SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ 642 તપાગચ્છાધિષ્ઠાયક 'શાસનરક્ષક માણિભદ્રવીરના જીવનની યશોગાથા –મુનિ કલ્યાણબોધિ વિજયજી મ. વજન ઊંચકવા માટે શારીરિક સ્ટેમિના જોઈએ છે જ્યારે અણગમતા બે શબ્દો કે અણગમતું વર્તન જોયા પછી એને ગળી જવા માટે માનસિક સહિષ્ણુતા અને ધીરજ જોઈએ છે. શેઠ માણેકચંદ ડાયનેમિક બન્યા તો ગુરુદેવ આનંદવિમલસૂરિજી મહારાજ સ્ટેટિક બન્યા. સહન કરો.. શુદ્ધ બનો. આવાં નાનકડાં વાકયોને જીવનમંત્ર બનાવી દેવામાં આવે તો ન ધારેલાં પરિણામો આવી શકે છે. વિચારોમાં પણ આવી ગયેલી નાસ્તિકતાને હટાવવા નાનકડું નિમિત્ત પણ પુનઃ શ્રદ્ધાસભર બનાવી દે છે. માતાની શ્રદ્ધા, ગુરુદેવનો અનુગ્રહ, શત્રુંજય પ્રત્યેનો ભાવ અને દઢ આત્મવિશ્વાસની આ માણિભદ્રવીરની કથા મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજશ્રીએ ખૂબ જ સુંદર શૈલીમાં રજૂ કરી છે. વચ્ચે વચ્ચે માર્મિક વાક્યોમાં આપેલા ઉપદેશનો બોધ પણ જીવનમાં કાંઈક નવી શોધ કરાવી દે છે. આ લેખના લેખક પૂ. મુનિશ્રી સારા અભ્યાસુ છે. જૈન ગ્રંથભંડારોને સમૃદ્ધ કરવામાં તેમના ગુરુદેવ પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ. સા. સાથે રહીને ઘણી જહેમત લીધી છે. લેખન–પ્રવચનની સાથે સંશોધનક્ષેત્રે પણ પૂજ્ય મુનિશ્રીએ લાંબી દષ્ટિ દોડાવી - સંપાદક માલવદેશમાં અવંતી નગરી જે જે ઉજ્જૈન તરીકે પ્રસિદ્ધ છે તેમાં ૫00 વર્ષ પૂર્વે પંદરમી સદીમાં એક ધાર્મિક કુટુંબ વસતું હતું. શ્રાવકનું નામ ધર્મપ્રિય હતું. શ્રાવિકા પણ સાન્વર્થ 'જિનપ્રયા' નામના ધારક હતાં. તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. માણેકશા તેનું નામ રખાયું. આ માણેકશા એ જ ભાવિના માણિભદ્રવીર... બધી જ અનુકૂળતાઓ મળી જતી હોત તો સંસારને દુઃખમય કહેવો વ્યર્થ થઈ જાત. કર્મને વક્રી પણ ન કહી શકાત. કરોડો-અબજોની સંપત્તિ છે. સેંકડો દાસદાસીઓ છે. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy