SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છાધિષ્ઠાયક તે અને જ્યારે વિશિષ્ટ મહાપૂજનવિધિનો ઉપયોગ હોય ત્યારે તે, એમ બંને અલગ અલગ કરાવી શકાય છે. બંને સાથે જ કરવાં ફરજિયાત નથી; છતાં કરાવવાં હોય તો તેમ પણ કરાવી શકાય છે. 548 પ્રથમ વિધાન, શ્રી પદ્માવતીદેવી મહાપૂજનની જેમ જ જાહેરમાં, સંપૂર્ણ દિનપર્યંત ભણાવી શકાય છે. તેમ જ, શ્રી માણિભદ્રવીરની નૂતન પ્રતિમાની પ્રતિષ્ઠા પ્રસંગે, આસો સુદ ૫ ના દિવસે, પૂર્વપ્રતિષ્ઠિત પ્રતિમાના ચૈતન્યીકરણ પ્રસંગે, તેમ જ વિશિષ્ટ પ્રસંગો પર બંને વિધાનો એક જ દિવસે સાથે પણ કરી શકાય છે. અને, જ્યારે બંને વિધાનો સાથે જ કરવાનાં હોય ત્યારે નિમ્ન બાબતો લક્ષમાં રાખવી યોગ્ય છે ઃ (અ) વિધિઓનો ક્રમ સામાન્ય રીતે નિમ્ન અનુક્રમે રહેશે – પ્રથમ સ્નાત્રપૂજા, પછી કુંભ–દીપસ્થાપન, ન્યાસ અને શુદ્ધીકરણવિધિ, અભિષેકમાર્જનવિધિ, પ્રાણપ્રતિષ્ઠા, આહ્વાન, સ્તોત્રપાઠ, અષ્ટપ્રકારી પૂજા, વેદિકા સ્થાપન-પૂજન, ગ્રહશાંતિ સ્તોત્ર, તિજયપહુત્તસ્તોત્ર, આહ્વાન, આહુતિક્રિયા છેક પૂર્ણાહુતિ સુધી, શાંતિકલશ, આરતી અને વિસર્જનવિધિ. (બ) ૧. અષ્ટપ્રકારી પૂજાનો મંત્ર એક અથવા સાત વાર બોલવો ને તે । મુજબ જે તે પૂજા કરાવવી. ૨. શ્રી માણિભદ્રવીરે પૂર્વજન્મમાં (માણેકશાહના ભવમાં) આસો સુદ ૫ ના શત્રુંજયની યાત્રાની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી આસો સુદ ૫ ( આ દિવસે આગલોડમાં મૂળ સ્થળમાં, વર્ષમાં એકવાર, નિયમિત રીતે બંને વિધાનો સાથે થાય છે.) અખાત્રીજ (વૈશાખ સુદ ૩) મહાસુદ ૫ (આગલોડમાં માણિભદ્રની સ્થાપનાનો દિવસ), રવિવાર, મંગળવાર, ગુરુવાર, સુદ પાંચમ, આઠમ અને ચૌદશ – આટલા દિવસો આ બંને વિધાનો કરાવવા માટે શ્રેષ્ઠ ગણી શકાય. ૩. જીવદયાની ટીપ અવશ્ય કરાવવી. ૪. આ વિધાનો શ્રી માણિભદ્રવીરની પૂર્વપ્રતિષ્ઠિત કે પ્રતિષ્ઠિત થઈ રહેલી નૂતન પ્રતિમાઓ, યંત્ર અથવા ચલિત પ્રતિમાઓ ઉપર કરવામાં આવે છે. ૫. જ્યાં આ વિધાનો થઈ રહેલાં હોય ત્યાંના પ્રત્યક્ષ અનુભવ પછી જો આ વિધાનો કરવામાં આવે તો ખૂબ સરળતા રહેશે. ૬. પૂજાદ્રવ્યો મૂકવા કે રાખવા માટે સ્ટીલ કે લોખંડના પાત્રનો ઉપયોગ ન કરવો. ૭. પૂજનમંડપ તથા મંગલઘરમાં રજસ્વલા આદિ મલિન સ્ત્રીની દૃષ્ટિ કે હાજરી તથા કાળા રંગના વસ્ત્ર આદિનો નિષેધ હોય છે. આ ખાસ ધ્યાનમાં લેવું. ૮. પૂજન અથવા મહોત્સવ દરમ્યાન દુઃખ, વૈરાગ્ય, વિલાપ, શોક, પશ્ચાત્તાપ વગેરે ઉત્પન્ન ન થાય તેવા અને આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ આદિ ઉત્પન્ન થાય તેવા પ્રકારનાં ગીતો, સંગીત, સ્તવનો વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ૯. કોઈપણ શુભ વિધિ-પૂજનના પ્રારંભમાં ત્રણ નવકારમંત્ર અથવા વજ્રપંજર સ્તોત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy