________________
318
તપાગચ્છાધિષ્ઠાયક
જૈન શાસ્ત્રોની દષ્ટિએ ઊર્ધ્વલોકના દેવાવાસો
-- જશુભાઈ જુગલદાસ શાહ.
શ્રી માણિભદ્રદાદાના આ ગ્રંથમાં જ્યારે જ્યારે તેમનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે ત્યારે માણેકશા નામના માનવીમાંથી દેવ તરીકેનો તેમનો નવો અવતાર આંખ સમક્ષ ખડો થાય છે. તેઓ દેવોના પણ ઇન્દ્ર દેવેન્દ્ર છે, તેથી તે વાત પણ સત્ય છે કે દેવલોકના દેવતાઓની દિવ્ય દુનિયા પણ વિશાળ છે.
ચાર પ્રકારના દેવો પૈકી આપણા કહેવાતા માનવલોકથી ઊંચે ઊંચે દશ્યમાન અને અદશ્યમાન જે જયોતિષ અને વૈમાનિક દેવોની જે દુનિયા છે તેનો ફક્ત આછો ચિતાર જ આ લેખનો વિષય છે.
એક ગૃહસ્થ સવિશેષ જ્ઞાનાભ્યાસ કરે ત્યારે જ આટલું વિસ્તાર પૂર્વક લખી શકે. બૃહ–સંગ્રહણી વગેરે શાસ્ત્રો આ લેખના લખાણ લખવા માટે ભણવા પડે. અત્રે લેખ માહિતીસભર છે; છતાંય દેવતા-લોકનો ઘણો જ ઓછો અને આછો ખ્યાલ અને અપાયો છે. કારણ કે જૈનાગમોમાં તો દેવલોક, દેવતા, દિવ્ય શક્તિઓ, દેવતાઈચમત્કારો, દેવોનું મુખ્ય કાર્ય વગેરે વગેરે વિષે પ્રમાણબદ્ધ માહિતીઓ ઉપલબ્ધ છે.
પ્રસ્તુત હકીકતો રજૂ કરનાર જશુભાઈ જે. શાહ ગુજરાતમાં સારા વિધિકાર છે. અનેકવિધ પૂજનોમાં તેમનું વિશિષ્ટ યોગદાન નોંધપાત્ર બન્યું છે. અમારી સાહિત્યશ્રેણીમાં તેમના તરફથી હંમેશાં ઉત્તમ કક્ષાનો સહયોગ મળતો રહ્યો છે.
- સંપાદક
દેવોની દુનિયા અલોકિક છે. દેવો મહાશક્તિના સ્વામી છે. દેવો વેકિય શરીર ધારણ કરનારા છે. એકસાથે અનેક રૂપો સર્જનારા છે. દેવો અવધિજ્ઞાનના સ્વામી છે. જ્યાં કેવળ આનંદ, સુખ અને મોજ-મસ્તી છે, એવી દેવોની દુનિયા કંઈક અનેરી છે.
ઊર્ધ્વલોકમાં જ્યોતિષી દેવલોકના દેવો અને વૈમાનિક દેવલોકના દેવો છે જે પરમ તારક પરમાત્માના પરમ ભક્ત છે અને પરમાત્માનો દિવ્ય મહિમાગાન કરનારા છે. જે દેવોના વિમાનમાં શાસ્વતા જૈન ચેત્યો અને જિન–પ્રતિમાઓ આવેલી છે એવા દેવોનાં ચરણોમાં કોટી કોટી વંદના કરી આ લેખની શરૂઆત કરું છું.
જૈન શાસ્ત્રની દૃષ્ટિએ દેવોના ચાર પ્રકાર મુખ્ય છેઃ (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org