SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી ઝગારો કર્યો. જેમાં ભગવતી પદ્માવતીની સાધુ દ્વારા થતી આરાધનાનું સમર્થન છે અને ભગવતી પદ્માવતીને એકાવતારા માની તેની સવિશેષ આરાધનાને સમાયુકિતથી નવાજી છે. ૫૪૪ મને લાગે છે કે આ પછી મારી પદ્માવતી માતા તરફની ભકિત અને પ્રીતિને સમાધાનકારક શાસ્ત્રીય પીઠબળ મળ્યું. તે પછી અભિગમ વિકસિત થયો. આ જ અરસામાં મારા પૂજય ગુરુદેવ જે મારા માટે ઘણાં ઘણાં શાસ્ત્રપાઠીની નોંધો કરી રાખતા હતા. જાણે મા પોતાની સંતતિને દૂધપાન કરાવે તે રીતે શાસ્ત્રપાઠોને પાન કરાવતા. એમાંથી મને અધિષ્ઠાયક દેવોનું ‘વૈયાવચ્ચગરાણં સંતિગરાણું - સમ્મદિદ્વિ સમાહિગરાણં' નું રહસ્ય સમજાવ્યું અને અધિષ્ઠાયક દેવોનું શકિતની આભડ છેટની છેલ્લી દિવાલ પણ ધ્વસ્ત થઇ ગઇ. વીતરાગિતાની મસ્તી અને પ્રભુ ભક્તિ માટે તો ચૈત્યવંદના અને ભકતામર હતા જ હવે રોજ સ્મૃતિ માટે પદ્માવતી માતાના કોઇ શ્લોક કે પાઠની અપેક્ષા હતી એ પણ સહજ ભાવે મળી ગયો. જીવનની કસોટીની વેળાઓ આવી, ચેલેન્જ કહેવાય તેવા ભાવોનો સહજતાથી સામનો કરી સફળ બન્યો છું. મારી એ જ આરાધના પર હું મુસ્તાક હતો. મેં બીજા ધણા ચમત્કારો અનુભવ્યા. એક અંજનશલાકા – પ્રતિષ્ઠા વખતે કુંભસ્થાપનાનો ચાંદીનો ઘડો જ કોઇ ઉપાડી ગયું. તો પણ મારૂં રૂંવાટું ફરકયું નહીં. મેં એ જ પદ્માવતી મંત્રની આરાધના કરી. મારા પૂજય ગુરુદેવને પણ તે કુંભ સ્થાપનાના ધડાની વાત કરી ચિંતામાં નાંખ્યા નહીં. પૂરા આત્મવિશ્વાસથી પંડિત શ્રી કુંવરજીભાઇએ પુનઃ કુંભસ્થાપના કરાવી. પરિણામ આશ્ચર્યકારક હતું. ગઇકાલ સુધીનો તે મહોત્સવ શ્રાવકોમાં અનેક ચિંતા કરાવતો હતો. પદ્માવતીના સ્મરણ જાપ પછીના કુંભસ્થાપન બાદ મહોત્સવમાં એક નવી જ તાજગી આવી. બોલીઓના આંક કલ્પના વટાવી ગયા. કંઇક તાજગીભર્યું. વાતાવરણ સહુને સ્પર્શી ગયું. જિનભકિત, શાસનભકિત અને ગુરુભકિતના આ લાભને પામીને હું પદ્માવતી માતાની આરાધના તરફ વધુ ઢળ્યો. મારા નિકટવર્તી પરિબળો તરફથી સહજ ભાવે પદ્માવતી માતાની પ્રતિમા મળી ગઇ, જે આજે પણ રોજની આરાધનામાં ઉપયોગમાં આવે છે. આ પરિબળોનો પરિચય યથાસમયે કરાવવામાં આવશે. સહજ ભાવે પ્રાપ્ત થયેલી એ પદ્માવતીમાતાજીની પ્રતિમા સામે ગૃહસ્થોને ઉત્તરસાધક તરીકે યોજીને ધણા અનુષ્ઠાનો થયા છે. પૂ.ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.ની. દિવ્ય કૃપાથી રેડહીલ્સમાં આઠ દિવસનું એક દિવ્ય આરાધન થયુ. તે પછી પણ અંતે સ્વપર વીતરાગીતા મળે, શાસનપ્રભાવના થઇ. એવા કાર્ય પ્રસંગોએ કલ્પો પ્રમાણે આરાધના થઇ. શ્રી જ્ઞાની ઝૈલસિંહજી - ચેન્ના રેડી - શ્રી અમરસિંહજી ચૌધરી - શ્રી ચીમનભાઇ પટેલ અને શ્રી છબીલદાસ મહેતા જેવા અનેક તે વખતના રાજકીય સર્વોચ્ચ હોદ્દેદારો ભગવતી પદ્માવતીનો કૃપા પ્રસાદ પામી ધન્ય બન્યા.. જિનશાસનના અનુરાગી બન્યા છે. આ પદ્માવતી માતાની આરાધના માત્ર અધિષ્ઠાયકની આરાધના રૂપે પ્રસિદ્ધિ ન પામે તેવા ખ્યાલથી સાધ્વીવર્યા વાચેંયમાશ્રીની અનેકશઃ વિજ્ઞપ્તિને અનુલક્ષીને પૂજય ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજે એક પૂજન વિધિનું સંકલન કરાવ્યું. આ પૂજનવિધિ આમ તો શ્રી પાર્શ્વ પદ્માવતી પૂજનના નામે પ્રસિદ્ધિ પામી છે; પણ પૂજય ગુરુદેવ આ પૂજનને ‘શ્રી પાર્શ્વનાથ અધિષ્ઠાયિકા પૂજન' એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy