SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ 330 લોકનો વિસ્તાર ૩૪૩ ઘન રાજુ (રજ્જુ) છે. એક રજ્જુ અસંખ્યાત યોજનનો થાય છે. એક યોજન ૨૦૦૦ ગાઉનો થાય છે. એક ગાઉ લગભગ અઢી માઈલનો થાય છે. લોકનો વિસ્તાર લોકના ત્રણ ભાગ કરીને વિશેષપણે સમજવો. લોક ચાર પ્રકારના છે : (૧) દ્રવ્યલોક (૨) ક્ષેત્રલોક (૩) કાળલોક (૪) ભાવલોક ક્ષેત્રલોક ત્રણ પ્રકારના છે ઃ તપાગચ્છાધિષ્ઠાયક (૧) અધોલોક (૨) મધ્યલોક (તીર્ધ્વલોક) (૩) ઊર્ધ્વલોક. અધોલોક સાત પ્રકારના છે, જેને વેદાંત સાત પાતાળ અને જૈન દર્શન સાત નરકો કહે છે; જેમાં ૮૪ લાખ નરકાવાસા છે અને ૭ કરોડ ૭૨ લાખ ભવનપતિ દેવોનાં ભવનો છે. અધોલોકનો આકાર તિપાઈના આકારે છે. તીર્કાલોક (મધ્યલૌક)નો આકાર ઝાલરના આકારે છે. ઊર્ધ્વલોકનો આકાર ઊભા ઢોલકના આકારે છે. અધોલોક કયા ભાગને કહે છે ? અધોલોક કયાંથી શરૂ થાય છે ? અધોલોકનો વિસ્તાર કેટલો છે ? દૃષ્ટાંતમાં જેમ મનુષ્યની નાભિથી નીચેનો વિસ્તાર છે તે રીતે લોકના ઠીક મધ્યબિંદુથી નીચેનો જેટલો વિસ્તાર છે તેટલા ભાગને અધોલોક કહે છે. મેરુ પર્વત પાસેથી સમભૂમિથી ૯૦૦ યોજન નીચેથી અધોલોક શરૂ થાય છે. અધોલોકની ઊંચાઈ ઉપરથી નીચે સાત રજ્જે છે. સૌથી નીચે પૂર્વ-પશ્ચિમ દિશાનો વિસ્તાર (જાડાઈ) સાત રજ્જુ છે અને ઉપર ઘટતો ઘટતો સૌથી ઉપર એક રજ્જુ થઈ જાય છે. દક્ષિણ-ઉત્તરનો વિસ્તાર (લંબાઈ) સર્વત્ર સાત-સાત રજ્જુ છે. આ પ્રમાણે અધોલોકનો કુલ વિસ્તાર ૪ રજ્જુ x ૭ રાજ્ડ x ૭ રાજુ = ૧૯૬ ઘન રાજ પ્રમાણ થાય છે. તેમાં ભવનપતિ દેવો અને નારકી રહે છે. દક્ષિણ અને ઉત્તરમાં ત્રણ ત્રણ રજ્જુ ક્ષેત્ર છોડીને લોકના મધ્યમાં ચૌદ રજ્જુ પ્રમાણ ઊંચાઈવાળી એક ત્રસ નાડીમાં સાત નરકોની રચના છે. નરકની સાત પૃથ્વીઓ ગણાય છે. અધોલોકમાં રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિકાઓ છે અને ક્રમથી નીચે નીચે ઘનોદધિવાતવલય, ઘનવાતવલય, તનુવાતવલય તથા આકાશનો આધાર છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે – ખરભાગ, પંકભાગ અને અબ્બહુલ ભાગ. તેમાંથી ઉપરના બે ભાગમાં વ્યંતર તથા ભવનવાસી દેવો રહે છે અને નીચેના અબ્બહુલ ભાગમાં નારકીઓ રહે છે. આ પૃથ્વીનો કુલ વિસ્તાર એક લાખ એંસી હજાર યોજન છે. (૨૦૦૦ કોસનો એક યોજન ગણવો.) તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા (૯૯૯૯૫) અને સાતમામાં પાંચ જ નરક બિલો છે. ( આ બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy