SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ટ GK પુરોવચન [ સંપાદક–પ્રકાશકનું નિવેદન * નંદલાલ બી. દેવલુક * આર્યાવર્તની આ ગૌરવવંતી પુણ્યભૂમિ ઉપર જે જે અસંખ્ય મહાપુરુષોનાં પવિત્ર પગલાં મંડાયાં એ સર્વ વંદનીય વિભૂતિઓને અને સૌ પ્રથમ વીતરાગી તીર્થંકર ભગવંતોને પંચાંગ પ્રણિપાત તપાગચ્છના અધિષ્ઠાયક જાગૃત શાસનદેવ શ્રી માણિભદ્રદાદાને ભાવોલ્લાસ સાથે વંદન-પ્રણામ કરું છું. શાસનદેવી પદ્માવતીજી અને અન્ય જૈનશાસનના દેવ-દેવીઓને સ્તવી, ધ્યાન ધરી તે સૌની વિશેષ સહાયતા ઈચ્છું , જેના પ્રકાશપુંજથી જિનશાસનનું નભોમંડળ આજે પણ સાત્ત્વિક આચાર-વિચારોથી ઝળહળી રહ્યું છે એવા અનેક જિનશાસન પ્રભાવકોને અમારી લાખ લાખ વંદનાઓ. 'પરમ પાવક ભૂમિનો વિકાસક્રમ ભરત ચક્રવર્તીના પાવનકારી શુભ નામ પરથી જંબુદ્વીપ ક્ષેત્રના આ ભારતવર્ષની કણ કણ ધરતી ઋષિમુનિઓ, સંતો, સતીઓ અને માનવને મુકિતનું ચરમ લક્ષ્ય બતાવતા તીર્થંકર ભગવંતો, પૂજ્ય આચાર્ય ભગવંતો, પૂજય ઉપાધ્યાયો, પૂજ્ય સાધુ-સાધ્વીઓનાં વિશિષ્ટ ચરિત્રોથી સૌરભમયી બની છે. સપ્તસિંધુની ભૂમિ, શત્રુંજય ગિરિરાજ, રેવતાચલ, આબુ–દેલવાડા, કાશી, પાવાપુરી કે સમેતશિખરજી, આગ્રા, ઉજૈન, આગલોડ કે મગરવાડા-આ બધાં પવિત્ર તીર્થધામો છે. ડાર્વિને વાનરમાંથી માનવની ઉત્ક્રાંતિની વાત કરી પણ એમાં વચ્ચેનાં પગથિયાં જ નથી; જ્યારે આર્યદર્શન અને જૈન દર્શને વાનરમાંથી માનવની વાત કદી કરી નથી અને કરશે પણ નહીં. પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વર-ઋષભદેવથી ભગવાન પાર્શ્વનાથ સુધીના ૨૩ તીર્થકર ભગવંતો અને ચરમ તીર્થંકર ત્રિશલાનંદન ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર પ્રભુની વિરાટ યાત્રાનો વિકાસક્રમ એ જ આ પુણ્યમયી ભૂમિની ઉજ્જવળ યશોગાથા બની ગઈ છે. અહીં માનવમાંથી અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, અને કર્મ ખપાવવા, નવાં કર્મો ઊભાં ન કરવાનો, અહંતપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy