SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી : ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં આ ચાર દિક્પાલોને અનુસરે છે, જ્યારે શ્રી હરિષણસૂરિ રચિત ‘પઉમચરત'માં આ જ ચાર દિક્પાલો છે, પણ તેમને ‘લોકપાલ’ તરીકે ઓળખાવાયા છે. શ્રી ગુણભદ્ર રચિત ‘ઉત્તરપુરાણ’માં આઠ લોકપાલને આ પ્રમાણે વર્ણવ્યા છે ઃ અગ્નિ, યમ, શક્ર (ઇન્દ્ર), નૈત, પાશિન્ (વરુણ), ધૂમધ્વજસખા (વાયુ), ગુહ્યક (કુબેર) અને ઈશાન. ‘મહાપુરાણ'ના કર્તા શ્રી પુષ્પદંત દિક્પાલોનાં નામ આ પ્રમાણે આપે છે ઃ સક્ક (ઇન્દ્ર), ચિચ્ચિ (અગ્નિ), કાલ (યમ), નેરિય (નૈઋત), અણ્ણવ (વરુણ), અનિલ (વાયુ), કુબેર અને સુલિણ (શંકર). ૫૨૮ ] જૈન ગ્રંથો – ‘નિર્વાણકલિકા’ અને ‘આચારદિનકર’માં દિક્પાલોને બે ભુજાવાળા વર્ણવ્યા છે, જ્યારે ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’, ‘અગ્નિપુરાણ', ‘વિષ્ણુપુરાણ', ‘બૃહત્સંહિતા', ‘પુરસ્કાર ગૃહ્યસૂત્ર', ‘શ્રીતત્ત્વનિધિ’, ‘દેવતા-મૂર્તિપ્રકરણ', ‘યાશ્રય અપરાજિતસૂત્ર', ‘શિલ્પરત્નમ્’,‘રૂપમંડન’, ‘અંશુમભેદાગમ’, ‘પૂર્વકારણાગમ’ અને ‘અભિલાષિતાર્થ ચિંતામણિ’ જેવા જૈન અને અજૈન ગ્રંથોમાં તેમને બે અથવા ચાર ભુજાવાળા વર્ણવ્યા છે. આ ગ્રંથોમાં તેમનાં વર્ણ, વાહન અને આયુધ અંગે પણ વૈવિધ્ય જોવા મળે છે. જૈન દિક્પાલની એક વિશેષતા એ છે કે તે ‘વાસ્તુદેવતા' તરીકે પણ પૂજાય છે. તેમની બીજી વિશેષતા એ છે કે દિગમ્બર સંપ્રદાયમાં હિંદુ ધર્મની માફક તેમની સંખ્યા આઠની છે, જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયમાં તેમની સંખ્યા દશની છે. શ્વેતામ્બર મતમાં વધારાના ઉમેરાયેલા દિક્પાલ બ્રહ્મા અને નાગ છે, જે ક્રમશઃ ઊર્ધ્વદિશા (= આકાશ) અને અધોદિશા (=પાતાળ)ના અધિપતિ મનાય છે. આ બે દિક્પાલની વિગત આ મુજબ છે : (૧) બ્રહ્મા : ઊર્ધ્વ દિશાના દિક્પાલ બ્રહ્માનો વર્ણ સુવર્ણ જેવો છે. તેમનું વાહન હંસ છે. તેમને ચાર મુખ અને ચાર ભુજાઓ છે. તેમના હાથમાં પુસ્તક, માળા, શંખ અને કમંડળ હોય છે. શંખને બાદ કરતાં જૈન બ્રહ્માનું સ્વરૂપ પૌરાણિક બ્રહ્માને મળતું આવે છે. (૨) નાગ ઃ પાતાળલોક સર્પોનો પ્રદેશ મનાયો છે. આ કરણે તેને નાગલોક પણ કહે છે. તેથી અધોદિશાના દિક્પાલ નાગ છે. તેમનો વર્ણ કાળો અને વાહન સર્પ છે, પણ તેમને કમળ પર બેઠેલા દર્શાવાય છે. તેમના શરી૨નો નાભિની ઉપરનો ભાગ મનુષ્ય જેવો અને નાભિની નીચેનો ભાગ સર્પ જેવો હોય છે. તેમના હાથમાં ત્રિશૂળ, સર્પ અને અક્ષમાળા હોય છે. દિક્પાલ નાગનું સ્વરૂપ પૌરાણિક નાગદેવતાને મળતું આવે છે. દિક્પાલોની મૂર્તિઓ મંદિરમાં બહારની બાજુએ મંડોવરને ફરતી મૂકવામાં આવે છે. દરેક મૂર્તિ તે દિક્પાલ સાથે સંબંધિત દિશા કે કોણમાં ગોઠવેલી હોય છે. અષ્ટદિક્પાલને સંબંધ છે ત્યાં સુધી મંદિરની રચનામાં તેમના સ્થાનનું નિર્ધારણ સરળ છે, પરંતુ ઊર્ધ્વલોકના બ્રહ્મા અને અધોલોકના નાગની મૂર્તિને મંદિર-રચનાની સમરૂપતા જળવાઈ રહે તે રીતે મધ્ય ભાગમાં ઉપર-નીચે ગોઠવવી મુશ્કેલ છે. આથી બ્રહ્માની મૂર્તિનું સ્થાન પૂર્વ અને ઇશાનની વચ્ચે નિર્ધારિત કરવામાં આવે છે. જો કે આ બે દિક્પાલોની મૂર્તિ બહુ જ ઓછાં મંદિરોમાં જોવા મળે છે. ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’ અને અન્ય ગ્રંથોમાં દિક્પાલોની મૂર્તિઓ સપત્નીક બનાવવા અંગે ઉલ્લેખ છે. પરંતુ અવશિષ્ટ મંદિરોમાં સપત્નીક દિક્પાલ ખાસ જોવા મળતા નથી. માઉન્ટઆબુ પર દેલવાડાના ચૌમુખ મંદિર (ઈ.સ. ૧૪૫૯) અને ડીસા (બનાસકાંઠા)ના સિદ્ધાંબિકાના મંદિરમાં આવાં સપત્નીક સ્વરૂપના દિક્પાલો છે. પ્રાચીન ગ્રંથોમાં સપત્નીક દિક્પાલોનાં સ્ત્રી-પુરુષ બંને સ્વરૂપોનાં વર્ણ, વાહન, ભુજા અને આયુધ એકસરખાં ઉલ્લેખાયેલાં છે. અને તે પ્રમાણે જ તેમનું મૂર્તિવિધાન થયેલું છે. ગુજરાતમાં દિક્પાલોનાં નોંધપાત્ર શિલ્પો શત્રુંજય, ગિરનાર અને કુંભારિયાનાં જૈન મંદિરો ઉપરાંત મોઢેરાના સૂર્યમંદિર (ઈ.સ.ની ૧૧મી સદી), વડનગરના હાટકેશ્વર મંદિર (ઈ.સ.ની ૧૫મી સદી), ડીસાના ૧ : ‘ સવ વિવિ ાન-ભેર અળગિત ધ્રુવેર - પુતિને સવિઙળ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy