________________
692
તપાગચ્છાધિષ્ઠાયક
(૫) ભટ્ટારક ભુવનતિલકસૂરિ (તપાવૃદ્ધ પોષાળ) અને મણિભદ્રવીર :
અમે પહેલા (પ્રક. ૪૪ પૃ. ૮ થી ૨૮માં) " તપાગચ્છની વૃદ્ધ પોષાળ " ના ભટ્ટારકોની પટ્ટાવલી આપી છે. તેમાં ૫ મા ભ. ભુવનતિલકસૂરિ થયા હતા.
તે સૂરિમંત્રના પાઠી હતા. તેમને " યક્ષરાજ મણિભદ્રવીરનું ઇષ્ટ" હતું. તેમણે તે ઇષ્ટથી "શાસન પ્રભાવના" કરી છે.
તીર્થ : માણિભદ્રવીરનાં ત્રણ તીર્થસ્થાનો છે.
(૧) માળવામાં " ઉજ્જૈન" તેની જન્મભૂમિ છે. બાવન વીરો સાથેની રહેવાસભૂમિ છે. ત્યાં મોટા વડ નીચે માણિભદ્રવીરનું મસ્તક પૂજાય છે.
(૨) ગુજરાતમાં પાલનપુર પાસે તેની વિજયભૂમિ" મગરવાડા" છે. ગુરુની આજ્ઞાથી તેણે ત્યાં નિવાસ કર્યો છે, ત્યાં માણિભદ્રવીરનાં ચરણો પૂજાય છે.
(૩) ગુજરાતમાં વિજાપુર પાસે " આગલોડ" ગામમાં વડ નીચે તેણે પોતાનું સ્થાન માગ્યું, ત્યાં માણિભદ્રવીરના ચરણ ઉપરનો ભાગ ધડ પૂજાય છે, વિજાપુરમાં પણ તેનું સ્થાપનાતીર્થ છે.
(૪) કંબોઈ તીર્થમાં રેલવેના પાટા પાસે જંગલમાં ગોરિયાવીરનું સ્થાન છે. માણિભદ્રવીરનું ચમત્કારી સ્થાન છે.
ત્યાંના વૃદ્ધો કહે છે કે, જ્યારે ત્યાં રેલવે લાઈન નીકળી, ત્યારે તે સ્થાન પાસે રેલગાડી' આવતાં એન્જિન બંધ થઈ જતું. ત્રણ દિવસ આ પ્રમાણે બન્યું, પછી તેના ડ્રાઇવરે નીચે ઊતરી તે સ્થાને નમસ્કાર કર્યા અને રેલવેખાતાએ તે સ્થાનને સુધાર્યું. તે પછીથી ત્યાં રેલવે બરાબર ચાલુ થઈ છે. અટકી નથી.
અમદાવાદના શેઠ લાલભાઈ ઉમેદરામ લટ્ટાએ કંબોઈ તીર્થના મનમોહન પાર્શ્વનાથના તીર્થપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ત્યારે આ સ્થાનનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
આ કંબોઈ તીર્થસ્થાન છે; પણ માણિભદ્રનું સ્થાન તીર્થ તરીકે વિખ્યાત નથી.
બીજાં પ્રભાવક સ્થાનો : માણિભદ્રવીરનાં બીજાં પણ ચમત્કારી સ્થળો છે, તે આ પ્રમાણે :
(૧) સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરમાં યતિ લાલચંદજીના ઉપાશ્રયમાં સ્થાન છે. યતિ લાલચંદને માણિભદ્રવીરનું ઇષ્ટ હતું.
તે બહુ ચમત્કારી હતા. શેઠ છગનલાલ જેરાજ વગેરે માનતા હતા કે એક દિવસે રાજાએ ઉપાશ્રયના એક સારા લીંબડાને કાઢી નાખવાનો મનસૂબો કર્યો. યતિવરે મૂંડી ઢાંકી સીધી ડાળવાળા તે લીંબડાને છુપાવી દીધો. બીજે દિવસે લોકોએ જોયું કે તે સ્થાને વાંકોચૂંકો લીંબડો ઊભો છે. અમલદાર નિરાશ થયો. આ ઉપાશ્રયના "યતિ લાલચંદજીનો ઉપાશ્રય" અને "લીંબડાવાળો ઉપાશ્રય " એમ બે નામો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org