SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) એક આરાધકના ચમત્કારોનું વર્ણન વાંચીને બીજાઓ એવા ચમત્કાર થઇ રહ્યા છે તેવા ભ્રમમાં આવી સિદ્ધિ વિનાની પ્રસિદ્ધિ પ્યાદા બની જાય છે. 卐 શાસનદેવો પણ પોતાનું વરદ પ્રાપ્ત કરનાર બહુ પ્રસિદ્ધિના મોહમાં આવ્યા વગર નિરંતર આરાધના કરે અને ખરે વખતે શાસનનાં શકય કાર્યો નિર્વિઘ્ને પાર પાડે તેમ ઇચ્છતા હોય છે. જે પણ કલ્પની આરાધના કરવી હોય તેને ખૂબ જ વિનયપૂર્વક મેળવવો. મંત્રશાસ્ત્રની જાણ ન હોય પણ ખરેખર સરળ અને વાત્સલ્ય સ્વભાવી હોય, પરની સિદ્ધિ અને પ્રસિદ્ધિથી પ્રમોદ ભાવ પ્રગટાવી શકે તેવા હોય તેવા મહાત્માના મુખેથી મંત્ર ગ્રહણ કરવો. દેવ – દેવીની આરાધના બ્રહ્મચર્ય તો જરૂરી જ છે. પણ બ્રહ્મ એટલે તે વખતના ઇષ્ટ અને આરાધ્ય તેમાં જ એકત્વભાવ સધાય તેમાં જ મનોવિચરણ અને મનોવિહરણ રહે ત્યાં સુધી બ્રહ્મચર્યનો અર્થ સમજવો. શકય હોય તો પ્રત્યેક વખતે ભોજન કરતાં કે પાણી પીતાં નવકાર મંત્ર ગણ્યા બાદ ઇષ્ટ મંત્ર ગણવો અને અન્નમાંથી અને પાણીમાંથી તે મંત્રશકિત મનમાં પરિણત થઇ રહી છે તેવી દિવ્ય ધારણા કરવી. # આરાધનાનો આરંભ થતાં અનેક સ્ફુરણાઓ સ્વયં થાય છે. તે સ્ફુરણાઓને ખૂબ જ ધીરજપૂર્વક સમજવી અને એ જ અધિષ્ઠાયકોના વિશેષ ઉપાસક કોઇ ન મળે ત્યાં સુધી એના અર્થધટન કે માર્ગદર્શન માટે ચર્ચા પણ ન કરવી. ૫૪૭ કેટલાક લોકો શરીરમાં પ્રવેશ વગેરેના કે બીજા ઢોંગો કરતા હોય છે તેનાથી પ્રભાવિત ન થવું અને તેવી આશા પણ ન રાખવી . એક નાનાશા કોમ્પ્યુટરથી લાખો – કરો ઘટના પર ધ્યાન અને કંટ્રોલ રાખી શકાય છે તો ભગવતી પદ્માવતી દેવી આદિ માટે તમારી સાચા મનની આરાધના હોય તો પ્રત્યેક આરાધના વખતે તમારો ખ્યાલ રાખવો અશક્ય નથી. પદ્માવતીની આરાધના કયારેક એવી સર્વોચ્ચ અનુભૂતિએ પહોંચાડી શકે કે આત્મપ્રદેશમાં રહેલી અનંત શકિત પદ્મની માફક અલિપ્ત છે. કર્મોથી કયારેય ઢંકાયેલ નથી એ જ શકિત પદ્મા છે. વ્યકિતગત દેવ-દેવીની આરાધનાથી માંડીને પૂર્ણ વીતરાગિતા અને પૂર્ણતાની શકિત રૂપે આરાધકને પોતાની આરાધના કરવાનું માર્ગદર્શન યથાસમયે મળ્યા જ કરતું હોય છે. બસ, અહીં આપેલ કેટલીક અનુભૂતિઓ ઉત્પ્રેક્ષા અને ઇશારો કરાયેલ રહસ્યોને પામીને સહુ આખરે કૃતજ્ઞતામાંથી સર્વજ્ઞતામાં પ્રવેશ કરી અનંત આનંદના ભોકતા બનો એ જ પ્રાર્થના. અંતમાં પુનઃ એક વાર ભગવતી પદ્માને પ્રાર્થના श्रीमद् जैनेन्द्र धर्म प्रकट्य विमल देवि पद्मावति ! त्वं ॥ હે દેવી પદ્મા ! તું વિશ્વમાં જિનેશ્વરના ધર્મને ... વિતરાગના ધર્મને પ્રકાશિત કરી દે.. ‘જૈન જયંતિ શાસનમ્’ થી વિશ્વને ભરી દે.. !!! 44 Jain Education International For Private & Personal Use Only "" www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy