SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૩૧ ‘અમૃતવેલ’ની સક્ઝાયમાં સાધના-પદ્ધતિઓનું આલેખન લેખક : પૂ. આ.શ્રી વિજયકારસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી વિ.યશોવિજયસૂરિજી મહારાજ તત્ત્વજ્ઞાન, યોગ, ધર્મ, નીતિ આદિ સર્વ ચાહે છે સત્યનું દર્શન - સત્યની અનુભૂતિ. દુષ્કૃત ગહમાંથી, જીવનવિગ્રહની નાગચૂડમાંથી મુક્તિ મળે છે અને અહંકારાદિ દુર્ભાવ છૂટે છે. સુકૃત્યની અનુમોદનાથી સભાવનું પ્રગટીકરણ થાય છે, અહંતના શરણથી અધ્યાત્મનું જાગરણ શરૂ થાય છે, પૂ. આચાર્ય શ્રી યશોવિજયસૂરિજી મહારાજની પવિત્ર વાણીનું શ્રવણ આહલાદક અને ચેતનવંત હોય છે; તેમ અત્રે તેઓશ્રીના માર્મિક અને મધુ૨ લેખનનો પણ પરિચય પ્રાપ્ત થશે. - -- સંપાદક નકશા વિના મોટા શહેરની ગલીકૂચીમાં માર્ગ ગોત્યો જડે નહિ; સ્નેહીનું ઘર મળે નહિ. સાધનાક્ષેત્રે પણ નવાસવા સાધકને આ મૂંઝવણ ઘણી વાર થતી હોય છે : પોતાની ચાલુ ભૂમિકાથી આગળ શરૂઆત કેમ કરવી અને ક્યાંય અટવાઈ ન જવાય તેમ લગાતાર શી રીતે આગળ ધપ્યા કરવું. સાધનાપથનો નકશો હોય તો સારું એમ લાગ્યા કરે છે. “ચેતન ! જ્ઞાન અજવાળીએ..'ના મધુરા આમંત્રણથી શરૂ થતી “અમૃતવેલ'ની સઝાય સાધકો માટે માર્ગદર્શિકાની ગરજ સારે તેવી આસ્વાદ્ય નાનકડી, ગેય કૃતિ છે. ગાતા જાવ ને આગળ વધતા જાવ! પંચસૂત્ર' ગ્રન્થના પ્રથમ સૂત્રને નજર સામે રાખી બનાવવામાં આવેલ ગણાતી આ કૃતિ માત્ર અવતરણ ન બની રહેતાં સુંદરતમ મૌલિક રચના બની ઊઠી છે. તે મહોપાધ્યાય શ્રીમદ યઃ મહારાજની કલમનો ચમત્કાર છે. મધુર કંઠે, ભાવવાહી રીતે કોઈ સાધક પ્રસ્તુત સ્વાધ્યાયની ઓગણત્રીસ કડીઓ ગાતો હોય તો શ્રોતાઓય તેના રસપ્રવાહમાં સાથે સાથે વહ્યા કરે તેવી સ-રસતા પ્રસ્તુત કૃતિમાં છે. જો કે, સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે આ કૃતિ ગાગરમાં સાગરની જેમ સાધનામાર્ગને સચોટતાથી, એકદમ સંક્ષેપમાં પ્રસ્તુત કરે છે. ફોલેડ નકશાની જેમ “અમૃતવેલ'ની સઝાયને જોઈએ તો ફોડ્ઝ આ રીતે ખૂલશેઃ પહેલી કડીમાં આત્મગુણના અનુભવનનું આમંત્રણ છે. આ અનુભાવન પહેલાં દયમાં જે મધુમય ઝંકાર ઊપડે છે તેની નોંધ બીજી અને ત્રીજી કડી આપે છે સાધનાની પૃષ્ઠભૂનું મધુર આલેખન. ચોથીથી તેવીસમી કડી અનુભાવનના માર્ગનું વિશદ વર્ણન આપે છે. ચતુદશરણ ગમન, દુષ્કૃત ગઈ અને સુકૃત અનુમોદનાની સાધનાનું રસ ઝરતું બયાન ઉપરોક્ત દુહાઓમાં છે. સાધનાપદ્ધતિનું બીજી વાર વર્ણન કરતાં પહેલાં ચોવીસમી અને પચ્ચીસમી કડી સાધક તરફ કૅમેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy