાવીર, હે માણિભદ્ર ! મારી આધિ (માનસિક રોગ), વ્યાધિ (શારીરિક રોગ), વિપત્તિ અને મારા મહાભયનો નાશ કરો. (૩) સમૃદ્ધિ તથા કુશળ માટે यक्षेन्द्रः स्वच्छमूर्तिर् जिनपतिचरण सेविनां सिद्धिदाता । . आरूढो दिव्यनागं मुनिपतिविमलानन्दसेवाप्रवीणः । क्रोडास्यो दिव्यरूपः सुरमणि - सुरभि कामकुम्भैः समानो यक्षः श्रीमाणिभद्रः प्रदिशतु कुशलं सिद्धि-बुद्धिं समृद्धिम् ।। અર્થ – યક્ષોના રાજા, સુંદર સ્વરૂપવાળા જિનપતિ ( તીર્થંકરો)ના ચરણની આરાધના કરનારાઓને સિદ્ધિ આપનાર, દિવ્ય (ઐરાવત) હાથી ઉપર આરૂઢ, મુનિ પતિ હેમવિમલાનન્દ સૂરિજીની સેવામાં પ્રવીણ, વરાહના મુખવાળા સુરમણિ (ચિંતામણિ) સુરભિ (કામધેનુ) અને કામકુંભ (કલ્પવૃક્ષ) જેવા, શ્રી માણિભદ્ર યક્ષ મને કુશળ, સિદ્ધિ, બુદ્ધિ અને સમૃદ્ધિ આપો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy