________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
695
છંદો-સ્તોત્રો :
માણિભદ્રવીરના વર્ણન માટે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં વિવિધ છંદો-સ્તોત્રો મળે છે.
(૧) તપાગચ્છની સોમશાખાના દર મા ભ. શાંતિસોમસૂરિએ સં. ૧૭૩૩માં આગલોડમાં " મણિભદ્રસ્તોત્ર શ્લો ૪૧ " બનાવ્યા. (– પ્રક. ૫૫ પૃ. ૯૦, સોમશાખા પટ્ટાવલી )
(૨) ભ. હેમવિમલસૂરિના શિષ્ય પં. હર્ષકુલગણિની પરંપરાના પટમાં પં. ઉદયકુશલ ગણિવરે " મણિભદ્ર છંદ કડી ર૧" બનાવ્યો (જુઓ પ્રક. ૫૫, કુશલશાખા)
(૩) ૫. લક્ષ્મીકીર્તિ ગણિના પં. હર્ષકુલગણિની પરંપરાના શિષ્ય શિવકીર્તિએ " મણિભદ્ર ચોપાઈ – ૯" બનાવી. (પ્ર. ૫૮)
(૪) તપગચ્છના ૫૯મા ભ. વિજયસેનસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય પં. કનકવિજય ગણિવર (આ. વિજયસિંહસૂરિ)ના આજ્ઞાધારી મહો. કલ્યાણવિજયગણિની પરંપરાના પં. રામવિજયગણિના શિષ્ય પં. ઉદયવિજયગણિએ સં. ૧૭૦૮માં મગરવાડામાં ગુજરાતી ભાષામાં "માણિભદ્ર છંદ ચોપાઈ૨૫" બનાવ્યો હતો. તેમણે તેમાં કોઈ કોઈ વિશેષતા પણ બતાવી છે તે આ પ્રમાણે :
તું જિનશાસનનો રખેવાલ, તુઝ કર ઝલકે દંડ વિશાલ, તપાબિરુદ જગિ જાસ પ્રસિદ્ધ, તેહને તે ઉપગારહ કીધ. | / ૨ // ૐ " યોગિણી ચઉસટ્ટી" સિરતાજ," વીર બાવન" મોટા યક્ષરાજ એક લાખ ને એંશી હજાર, પીર પીગામ્બર કરે જુહાર. | ૭ ||. ૐ નમો મણિભદ્ર ! તું ચેડા તુજ સમરણ તે નાવે કેડા, " ચોરાશી ચેટકોનો રાય" હાથી દંડ, પાવડી તુઝ પાય.
// ૧૦ || દઢશીલે કરી થાપો મન્ન, નિશાઈ વિધિ જ્યો પ્રસન્ન પછે જે ચિતે તે પાવઈ, ધરિ બેઠા સુખ સંપત્તિ આવઈ.
|| ૧૫ || તું સુરત રૂસમ પૂરણ ચિંતિત " માધત" દૂરિ થકી લીએ વાંછિત " મગરિવાડી" કીધ વાસરસાલ, " જેન વાસિત સુર" તું હી દયાલ; શ્રી વિજયદેવ ગુરુરાજ પસાય, તવિયો મણિભદ્ર સુર રાય.
|| ૧૯ II સંવત્ સત્તર આઠ ઉદીર, મૃગશિર સુદિ આઠમ શશિવાર કલશ સકલ સિદ્ધ જયકાર, મંત્ર મનમંદિર ગણતાં.
| ૨૩ // ઋષિ વૃદ્ધિ કલ્યાણ ભાવે કરી ભણતાં, શ્રી વિજયસેનસૂરિ શિસ, સાધુ ગુણ પરા કહિએ " કનક વિજય કવિરાય" પ્રણમતાં યશ લહિએ. પંડિત રાજવિજયતણો, ભલે શિશ સુણયો મુદા ઉદય અધિક ચઢતી કલા, જે મણિભદ્ર સેવે સદા.
૨૫ //. પુષ્પિકા-ઇતિશ્રી માણિભદ્ર છંદ0 મિતિ શ્રેયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org